Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર પાસે ગેસ ટેન્કરો રોકી ડ્રાઈવરોને ધમકાવ્યા:3 શખ્સોએ ₹2000 અને દસ્તાવેજો પડાવ્યા, ગુનો દાખલ

    6 hours ago

    જામનગર નજીક મોટી ખાવડી ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) ના 102 ગેસ ટેન્કરોને રોકી ડ્રાઈવરો અને ક્લીનરોને ધમકાવી લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે બીપીસીએલના ચીફ મેનેજર કે. સંધિલકુમાર કૃષ્ણમૂતિએ લાલપુર પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા. 14 મે 2026ના રોજ સવારે કંપની દ્વારા 102 ખાલી એલ.પી.જી. ટેન્કરો રિલાયન્સમાં ગેસ ભરવા રવાના કરાયા હતા. મોટી ખાવડી શિવ હોટલ પાસે રોડ પર કિશોરસિંહ જાડેજા, જુવાનસિંહ (શિવ હોટલવાળા) અને મહેન્દ્રસિંહ નામના ત્રણ ઇસમોએ કાવતરું રચી તમામ ટેન્કરોને ગેરકાયદેસર રીતે રોકી રાખ્યા હતા. આરોપીઓએ ટેન્કરના ક્લીનરોને નીચે ઉતારી ગાળો આપી ધમકી આપી હતી કે, "જો ટેન્કરોમાં જશો તો ટાંટિયા ભાંગી નાખીશું અને જાનથી મારી નાખીશું." ડ્રાઈવરોને મૃત્યુનો ભય બતાવી ત્રણ ટેન્કરોના બીલ્ટી/ડીઓ લેટર, સી.સી.એફ. જેવા મહત્વના કાગળો તથા રૂ. ૨૦૦૦ની રોકડ બળજબરીથી પડાવી લીધી હતી. આરોપીઓએ ચીફ મેનેજરને પણ ધમકી આપી હતી કે, "જો ગેસ ભરીને ખાવડી રોડ ઉપર આવશો તો ટેન્કરને જીવતા સળગાવી દઈશું." આ ઘટના અંગે લાલપુર પોલીસે ચીફ મેનેજરની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 61, 308(5), 126(2), 351(3), અને 352 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાતા ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:આગથી દૂરદૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા, વાપીમાંથી હટાવેલા ગેરકાયદે ગોડાઉનો ગ્રામજનો માટે જોખમ બન્યા
    Next Article
    "We Spy Like Hell On Them": Trump Responds To Question On China Cyberattacks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment