Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટના ઘનશ્યામ ઈટાલિયા સહિત 3 સામે FIR:છ વાર લગ્ન કરનાર લૂંટેરી દુલ્હન સાથે પરણાવી યુવક પાસે 3.50 લાખ પડાવ્યા, ધમકી આપી 12 લાખ ખંડણી માંગી

    19 hours ago

    સુરતમાં દીકરીઓનાં લગ્ન કરાવી આપવાનો દાવો કરતી સરથાણાની લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઈટાલિયા અને ઉપપ્રમુખ નીતાબેન નારીયા સહિત ત્રણ વિરુદ્ધ લૂંટેરી દુલ્હન ટોળકી સાથે મળી ખંડણી વસૂલી હોવાનો ગુનો નોંધાતાં સુરત શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. છ વખત લગ્ન કરી લોકોને ખંખેરી ચૂકેલી લૂંટેરી દુલ્હન સાથે પરણાવી અને ત્યારબાદ બળજબરીથી કુલ રૂપિયા 3.50 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સરથાણા પોલીસ મથકે નોંધાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પત્નીના આતંકના પુરાવા માટે પતિએ ઘરમાં સીસીટીવી લગાવ્યા હતા અને તેમાં સમગ્ર દૃશ્યો પણ કેદ થઈ ગયા હતા. પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લગ્નના નામે પહેલા 3 લાખ વસૂલ્યા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાસોદરાની ગઢપુર ટાઉનશિપમાં રહેતા અને શીલાફોમ લિમિટેડ કંપનીમાં એરિયા સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા 44 વર્ષીય ભરતભાઈ ઘનશ્યામભાઈ કાછડિયાનાં પ્રથમ લગ્ન 2015માં થયા હતા, પરંતુ આઠ મહિનામાં છૂટાછેડા થઈ ગયા હતા. બીજા લગ્ન માટે તેમણે ઓક્ટોબર-2021માં નાના વરાછા ખાતે આવેલી લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. તે સમયે ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઈટાલિયા અને ઉપપ્રમુખ નીતાબેન નારીયાએ રજિસ્ટ્રેશન ફી પેટે 50 હજાર રોકડા લીધા હતા અને લગ્ન નક્કી થાય ત્યારે બીજા 2.50 લાખ આપવાનું ઠેરવ્યું હતું. 2 લગ્ન કર્યાનું કહી 6 વખત પરણેલી દુલ્હન પધરાવી ઓગસ્ટ-2022માં ટ્રસ્ટ દ્વારા ભરતભાઈની મુલાકાત જૈમીના અશ્વિનભાઈ પટેલ (રહે. વેમારડી, કરજણ, વડોદરા) સાથે કરાવવામાં આવી હતી. ટ્રસ્ટના સંચાલકો અને જૈમીનાએ એવું જણાવ્યું હતું કે જૈમીનાના અગાઉ માત્ર બે જ લગ્ન થયા છે અને પતિના ત્રાસથી છૂટાછેડા લીધા છે. બંને પરિવાર સંમત થતાં સગાઈ પહેલાં ટ્રસ્ટે ફી પેટે બીજા 1.50 લાખ વસૂલ્યા હતા. ત્યારબાદ 11 ડિસેમ્બર 2022ના રોજ લગ્ન લેવાયા હતા, જેની પહેલાં વધુ 1 લાખ સંસ્થાએ પડાવ્યા હતા. આમ, લગ્ન કરાવવાના બહાને કુલ 3 લાખ વસૂલ કરી લેવાયા હતા. લગ્ન બાદ અસલી રૂપ બતાવ્યું, બળાત્કારના કેસની ધમકી આપી લગ્નના થોડા જ દિવસોમાં જૈમીનાએ નાની-નાની વાતોમાં ઝઘડા કરી પરિવારને હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને પોલીસમાં ખોટી અરજીઓ કરી હતી. કંટાળીને ભરતભાઈ પત્નીને લઈને કઠોદરા નેચરવેલીમાં ભાડાના ફ્લેટમાં રહેવા ગયા તો ત્યાં પણ ત્રાસ ચાલુ રહ્યો હતો. આ અંગે જ્યારે ભરતભાઈએ લાઈફ લાઈન ટ્રસ્ટના ઘનશ્યામ ઈટાલિયા અને નીતાબેન નારીયાને રજૂઆત કરી, ત્યારે આ સંચાલકોએ અસલી રંગ બતાવી ધમકી આપી હતી કે, જો જૈમીનાથી છૂટકારો જોઈતો હોય તો પૈસા આપી દો, નહીંતર અમે બધા ભેગા મળીને તારા પર બળાત્કારનો કેસ કરી દઈશું. બીજી તરફ જૈમીનાએ પણ ડોમેસ્ટિક વાયલન્સ અને દહેજનો કેસ કરી દીધો હતો. તપાસ કરતા ખબર પડી કે જૈમીના અગાઉ 6 જણાને લૂંટી ચૂકી છે ભરતભાઈએ પોતાની રીતે તપાસ કરાવી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમને જાણવા મળ્યું કે જૈમીના અગાઉ 6 વ્યક્તિઓ સાથે લગ્ન કરી, તેમને હેરાન પરેશાન કરીને સમાધાન પેટે ભરણપોષણના નામે લાખો રૂપિયા પડાવી ચૂકેલી એક રીઢો લૂંટેરી દુલ્હન છે. આ સાથે વારંવાર પરેશાન કરતી પત્ની વિરુદ્ધ અનેક વાર પોલીસમાં રજૂઆત કરી પણ પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી ન હતી. અંતે પોલીસ કમિશનરને આ અંગે રજૂઆત કર્યા બાદ સરથાણા પોલીસે ફરિયાદ નોંધ છે. પત્નીના આતંકને પકડવા માટે સીસીટીવી લગાવ્યા પત્ની પરેશાન કરતી હોવાના પુરાવા માટે ઘરમાં સીસીટીવી લગાવ્યા હતા. ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં અનેક દ્રશ્યો કેદ થયા છે. એક ફૂટેજમાં પત્ની પતિને અપશબ્દો બોલતી નજરે પડે છે. અન્ય એક દ્રશ્યમાં તે હાથમાં ચપ્પલ લઈને પતિ બતાવતી દેખાય છે. એટલું જ નહીં, પત્નીની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે પોતાના જ દીકરાને પોલીસની હાજરીમાં ધક્કો માર્યો હતો. આ વિડિયો પુરાવા હવે આ કેસમાં મુખ્ય આધાર બની રહ્યા છે, કારણ કે અત્યાર સુધી પત્નીએ જ પતિ અને પરિવાર સામે કલમ 498 (દહેજ ઉત્પીડન) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની હાજરીમાં જ આત્મહત્યાનો અને હુમલાનો પ્રયાસ પત્નીનો આતંક એટલો છે કે તે પોલીસથી પણ ડરતી નથી. અગાઉ જ્યારે પોલીસ ઘરે આવી હતી, ત્યારે પોલીસની હાજરીમાં જ તેણે ગાળાગાળી કરી હતી અને પોતાની ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યાનો સ્વાંગ રચ્યો હતો. આ ડ્રામા પાછળનો મુખ્ય હેતુ પતિના પરિવારને કાયદાકીય ગૂંચવણમાં ફસાવી દેવાનો હતો. આ સમગ્ર ઘટનાક્રમ પણ કેમેરામાં કેદ થયો છે, જે દર્શાવે છે કે કઈ રીતે મહિલા કાયદાનો દુરુપયોગ કરી રહી હતી. ચપ્પુ બતાવી જાનથી મારવાનો પ્રયાસ કરી વધુ 50 હજાર પડાવ્યા કેસોથી ડરી ગયેલા ભરતભાઈએ સમાધાનની વાત કરતા જૈમીનાએ કેસો પરત ખેંચવા અને છૂટાછેડા આપવા માટે 12 લાખની માંગણી કરી હતી. ઘનશ્યામ ઈટાલિયાની મધ્યસ્થીથી શરૂઆતમાં અલગ-અલગ તારીખે 25 હજાર ચૂકવાયા હતા. તેમ છતાં મકાન ખાલી ન કરતા 9 માર્ચ 2026ના રોજ ભરતભાઈ અને તેમનો ભાઈ નરેશભાઈ સમજાવવા ગયા ત્યારે જૈમીના ઉશ્કેરાઈ ગઈ હતી અને રસોડામાંથી ચપ્પુ લાવી ભરતભાઈ પર જાનલેવા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાઈ નરેશે વચ્ચે પડીને તેમને બચાવ્યા હતા અને ડરના માર્યા જૈમીનાને બીજા 25 હજાર રોકડા આપતા તે શાંત થઈને ઘરનો તમામ સામાન લઈને જતી રહી હતી. સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી જતી રહ્યા બાદ પણ જૈમીનાએ અવારનવાર ઘરે આવીને માતા-પિતા સાથે ઝઘડા ચાલુ રાખતા આખરે કંટાળીને ભરતભાઈ કાછડિયાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઈટાલિયા, ઉપપ્રમુખ નીતાબેન નારીયા અને લૂંટેરી દુલ્હન જૈમીનાબેન પટેલ વિરૂદ્ધ વિવિધ કલમો આધારે છેતરપિંડી અને ખંડણીનો ગુનો નોંધી આગળની તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શીતલબેન ચૌધરીને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    ટેલિગ્રામ પર NEETનું નકલી પેપર વેંચનારો ઝડપાયો:રાજસ્થાનમાં અમેરિકી નેટવર્ક યૂઝ કરતો હતો; દિલ્હી હાઈકોર્ટે કહ્યું- ટેલિગ્રામ પર પ્રતિબંધ યથાવત રહેશે
    Next Article
    બિચ્છુ ગેંગના અસલમ બોડિયાની અરજી નામંજૂર:રાજકોટ જેલમાંથી ટ્રાન્સફરની માંગ કોર્ટે ફગાવી, જેલમાં પૂરતી સુરક્ષા હોવા છતા અરજી કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment