Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં ગુજરાતના કર્મચારીઓને 3% DA વધારો આપો:કર્મચારી મહામંડળની સરકારને રજૂઆત, કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરતાં ગુજરાતના કર્મચારીઓમાં પણ આશા

    13 hours ago

    દિવાળીના તહેવાર પહેલાં ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને 3 ટકા મોંઘવારી ભથ્થા (DA)નો વધારો આપવાની માગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. મહામંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ રાજ્યના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ દિવાળી પહેલાં મળે અને બાકી સમયગાળાનું એરિયર્સ ચૂકવવામાં આવે તેવી અપીલ કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતિષભાઈ પટેલ અને મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને પણ આ વધારાનો લાભ વહેલી તકે મળે તેવી અપેક્ષા છે. જુલાઈ 2026થી લાગુ પડતા વધારાની રાહ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ જુલાઈ, 2026થી લાગુ પડનારા મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત અને તેની ચુકવણીની રાહ જોઈ રહ્યા છે. મહામંડળે સરકારને દિવાળી પહેલાં 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરવા તેમજ નિયમો અનુસાર બાકી સમયગાળાનું એરિયર્સ ચૂકવવા હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે. દિવાળીમાં કર્મચારીઓને આર્થિક રાહતની અપેક્ષા મહામંડળના જણાવ્યા અનુસાર, દિવાળી જેવા મહત્ત્વના તહેવાર પહેલાં કર્મચારીઓના હાથમાં વધારાની રકમ આવે તો તેમના પરિવારને આર્થિક રાહત મળી શકે છે. સાથે જ કર્મચારીઓની ખરીદશક્તિમાં વધારો થતાં બજારમાં ખરીદી વધવાની અને વેપાર-ધંધાને પણ વેગ મળવાની શક્યતા છે. હવે રાજ્ય સરકાર દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરીને કર્મચારીઓને રાહત આપે છે કે કેમ તેના પર કર્મચારીઓની નજર છે.
    Click here to Read More
    Previous Article
    5 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો:છોટા ઉદેપુરમાં ધરપકડ; એક અઠવાડિયા પહેલાં કૌટુંબિક ભત્રીજી પર બળાત્કારનો ગુનો નોંધાયો
    Next Article
    WPL ઑક્શન- અત્યાર સુધીમાં 17 ખેલાડીઓ સિલેક્ટ થઈ:ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન મોલિન્યૂને UPWએ 1.1 કરોડમાં સામેલ કરી; કિરણ નવગિરે દિલ્હી માટે રમશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment