Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ:રહેણાક મકાનોમાંથી ચોરી કરતી ગેંગના 3 શખસને LCBએ ₹2.04 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

    13 hours ago

    જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના રહેણાંક મકાનોમાં ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરાઉ કેબલ અને મોટરસાયકલ સહિત કુલ ₹2,04,100 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ એસ.પી. પ્રતિભાની સૂચના મુજબ, વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે LCB પી.આઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને CCTV ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને રૂષીરાજસિંહ વાળાને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ધરારનગર-2 વિસ્તારમાં રહેતા આરોપીઓના મકાન પર દરોડો પાડીને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સંજયભાઈ મધુભાઇ રાઠોડ, પરબતભાઇ મધુભાઇ રાઠોડ અને અમીતભાઇ શકુરભાઈ કાનાભાઈ (તમામ રહે. ધરારનગર-૨, જામનગર) ની ધરપકડ કરી છે. તેમની પાસેથી 48 નંગ ઇલેક્ટ્રિક કેબલ વાયર બંડલ (કિંમત ₹1,54,100) અને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કિંમત ₹50,000) સહિત કુલ ₹2,04,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અન્ય એક આરોપી સુમાર દાદુભાઇ પરમારને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આરોપીઓ રાત્રિના સમયે શહેરના વિસ્તારોમાં રેકી કરતા હતા. તેઓ ખાસ કરીને નવા બની રહેલા મકાનોની દીવાલ ટપીને અથવા દરવાજાના નકુચા તોડીને અંદર પ્રવેશતા હતા અને ત્યાંથી મોંઘા ઇલેક્ટ્રિક કેબલ વાયરના બંડલો ચોરી કરી ફરાર થઈ જતા હતા. આ ધરપકડ સાથે જામનગર સીટી 'બી' પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ સફળતાપૂર્વક ઉકેલાઈ ગયો છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા તથા હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    Airport of the future? Tokyo tests humanoid robots for ground operations
    Next Article
    રેલવે ફાટકની પળોજણમાંથી મુક્તિ મળશે:રાજકોટ ડિવિઝનનાં ખંભાળિયા-ભાટેલ સેક્શનના LC- 235 પર અંડર બ્રિજ બનતા સ્થાનિકોનો સમય બચશે, મુસાફરી વધુ સુરક્ષિત બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment