Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં નકલી દારૂ પીવાથી વધુ બેના મોત, મૃત્યુઆંક 3:તપાસ SMCને સોંપાઈ, નકલી રોયલ સ્ટેગ વેચનારા 4 બુટલેગર ડિટેઈન

    18 hours ago

    ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ 2 વ્યક્તિના મોત થયા છે. ઇન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવનું મોત થયું છે. અત્યારસુધીમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી 3 વ્યક્તિઓના મોત થયા છે. કલેકટરે જણાવ્યું કે સિવિલમાં 8 દર્દીઓ, અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં 9 દર્દીઓ મળી કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે. દાખલ થયેલા તમામ દર્દીઓની સ્થિતિ હાલ નોર્મલ છે. કલેકટરે લોકોને અપીલ પણ કરી કે રવિવાર અને સોમવારે ડુપ્લીકેટ દારૂ પીનારાએ ચેકઅપ કરાવવું જરૂરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ગઇકાલે(18 ઓગસ્ટ) મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી.એસ મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોત અને લોકોની તબિયત લથડી હોવાના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે. એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. મૃતકના નામ કાર્તિક અશ્વિનભાઈ મકવાણા, (ઉ.વ. 40), રહેવાસી- તળાજા રોડ, ભાવનગર ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, (ઉ.વ. 25), રહેવાસી- ખરકડી, ઘોઘા તાલુકો નરેન્દ્રસિંહ યાદવ, રહેવાસી- ઈન્દોર, મધ્યપ્રદેશ આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    સરકાર 5 વર્ષમાં રમતો પર ₹36,441 કરોડ ખર્ચશે:2036 ઓલિમ્પિકમાં ટૉપ-10, 2048માં ટૉપ-5માં આવવાનું લક્ષ્ય; છેલ્લી વખત 71મો નંબર હતો
    Next Article
    દ્વારકા શી-ટીમે દિવ્યાંગ વિદ્યાર્થીઓને કરાવ્યા દ્વારકાધીશ દર્શન:તલોદના બહેરા-મૂંગા શાળાના વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment