Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મફતનગરમાંથી જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા:LCBની જુગાર અડ્ડા પર રેડ, 12 હજાર રોકડ સાથે ત્રણેયને દબોચ્યા

    1 week ago

    ભાવનગર શહેરના આઈ.ટી.આઈ. કોલેજ પાસે આવેલા મફતનગર વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ત્રણ ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મફતનગરમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા આ બનાવ અંગે LCB કચેરીએથી મળતી માહિતી અનુસાર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, આઈ.ટી.આઈ. કોલેજની બાજુમાં, મફતનગર પેડક વિસ્તારમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં લીંબડાના ઝાડ નીચે કેટલાક શખ્સો ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. ​આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરતા ગંજીપત્તાના પાના વડે 'હારજીતનો હાથકાપનો' જુગાર રમતા ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો જેમાં ​ઇમરાન બાબુભાઇ મલેક ઉ.વ.32, રહે.વડવા, અલ્કા ટોકીઝ પાસે, ​એજાજ ઉસ્માનભાઇ ગોરી ઉ.વ.35 રહે.વિધાનગર, આઇ.ટી.આઇ કોલેજ પેડક તથા ​શાહબાઝ મહેબુબખાન પઠાણ ઉ.વ.29 રહે.વિધાનગર, આઇ.ટી.આઇ કોલેજ પેડક સહિત ત્રણ શખ્સો પાસેથી રોકડ રૂપિયા 11,290 ઝડપી લીધા હતાં. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદની મુસ્કાને બોડી બિલ્ડિંગમાં મેળવી સિદ્ધિ:લાયબ્રેરી હોલમાં સન્માન કરાયું, અન્ય યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની
    Next Article
    ભરૂચમાં સ્કૂલ વાન ચાલકે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું:શાળાએ લઈ જવાના બહાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ કૃત્ય આચરતો, પોલીસે આરોપીને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment