Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી વોર્ડ 3 OBC બેઠક પર વિરોધ:આયાતી ઉમેદવારને ટિકિટ આપવા સામે ભાજપને રજૂઆત

    2 days ago

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 3 માં OBC અનામત બેઠક પર 'આયાતી' ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચા સામે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. કાર્યકર્તાઓએ શહેર, જિલ્લા અને પ્રદેશ ભાજપ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. કાર્યકર્તાઓની મુખ્ય માંગ છે કે OBC અનામત બેઠક પર સ્થાનિક કાર્યકર્તાને જ ટિકિટ આપવામાં આવે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં મળે, તો પક્ષને ચૂંટણીમાં નુકસાન થશે. મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. આ માટે વિવિધ અનામત બેઠકો પણ જાહેર થઈ ચૂકી છે. ભાજપ દ્વારા ત્રણ દિવસ પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 52 બેઠકો માટે 427 જેટલા આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. વોર્ડ નંબર 3 માં OBC અનામત બેઠક પર ચૂંટણી લડવા માટે અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ ટિકિટની માંગણી કરી છે. જોકે, આ બેઠક પર બહારના ઉમેદવારને મૂકવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ નારાજગીના પગલે, વોર્ડ નંબર 3 ના ભાજપ કાર્યકર્તાઓએ ફરીથી મોરબી શહેર ભાજપ, જિલ્લા ભાજપ અને ગુજરાત પ્રદેશ ભાજપને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જો બહારના કોઈ આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે અને પક્ષને વોર્ડમાં નુકસાન થશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી:ભાજપના પૂર્વ MLA ભૂષણ ભટ્ટે કહ્યું-શહેર આખામાં ખાડિયા અખંડ રહેશે; આજે ગુજરાત ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
    Next Article
    ગૌણ સેવા મંડળની પરીક્ષા પદ્ધતિ સામે વિદ્યાર્થીઓનો વિરોધ:ઓફલાઇન પરીક્ષાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment