Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી 3 વર્ષ બાદ ફરી દેશના સૌથી અમીર:સંપત્તિ ₹10.85 લાખ કરોડ થઈ, અંબાણીને પાછળ છોડ્યા; લક્ષ્મી મિત્તલ 12થી નંબર-4 પર

    17 hours ago

    ફોર્બ્સની 2026ની ભારતના 100 સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી ત્રણ વર્ષ બાદ ફરી નંબર-1 પર પહોંચી ગયા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ ₹10.85 લાખ કરોડ (11,270 કરોડ ડૉલર) આંકવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ તેમની સંપત્તિ ₹1.99 લાખ કરોડ (2,070 કરોડ ડૉલર) વધી છે. ડૉલરના હિસાબે તેઓ આ વર્ષે યાદીમાં સૌથી વધુ સંપત્તિ વધારનારા ઉદ્યોગપતિ પણ રહ્યા. જોકે તેમની સંપત્તિ હજુ પણ 2022ના ₹14.43 લાખ કરોડ (15,000 કરોડ ડૉલર)ના શિખરથી નીચે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બીજા સ્થાને સરકી ગયા છે. તેમની સંપત્તિ ₹1.80 લાખ કરોડ ઘટીને ₹8.3 લાખ કરોડ રહી ગઈ છે. ફોર્બ્સ અનુસાર, વિવિધ વ્યવસાયોમાં માર્જિન પર પડેલા દબાણની અસર રિલાયન્સના શેરો પર પડી છે. ચાર નવા નામ, અનિલ અગ્રવાલની વાપસી આ વર્ષે યાદીમાં 4 નવા નામ સામેલ થયા છે. તેમાં ઈન્ડો-એમઆઈએમના કૃષ્ણા ચિવુકુલા, અપાર ઈન્ડસ્ટ્રીઝના કુશલ અને ચૈતન્ય દેસાઈ, આદિત્ય ઈન્ફોટેકના આદિત્ય ખેમકા અને બાલાજી વેફર્સના વિરાણી બંધુઓનો સમાવેશ થાય છે. કુશલ અને ચૈતન્યની સંપત્તિ ₹40,898 કરોડ રૂપિયા છે, જ્યારે આદિત્ય ખેમકાની પારિવારિક સંપત્તિ ₹34,643 કરોડ છે. આ વર્ષે રૂપિયો 8.5% અને શેરબજાર 9.5% ઘટ્યું. તેમ છતાં 100 સૌથી અમીર લોકોની કુલ સંપત્તિ આશરે ₹96.23 લાખ કરોડ પર જળવાઈ રહી. તેમાં અદાણીનો હિસ્સો આશરે 11.3% અને અંબાણીનો આશરે 8.6% છે.
    Click here to Read More
    Previous Article
    Asian Games 2026 Day 13 LIVE Updates: India Win Silver In Mixed Event After Women Archers' Historic Gold, Lovlina's Boxing Final Up Next
    Next Article
    દિલ્હીમાં SIRનો વિરોધ, 11 મેટ્રો સ્ટેશન બંધ:જંતર-મંતર પર ફોર્સ તૈનાત; CJP મુંબઈમાં પ્રદર્શન કરશે, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment