Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાથમિક શાળાઓમાં 'કેશવ અભ્યાસિકા' પ્રોજેક્ટ:શહેરની 3 શાળાઓમાં લાઇબ્રેરીનો પ્રારંભ, 92 સરકારી શાળાઓમાં આધુનિક લાયબ્રેરી સ્થાપવાનો સંકલ્પ

    17 hours ago

    વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં વાંચનની અભિરુચિ વિકસે અને જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી 'કેશવ અભ્યાસિકા' નામે આધુનિક લાયબ્રેરીઓ સ્થાપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 3 સરકારી સ્કૂલોમાં લાયબ્રેરી કાર્યરત થઈ છે, જ્યારે 'સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ' અને 'શાનવી ચેરિટેબલ ટ્રસ્ટ'ના સહયોગથી શહેરની તમામ 92 પ્રાથમિક શાળાઓમાં આવી લાયબ્રેરીઓ સ્થાપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3 લાયબ્રેરી બનાવવામાં આવી છે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉ. વિપુલ ભરતીયાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા હસ્તકની શાળાઓમાં અત્યારે કેશવ અભ્યાસિકાના નામે લાયબ્રેરીઓ બની રહી છે. તેના આયોજનમાં પ્રથમ તબક્કામાં કલાલી ખાતે શ્રી લાલજી મહારાજ પ્રાથમિક શાળા, લાયબ્રેરી બનાવવામાં આવી, ત્યારબાદ આજવા-વાઘોડિયા રિંગ રોડ પર આવેલ દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે નવી નિર્માણ પામેલી શાળામાં લાયબ્રેરી બનાવવામાં આવી છે. આ ઉપરાંત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં પણ એક લાયબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં કુલ 3 લાયબ્રેરી 'સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ' અને 'શાનવી ચેરિટેબલ ટ્રસ્ટ'ના માધ્યમથી બનાવવામાં આવી છે. લાયબ્રેરીઓમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને પુસ્તકોની પસંદગી આ બંને ટ્રસ્ટનો સંકલ્પ છે કે, વડોદરાની તમામ પ્રાથમિક શાળાઓમાં અલગ-અલગ જગ્યાએ 'કેશવ અભ્યાસિકા' નામે આવી કુલ 92 લાયબ્રેરી બનાવવામાં આવે. આ લાયબ્રેરીઓમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને પુસ્તકોની પસંદગી કરવામાં આવી છે, જેમ કે, આધુનિક પુસ્તકો, પ્રાચીન ભારતના વારસા અને સંસ્કૃતિનું જ્ઞાન મળે તેવા પુસ્તકો, આપણા પવિત્ર મહાકાવ્યો, અભ્યાસના સંદર્ભમાં ઉપયોગી થઈ શકે તેવી રેફરન્સ બુકો મૂકવામાં આવી રહ્યા છે. દરેક લાયબ્રેરીમાં ઓછામાં ઓછા 10થી 12 હજાર પુસ્તકો ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા તેઓએ કહ્યું હતું કે, આ તમામ પુસ્તકોની વ્યવસ્થા પણ સંબંધિત ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય પ્રયાસ એ છે કે બાળકોનું જ્ઞાન વધે, તેમનું નોલેજ અપગ્રેડ થાય અને તેમનામાં વાંચન પ્રત્યેની રુચિ વધે. પુસ્તકોની સંખ્યા જે-તે શાળાના રૂમની ક્ષમતા અને ત્યાં કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ થયું છે તેના પર આધાર રાખે છે. પરંતુ, અમે એવું આયોજન કર્યું છે કે લગભગ દરેક લાયબ્રેરીમાં ઓછામાં ઓછા 10થી 12 હજાર પુસ્તકો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ SOGએ ડ્રગ્સ કેસનો વોન્ટેડ આરોપી ઝડપ્યો:બે વર્ષથી નાસતો ફરતો આરોપી લખનૌથી પકડાયો
    Next Article
    Gujarat Breaking News | 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment