Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસની કચેરી-મકાનમાં મરામતના નામે થતા ભ્રષ્ટાચાર પર લગામ:હવેથી સામગ્રી ખરીદીના 3 ક્વોટેશન લેવાશે, ₹50 હજારથી વધુના કામની ખાસ વ્યવસ્થા; DGPએ જાહેર કરી નવી SOP

    6 hours ago

    ગુજરાત પોલીસના રહેણાંક મકાનો અને કચેરીઓની મરામતના કામોમાં પારદર્શિતા લાવવા, વહીવટી વિલંબ ઘટાડવા અને ગેરરીતિની શક્યતાઓ પર અંકુશ મૂકવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્ત્વનો નિર્ણય લીધો છે. પોલીસ વિભાગના રહેણાંક અને બિન રહેણાક મકાનોમાં ચાલુ મરામત તથા ખાસ મરામતના કામો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ હવે મરામતનાં કામો માટે ત્રણ ક્વોટેશન મેળવવાને બદલે જરૂરી ચીજવસ્તુના ત્રણ ક્વોટેશન મેળવીને ગુણવત્તાયુક્ત સામગ્રી અગાઉથી ખરીદી સ્ટોકમાં રાખવામાં આવશે. પરિણામે નળ, લાઈટ, પંખા, વાયરિંગ અને પાઈપલાઇન જેવી સામાન્ય સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવી શકાશે. 4,789 કામો પાછળ ₹ 19 કરોડનો ખર્ચ પોલીસ વિભાગમાં નવી SOP લાગુ કરવાનો નિર્ણય ગત નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન થયેલા મરામતનાં કામોની સમીક્ષા બાદ લેવામાં આવ્યો છે. સમીક્ષા દરમિયાન સામે આવ્યું હતું કે, ચાલુ મરામત ગ્રાન્ટ હેઠળ કુલ 4,789 કામ પાછળ આશરે ₹ 19 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાંથી 4,119 કામ પાછળ રૂ. 17.48 કરોડનો ખર્ચ માત્ર ત્રણ ક્વોટેશન મેળવીને કરવામાં આવ્યો હતો. એટલે કે, કુલ કામમાંથી આશરે 86 ટકા કામો આ પદ્ધતિથી થયાં હતાં. આ પ્રક્રિયામાં ક્વોટેશન મેળવવા અને મંજૂરીની કાર્યવાહી પૂર્ણ કરવામાં સમય લાગતો હતો. સાથે જ વહીવટી મુશ્કેલીઓ ઊભી થતી હતી અને ગેરરીતિના આક્ષેપો પણ થતા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મરામતની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને ગુણવત્તાયુક્ત બને તે માટે નવી પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કામના નહીં, સામગ્રીના ત્રણ ક્વોટેશન લેવાશે નવી SOP મુજબ હવે સામાન્ય મરામતનાં કામ માટે ત્રણ ક્વોટેશન મંગાવવાની જૂની પદ્ધતિ બંધ કરીને જરૂરી સામગ્રી ખરીદવા ત્રણ ક્વોટેશન મેળવવામાં આવશે. સિવિલ અને ઈલેક્ટ્રિકલ મરામત માટે જરૂરી માલસામાનની ખરીદી કરીને કચેરીમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાનો રહેશે. આ વ્યવસ્થાથી નાની-મોટી મરામત માટે વારંવાર ક્વોટેશન મંગાવવાની અને મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં સમય પસાર નહીં થાય. જરૂરિયાત ઊભી થતાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી મરામતનું કામ ઝડપથી પૂર્ણ કરી શકાશે. સ્ટોક રજિસ્ટર અને ઈશ્યૂ રજિસ્ટર રાખવા ફરજિયાત સામગ્રીની ખરીદી અને ઉપયોગમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ સંબંધિત કચેરીઓએ નિયત નમૂના મુજબ સ્ટોક રજિસ્ટર અને ઈશ્યૂ રજિસ્ટર નિભાવવાનાં રહેશે. કચેરીમાં કેટલી સામગ્રી ખરીદવામાં આવી, કેટલો જથ્થો ઉપલબ્ધ છે અને ક્યા કામ માટે કેટલી સામગ્રીનો ઉપયોગ થયો તેની નોંધ રાખવી પડશે. સામગ્રીની ચકાસણી માટે પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. દર મહિનાની પાંચમી તારીખ સુધીમાં વર્ગ-1 કે વર્ગ-2ના અધિકારીએ સ્ટોકની ભૌતિક ચકાસણી કરી પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ ઉપરાંત કચેરીના વડાએ દર ત્રણ મહિને સ્ટોકની જાતે ચકાસણી કરવાની રહેશે. આ ચકાસણી જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરની 10મી તારીખ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. નળ લીકેજથી લઈને વાયરિંગની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ પોલીસ મથકો, પોલીસ લાઈન્સ અને પોલીસ કર્મચારીઓના રહેણાંક મકાનોમાં રોજબરોજ નાની-મોટી મરામતની જરૂરિયાત ઊભી થતી હોય છે. નળ ટપકવો, લાઈટ કે પંખા બંધ થવાં, ઇલેક્ટ્રિક વાયરિંગમાં ખામી, પાઈપલાઈન લીકેજ થવું કે પ્લમ્બિંગની સમસ્યા જેવી બાબતોમાં હવે સામગ્રી ઉપલબ્ધ હોવાથી ઝડપી કાર્યવાહી થઈ શકશે. અગાઉ આવી સમસ્યાના ઉકેલ માટે સામગ્રી મેળવવાની અને ક્વોટેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રાહ જોવી પડતી હતી. નવી વ્યવસ્થામાં જરૂરી સામગ્રીનો સ્ટોક ઉપલબ્ધ હોવાથી સમયસર મરામત કરી શકાશે. ગુણવત્તાયુક્ત સામગ્રીના ઉપયોગથી વારંવાર મરામત કરવાની જરૂરિયાત પણ ઘટે તેવી અપેક્ષા છે. ₹ 50 હજારથી વધુના કામો માટે ખાસ વ્યવસ્થા નવી SOPમાં સામાન્ય મરામત અને મોટા ખર્ચનાં કામો વચ્ચે સ્પષ્ટ ભેદ રાખવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગના દૈનિક વેતનના ધોરણ મુજબ અર્ધકુશળ શ્રમિકોને બોલાવીને મરામતના કામો કરાવવાના રહેશે. જો કોઈ મોટું કામ માત્ર સામગ્રી ખરીદવાથી પૂર્ણ થઈ શકે તેમ ન હોય અને તેના માટે ત્રણ ક્વોટેશન મેળવવાની જરૂર પડે, તો કમિશનરેટ, જિલ્લા કે એકમ કક્ષાએ કામ શરૂ કરતાં પહેલાં સક્ષમ ઉપરી અધિકારી એટલે કે પોલીસ કમિશનર (CP) અથવા રેન્જ વડાની લેખિત પૂર્વમંજૂરી લેવી ફરજિયાત રહેશે. બીજી તરફ ₹ 50 હજારથી વધુ ખર્ચના કામોને ખાસ મરામત તરીકે ગણવામાં આવશે. આવા કામો માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કાર્યપાલક ઈજનેરના પરામર્શમાં રહી દરખાસ્ત મોકલવાની રહેશે. ફરિયાદોના નિકાલ માટે અલગ રજિસ્ટર રાખવું પડશે પોલીસ કર્મચારીઓના રહેણાંક મકાનો અને કચેરીઓની મરામત અંગે મળતી ફરિયાદોનો યોગ્ય રેકોર્ડ જળવાઈ રહે તે માટે અલગ રજિસ્ટર નિભાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તેમાં મરામત અંગે ક્યારે ફરિયાદ મળી, તેના નિરાકરણ માટે શું કાર્યવાહી કરવામાં આવી અને કામ ક્યારે પૂર્ણ થયું તેની વિગતો નોંધવાની રહેશે. આ વ્યવસ્થાથી મરામતની કામગીરીનું નિરીક્ષણ સરળ બનશે અને ફરિયાદોના નિકાલમાં જવાબદારી નક્કી કરી શકાશે. પારદર્શિતા અને ગુણવત્તા પર ભાર નવી SOPનો મુખ્ય હેતુ મરામતનાં કામોમાં થતો બિનજરૂરી વિલંબ ઘટાડવાનો, ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ સુનિશ્ચિત કરવાનો અને ખરીદી તથા સ્ટોક વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવાનો છે. અધિકૃત ડીલરો પાસેથી સ્પર્ધાત્મક દરે સામગ્રી ખરીદવા, સ્ટોકનો ચોક્કસ હિસાબ રાખવા અને નિયમિત ભૌતિક ચકાસણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યભરની પોલીસ લાઈન્સ, પોલીસ મથકો અને પોલીસ વિભાગના રહેણાંક તથા બિનરહેણાંક મકાનોની જાળવણીની કામગીરીને વેગ મળવાની અપેક્ષા છે. સાથે જ જાહેર નાણાંના ઉપયોગમાં જવાબદારી વધારવા અને મરામતની કામગીરીમાં ગેરરીતિની શક્યતાઓ ઘટાડવા માટેની વ્યવસ્થા ઊભી થશે.
    Click here to Read More
    Previous Article
    કલોલના ઓળા ગામમાં યુવક પર લોખંડના પાઇપથી હુમલો:બાઇક અથડાવા બાબતે લોહીલુહાણ કરી દીધો, બે સામે ગુનો દાખલ
    Next Article
    હિંમતનગરનું ગોકુલનગર રેલવે ફાટક આજે એક તરફથી બંધ:સમારકામ ચાલુ હોવાથી નિર્ણય, જાહેરનામું પૂરું થયું છતાં કામગીરી ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment