Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવી સુગરની ચૂંટણીના પડઘમથી સહકારી રાજકારણ ગરમાયું:3 વર્ષથી ઘૂળ ખાતા ₹100 કરોડનો ઇથેનોલ પ્રોજેક્ટ ચર્ચામાં, 'સહકાર' અને 'સમન્વય' પેનલ વચ્ચે મુકાબલો, ભૂતપૂર્વ મિત્રો સામસામે

    8 hours ago

    સમગ્ર એશિયા ખંડમાં ખેડૂતોને શેરડીના સૌથી વધુ ભાવો આપવા માટે જાણીતી નવસારી જિલ્લાની પ્રતિષ્ઠિત ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણી જાહેર થતાં જ જિલ્લાના સહકારી રાજકારણમાં ભર ચોમાસે ગરમાટો આવી ગયો છે. આગામી મહિને યોજાનારી આ ચૂંટણીને લઈને ફેક્ટરી સાથે જોડાયેલા સભાસદો અને ખેડૂતોના મુદ્દાઓ પર બંને પેનલોએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. એક તરફ યુવા ઉમેદવારોનો જોશ છે, તો બીજી તરફ અનુભવી નેતાઓનું નેતૃત્વ છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો 'સહકાર પેનલ' અને 'સમન્વય પેનલ' વચ્ચે થવાનો છે, જેમાં કરોડોના ઇથેનોલ પ્રોજેક્ટને લઈને રાજકારણ ભારે ગરમાયું છે. ₹100 કરોડનો ઇથેનોલ પ્રોજેક્ટ ચૂંટણીનો મુખ્ય મુદ્દો ગણદેવી સુગરની ચૂંટણીમાં આ વખતે 100 કરોડ રૂપિયાનો ઇથેનોલ પ્રોજેક્ટ કેન્દ્રસ્થાને રહ્યો છે. સમન્વય પેનલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સદંતર અસફળ રહ્યો છે અને હાલ બંધ હાલતમાં છે. જેની સામે પલટવાર કરતા સહકાર પેનલે જણાવ્યું છે કે, આ ઇથેનોલ પ્રોજેક્ટની શરૂઆત ખુદ સમન્વય પેનલના શાસનકાળ દરમિયાન થઈ હતી. સહકાર પેનલ આ પ્રોજેક્ટને ખૂબ જ સારી રીતે ચલાવી રહી છે અને વિપક્ષ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે ખોટો અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક સમયના મિત્રો વચ્ચે વિચારધારાની લડાઈ આ ચૂંટણીનો સૌથી રસપ્રદ પક્ષ એ છે કે ભૂતકાળમાં સહકાર પેનલમાં સાથે રહીને કામ કરી ચૂકેલા બે દિગ્ગજ નેતાઓ હવે સામસામે આવી ગયા છે. સહકાર પેનલ તરફથી પૂર્વ ચેરમેન અભિષેક પટેલ મોરચો સંભાળી રહ્યા છે, જ્યારે તેમના એક સમયના સાથી અમિત પટેલે હવે સમન્વય પેનલનો હાથ પકડ્યો છે. ગણદેવી સુગરમાં અગાઉ સમન્વય પેનલના શાસન દરમિયાન તત્કાલીન ચેરમેન જયંતિ પટેલ અનેક વિવાદોમાં ઘેરાયા હતા, જેના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ સહકાર પેનલનો દબદબો સ્થાપિત થયો હતો. જોકે, ગત વર્ષોમાં સમન્વય પેનલને સત્તા પરથી હટાવવા માટે દિવસ-રાત એક કરનાર અમિત પટેલ અચાનક જ તત્કાલીન પ્રમુખ જૂથ સાથે જોડાઈ જતાં સહકારી આલમમાં ભારે ચર્ચા જાગી છે. સહકાર પેનલનો ચીખલીમાં શક્તિપ્રદર્શન સાથે પ્રચાર ચૂંટણી પ્રચારના ભાગરૂપે સહકાર પેનલ દ્વારા ચીખલી સ્થિત કોળી સમાજ ભવન ખાતે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પેનલના ઉમેદવારોએ હાજર રહી ખેડૂતોને શેરડીના મહત્તમ ભાવો અપાવવા અને તેમની આર્થિક સ્થિતિ વધુ સદ્રઢ બનાવવાની ખાતરી આપી હતી. સાથે જ વિરોધી પેનલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સમન્વય પેનલના અયોગ્ય નિર્ણયોના કારણે ભૂતકાળમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ખેડૂતોને ભાવ જાહેર કરવામાં એશિયાની સૌથી મોટી ગણાતી આ સુગર મંડળીમાં હવે જીતનો મદાર ખેડૂત સભાસદો પર છે. આવતા મહિને મતદાન બાદ જ સ્પષ્ટ થશે કે ખેડૂતો ડિરેક્ટર પદે કોને ચૂંટીને મોકલે છે અને ગણદેવી સુગરની સત્તાની કમાન કોના હાથમાં સોંપે છે.
    Click here to Read More
    Previous Article
    Vietnam Boat Accident: वियतनाम में 15 भारतीयों की मौत पर बड़ा खुलासा! Vietnam Boat Tragedy
    Next Article
    Martial Arts Outfit, Student Leader And A Terror Link Unmasked In Bangladesh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment