Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં એક સરકારી શાળાની 30 વિદ્યાર્થિનીઓને એનેમિયા:કિશોરીઓમાં 10 વર્ષની ઉંમરે માસિક સ્ત્રાવ, 6 પ્રકારના કેન્સરથી બચવા 15 વર્ષે HPV વેક્સિન અપાવવી જરૂરી

    9 hours ago

    રાજકોટ ઓબ્સ્ટેટ્રિક્સ ગાયનેકોલોજિકલ સોસાયટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળાઓની 30 દીકરીની એનેમિયા નાબૂદી અંતર્ગત હિમોગ્લોબિલની તપાસણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમના પ્રારંભે મેયર નેહલ શુક્લ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પૂજારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 30 દીકરીઓને એનેમિયા હોવાનું સામે આવતા તેને લોહતત્વની ટેબલેટ આપવામાં આવી હતી અને લીલા શાકભાજી સહિતના લોહતત્વ યુક્ત ખોરાક ગ્રહણ કરવાની સલાહ આપવામાં આવી. જે દરમિયાન તબીબના કહેવા પ્રમાણે હાલ કિશોરીઓમાં PCOD (પોલિસિસ્ટિક અંડાશય રોગ) ની ગંભીર સમસ્યા છે. જેને લીધે દીકરી 10 વર્ષની થાય ત્યારે જ માસિક સ્ત્રાવ શરૂ થઈ જાય છે અને 3 થી 7 દિવસને બદલે વધુ દિવસ રક્ત સ્ત્રાવ થાય છે. જેનું કારણ જંકફુડ છે. આ ઉપરાંત કેન્સર સહિતના ગંભીર રોગોથી બચવા 15 વર્ષની વયે જ દીકરીઓની સાથે દીકરાઓને પણ HPV રસી આપવી જોઈએ. જેથી આવનારી પેઢીને કેન્સરના જીવલેણ રોગથી બચાવી શકાશે. 700 દીકરીઓના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન રાજકોટ ગાયનેક સોસાયટીના પ્રમુખ અને ગુજરાતની પબ્લિક અવેરનેસ કમિટીના ચેરમેન ડૉ.દર્શના પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લાં 24 વર્ષથી મારી પ્રાઈવેટ હોસ્પિટલ છે. આજે શાળા નં.69 સરોજિની નાયડુ શાળામાં એનેમિયા મુક્ત અભિયાન અંતર્ગત સરકારી સ્કૂલની 700 દીકરીઓના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાકીય ક્ષેત્રે 25 વર્ષ થઈ રહ્યા છે ત્યારે અમારી નેશનલ સોસાયટી છે 'ફોગસી' (FOGSI). એ સમગ્ર NGO અને સરકારના સેવાકીય પ્રકલ્પોના સાથ-સહકારથી કિશોરીઓમાં એનેમિયા ન થાય એટલે કે લોહીની ઉણપ ન થાય તે માટે ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમને જરૂર હશે એમને દવાઓ પણ આપવામાં આવશે. એની સાથે ખોરાક અંગે માર્ગદર્શન આપીએ છીએ. જેથી કરીને એ સુપોષિત થાય. દીકરી સુપોષિત થશે તો આવનારું બાળક પણ એ જ્યારે માતા બનશે ત્યારે સુપોષિત થશે. 'ગર્ભાશયના કેન્સરથી બચી શકશે, મૃત્યુદર ઘટશે' આ સાથે જ હવે જ્યારે કેન્સરના કેસ ખૂબ વધી રહ્યા છે ત્યારે HPV કેન્સરની જે વેક્સિન છે. જે સામાન્ય રીતે ગર્ભાશયના કેન્સરની વેક્સિન તરીકે જાણીતી છે. એના વિશે ઘણી સમજણ પણ ગેરસમજણ પણ એટલી જ છે. આ દરમિયાન એક ઓડિયો-વિઝ્યુઅલ સેમિનાર દ્વારા એમને સમજાવ્યું કે આ રસી સંપૂર્ણપણે સલામત છે. આ રસી લેવાથી આપણી આવનારી પેઢી છે એ ગર્ભાશયના કેન્સરથી બચી શકશે અને મૃત્યુદર ઘણો બધો ઘટશે. આ ઉપરાંત અન્ય સમસ્યા PCOS/PCOD ની છે. જે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે અને જો આપણે કિશોરાવસ્થાથી જ એમાં ધ્યાન રાખીશું તો ભવિષ્યમાં વંધ્યત્વ, મેદસ્વિતા અને નાની ઉંમરે હાર્ટ એટેકથી બચી શકાશે. આવે છે. તો 'કેચ ધેમ અર્લી' (Catch them early). નાની ઉંમરથી જ આપણે એમને આ અંગે જાગ્રત કરીશું તો ઘણી બધી આપણે સમસ્યા અટકાવી શકીશું. 'દીકરીઓને PCOD અંગે જાગૃત કરીએ છીએ' તેમણે જણાવ્યું હતું કે, કિશોરીઓ સહિતનાએ જીવનશૈલીમાં બદલાવ લાવવાની જરૂર છે. એમાં આપણે જંક ફૂડ ટાળવાનું છે અને પેકેજ્ડ ફૂડ એટલે કે પડીકાં ખાસ અટકાવવાના છે. લોહતત્વથી ભરપૂર લીલા શાકભાજી, કઠોળ, સીંગ- દાળિયા ગ્રહણ કરવાના છે. આ ઉપરાંત શારીરિક કસરતોના અભાવને કારણે મેદસ્વિતા અને બીજા પ્રોબ્લેમ વધી રહ્યા છે. જેથી શારીરિક કસરતો કરવી, ચાલવું અને થોડા વ્યાયામ કરવા PCOD ખૂબ વધારે વધી રહ્યો છે. જેના કારણે નાની ઉંમરની દીકરીઓને 10 વર્ષે માસિક સ્રાવ શરૂ થઈ જાય છે અને માસિક સ્રાવ ઘણો લાંબો ચાલે છે અને મેદસ્વિતા વધતી જાય છે. એટલે એના કારણે અમે નાની ઉંમરની દીકરીઓને PCOD અંગે જાગૃત કરીએ છીએ. 'HPV અંગેની માન્યતાઓ સાચી લોકોને ખબર પડે' તેમણે અંતમાં જણાવ્યું હતું કે, HPV વેક્સિન એટલે ગર્ભાશયના કેન્સર માટેની વેક્સિન છે. જેના વિશે ખૂબ ગેરસમજણ છે અને ડર છે. અને એમ કે દીકરીઓને શું કામ? કેન્સર તો મોટી ઉંમરે થાય છે પરંતુ જેટલી વહેલી આ રસી આપવામાં આવે, એટલી જ આગળ જતાં એને જે રોગપ્રતિકારક શક્તિ છે એ વધે. કારણકે ગર્ભાશયનું કેન્સર થવાનું મુખ્ય કારણ HPV વાયરસ છે અને સામાન્ય માન્યતા પ્રમાણે HPV વાયરસ માત્ર ગર્ભાશયનું કેન્સર નથી કરતો. એ મુખના કેન્સર પણ કરી શકે છે, આંતરડાનું પણ કરી શકે છે, ગુદાનું પણ કરી શકે છે. આવા છ પ્રકારના કેન્સર HPV વાયરસથી થાય છે. એટલે અમારો પ્રયત્ન જ એ રહે છે કે HPV અંગેની માન્યતાઓ સાચી લોકોને ખબર પડે. દીકરાઓને પણ આ રસી આપવી જરૂરી છે. 15 વર્ષથી નીચેની વયની દીકરીઓને બે ડોઝ લેવા પડે અને 15 થી 25 વર્ષની સ્ત્રીઓમાં ત્રણ ડોઝ હોય છે. એ જ પ્રોટોકોલ દીકરાઓમાં પણ હોય છે. 25 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓ પણ લઈ શકે છે. જેની રક્ષણાત્મક અસર થોડી ઓછી થાય. પણ જો 25 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રી લે તો એને પહેલા પેપ ટેસ્ટ કરાવી પછી લેવાની છે. પણ હવે કોઈપણ ઉંમરની સ્ત્રી આ વેક્સિન લઈ શકે છે. જે સંપૂર્ણ સલામત છે અને કિશોરીઓને તો આરોગ્ય કેન્દ્રમાં એ વેક્સિનેશન રસીકરણ કાર્યક્રમ હેઠળ ફ્રી આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર તિજોરી કચેરીમાં સ્વચ્છતા અભિયાન ચલાવાયું:અધિકારીઓ-કર્મચારીઓએ કચેરી પરિસરની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
    Next Article
    ‘Just colleagues disagreeing’: How the Election Commission rift played out on TV news

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment