Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરે સેટલમેન્ટના નામે 3 લાખ માંગ્યા, VIDEO:કહ્યું-'લેખિત ન આપું, મારા કાંડા કપાઈ જાય હમણાં ચૂંટણી છે', ગેરકાયદે બાંધકામના નામે પૈસા ખંખેરવાનું કારસ્તાન

    10 hours ago

    રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા બાંધકામની અરજી પાછી ખેંચવા અને સેટલમેન્ટના બહાને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના સ્ટિંગ વીડિયોથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. રવિરત્ન પાર્કમાં ચાલતા કાયદેસરના બાંધકામને મનપામાં અરજી કરી અટકાવ્યા બાદ, પૂર્વ કોર્પોરેટરે સર્કિટ હાઉસ ખાતે અલગ-અલગ મિટિંગો યોજી રૂ. 3 લાખથી શરૂ કરી છેલ્લે સવા લાખની રોકડની માંગણી કરી હતી. જેની સમગ્ર વાતચીત બાંધકામ કરનાર પરિવારે વીડિયોમાં કેદ કરી લીધી છે. જોકે, આ મામલે અનિલ મકવાણાએ પોતાને બદનામ કરવાનું કાવતરું ગણાવી લેતી-દેતીને બિઝનેસ મેટર ગણાવી છે, બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ ઘટનાને ગંભીર ગણાવી શિસ્તભંગના કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે. જોકે, આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે કરેલા કારસ્તાનનું મોટું કૌભાંડ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે. મનપાના અધિકારીઓ સ્થળ મુલાકાત કરી બાંધકામ અટકાવ્યું હતું રાજકોટ શહેરના રહેવાસી દિલીપભાઈ વાગડીયાના પિતરાઈ ભાઈ દ્વારા રવિરત્ન પાર્કમાં 150 વાર જગ્યામાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામ ગેરકાયદે થતી હોવાની લેખિત અરજી રાજકોટ મહાનગપાલિકામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા કરવામાં આવી હતી. આ પછી મનપાના અધિકારીઓ સ્થળ મુલાકાત કરી બાંધકામ અટકાવ્યું હતું અને અરજી અંગે જાણ કરી હતી. અરજી અંગે તપાસ કરતા અરજી અનિલભાઈ મકવાણાએ કરી હોવાનું જાણવા મળતા દિલીપભાઈ વાગડીયાએ અનિલભાઈ મકવાણાનો સંપર્ક 6 ફેબ્રુઆરીના રોજ કર્યો હતો. 6 ફેબ્રુઆરીના રોજ સંપર્ક કરી અનિલ મકવાણાએ હોસ્પિટલના કામથી બહાર હોવાનું કહી આવતીકાલે 11 વાગ્યે સર્કિટ હાઉસ મળીશું તેવી વાત કરી હતી. બાંધકામ અંગેની અરજી પરત ખેંચી ન શકાય કહી સેટલમેન્ટની વાત કરી આ પછી 7 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11 વાગ્યે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે દિલીપભાઈ વાગડીયા અને અનિલ મકવાણા વચ્ચે સર્કિટ હાઉસના VIP હોલમાં બેઠક થઇ હતી. આ બેઠક દરમિયાન તેમને ચા-પાણીની સલાહ કરી હતી અને બાંધકામ અંગે ચર્ચા શરૂ કરી હતી. બાંધકામ અંગેની અરજી પરત ખેંચી ન શકાય કહી સેટલમેન્ટ માટે વાતચીત શરૂ કરી હતી. આ પછી બાંધકામ અંગે અરજીમાં મળેલ જવાબ સંતોષકારક છે તેમ કહી દઈશ આ માટે રૂપિયા 3 લાખની માંગણી કરવામાં આવી હતી. આ મિટિંગ લગભગ 15 મિનિટ સુધી ચાલી હતી આ પછી વિચારીને જણાવીશું કહી દિલીપભાઈ અને અનિલભાઈ છુટા પડ્યા હતા અને સાંજે ફરી સર્કિટ હાઉસ ખાતે મુલાકાત થઇ હતી. 'મારે અરજી પાછી ન ખેંચાય, મારા કાંડા કપાય જાય' 7 ફેબ્રુઆરીના રોજ ફરી સાંજે દિલીપભાઈ અને અનિલભાઈ વચ્ચે મુલાકાત થઇ હતી, જેમાં દિલીપભાઈએ 3 લાખ રકમ વધુ છે કહેતા આમાં માત્ર 25-50 હજારનું માન રાખવામાં આવશે કહી તમારી અપેક્ષા મુજબ બાંધછોડ નહિ થાય કહ્યું હતું. આ સમયે પણ 10 મિનિટ મિટિંગમાં તેમણે દિલીપભાઈને છેલ્લે જતા જતા 'હું જાહેરજીવનનો માણસ છું, મારે અરજી પાછી ન ખેંચાય, મારા કાંડા કપાય જાય, હમણાં માથે ચૂંટણી આવી રહી છે' કહી છુટા પડ્યા હતા. આ સમયે દિલીપભાઈ દ્વારા બે-ચાર દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. છેલ્લા સવા લાખ રૂપિયા થશે આનાથી ઓછું નહીં થાય આ પછી ફરી 12 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે સર્કિટ હાઉસ ખાતે બહાર મેદાનમાં દિલીપભાઈ અને અનિલભાઈ વચ્ચે મિટિંગ થઇ હતી. આ સમયે અનિલ મકવાણાએ અગાઉની વાત મુજબ બે લાખની ડિમાન્ડ રાખી હતી અને પોતે પોતાના ટ્રસ્ટના સમૂહ લગ્ન કરાવવા ઈચ્છે છે તેમાં ખર્ચ પણ થશે કહી છેલ્લા સવા લાખ રૂપિયા થશે આનાથી ઓછું એક પણ રૂપિયા નહિ ચાલે કહી ચાલતી પકડી હતી. જ્યારે દિલીપભાઈએ છેલ્લા 60,000 રૂપિયાની ઓફર પણ કરી હતી. નગરસેવકનું સેવા કરવાના બદલે રૂપિયા પડાવવાનું કારસ્તાન દિલીપભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના દ્વારા મેઈલથી અને લેખિતમાં કેટલી અરજી કરી છે તેની પણ તપાસ થવી જોઈએ. એટલે લોકોને ખબર પડે કે તેમના નગરસેવક સેવા કરવાના બદલે રૂપિયા પડાવવાનું કારસ્તાન ચલાવી રહ્યા છે. અનિલ મકવાણા પોતે ચોકીદાર અનિલ નામનું ઇમેઇલ એડ્રેસ ધરાવે છે અને તેના મેઈલ એડ્રેસ પરથી મનપામાં ઇમેઇલ કરતા હોય છે. 'હું પોતે 2005માં કોર્પોરેટર બન્યો એ પહેલા હું પોતે કોન્ટ્રાક્ટર હતો' ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 20-22 વર્ષથી જ્યારે આ વખતે તેમને મોકો મળ્યો હોય ત્યારે અમારા અમુક વિરોધીઓએ મને બદનામ કરવાનું આ કાવતરું કર્યું હોય તેવું લાગે છે. પૈસાની લેતી-દેતી બાબતે તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બધાને ધંધો કરવાનો હક છે. હું પોતે 2005માં કોર્પોરેટર બન્યો એ પહેલા હું પોતે કોન્ટ્રાક્ટર હતો. પોલીસ આવાસ નિગમના હું કામ રાખતો હતો અને બિલ્ડિંગ મટીરીયલ્સ સપ્લાયનો મારો બિઝનેસ છે. કાર્યકરો દ્વારા નાના કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લેવાની વાત મારા ધ્યાનમાં નથી. 'વીડિયો બાબતે હું સાયબર ક્રાઈમમાં અરજી આપવાનો છું' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વીડિયો બાબતે હું સાયબર ક્રાઈમમાં અરજી આપવાનો છું, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આ બાબતે હું માનહાનિનો દાવો પણ કરીશ. વીડિયો વાઇરલ કરનાર જે ન્યૂઝ પોર્ટલ છે તેણે જવાબ પણ આપવો પડશે. શહેર પ્રમુખ માધવભાઈ સાથે મારે કોઈ વાત થઈ નથી કે તેમનો કોઈ ફોન આવ્યો નથી. તેને અમારા સૌ કાર્યકર્તાઓ પર સંપૂર્ણ ભરોસો છે કે અમારો એકપણ કાર્યકર્તા આ પ્રકારનું ખોટું કામ કરે નહીં. 'પૂર્વ કોર્પોરેટરને રૂબરૂમાં કાર્યાલય બોલાવી વાત સાંભળીશ' આ મામલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને અગાઉ પણ આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવ્યા છે, તેમ આ કિસ્સામાં પણ ચોક્કસપણે પગલાં લેવાશે. અનિલભાઈ મકવાણા પૂર્વ કોર્પોરેટર અને સરકારમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે. વાઇરલ વીડિયોમાં તેઓ કોઈ વ્યક્તિ સાથે પૈસાની લેતી-દેતી અંગે વાત કરી રહ્યા છે. આ કઈ બાબતની વાત છે અને શું હકીકત છે તે અંગે તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવશે. હાલ તેમનો ફોન સ્વિચ ઓફ હોવાથી રૂબરૂમાં કાર્યાલય બોલાવી સંપર્ક કરી તેમની વાત સાંભળવામાં આવશે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે, ભાજપમાં કોઈ કાર્યકર્તા અન્ય કોઈના વિરુદ્ધ ષડયંત્ર કરે તેવી વાતમાં તથ્ય નથી.
    Click here to Read More
    Previous Article
    દ.ગુજરાતને ‘દુબઈ મોડલ’ પર વિકસાવવા તૈયારી:વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં રસ્તા સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂર; સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાનો માસ્ટર પ્લાન
    Next Article
    Opinion: Opinion | What Happens If Saudi Arabia Really 'Sends' Pakistan Into War?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment