Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશમાં નોકરીના સપના બતાવી 3 લોકો સાથે 84.19 લાખની ઠગાઈ:વડોદરાની વિઝા કન્સલ્ટન્સી અને ખંભાતના એજન્ટ સામે ફરિયાદ, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

    2 days ago

    વિદેશમાં સારી નોકરી મેળવીને સ્થાયી થવાના સપના જોતા લોકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. યુકે અને કેનેડામાં વર્ક પરમિટ અપાવી નોકરી અપાવવાની લાલચ આપી દંપતી સહિત 6 લોકો પાસેથી ભેજાબાજોએ 84.19 લાખ રૂપિયા પડાવી લીધા છે. વડોદરાની વિઝા કન્સલ્ટન્સીના સંચાલક સંજય કૃષ્ણા રાવ, ખંભાતના ગ્લોબટ્રોટર ઓવરસીઝના સંચાલક પાર્થ પટેલ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિદેશ મોકલવાના નામે લાખો રૂપિયા લીધા હોવા છતાં વચન મુજબની પ્રક્રિયા પૂર્ણ ન થતાં અરજદારોએ નાણાં પરત માગ્યાં હતાં. આ સમયે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે. એરીકા ડિજિટલના સંચાલક સાથે ફરિયાદીનો સંપર્ક થયો ખંભાતના મોચીવાડ વિસ્તારમાં રહેતી પિનલબેન પ્રજાપતિએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ યુકેમાં વર્ક પરમિટ મેળવી નોકરી કરવા માગતાં હોવાથી સારી વિઝા કન્સલ્ટન્સીની શોધમાં હતાં. આ દરમિયાન વડોદરાના ગેંડા સર્કલ પાસે સારાભાઈ કેમ્પસમાં આવેલી એરીકા ડિજિટલ પ્રા.લિ.ના સંચાલક સંજય કૃષ્ણા રાવનો સંપર્ક થયો હતો. ઓક્ટોબર-2023માં થયેલી વાતચીત દરમિયાન 6 મહિનામાં યુકેની વર્ક પરમિટની પ્રક્રિયા પૂર્ણ કરી આપવાની ખાતરી આપી ₹ 27 લાખનો ખર્ચ જણાવ્યો હતો. વિઝા માટે 21 લાખ આપ્યા જેમાંથી 3 લાખ પરત ન કર્યાં મહિલાએ ઓક્ટોબર અને નવેમ્બર-2023 દરમિયાન રજિસ્ટ્રેશન સહિતના ખર્ચ પેટે ટુકડે-ટુકડે 5 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર-2023માં જોબ લેટર અપાવવાના નામે વધુ ₹ 11 લાખના ચેક આપવામાં આવ્યા હતા. જોકે, જોબ લેટરમાં ખામીઓ જણાતાં મહિલાએ રજૂઆત કરી હતી. ત્યારબાદ સંજય રાવે ખંભાતના પાર્થ પટેલ મારફતે આગળની પ્રક્રિયા કરાવવાની વાત કરી હતી. જાન્યુઆરી-2025માં નોટરી કરાર કરવામાં આવ્યો હતો. પિનલબેન, તેમના પતિ અને પુત્રીના પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) તથા મેડિકલની પ્રક્રિયા કરાવવા છતાં વર્ક વિઝા મળ્યા ન હતા. 21 લાખ રૂપિયામાંથી 3 લાખ રૂપિયા પરત અપાયા બાદ બાકીના ₹ 18 લાખ પરત આપ્યા ન હતા. ત્રણ અરજદાર પાસેથી 84 લાખ રુપિયા પડાવી લીધા આ કથિત કૌભાંડમાં કેનેડામાં નોકરી અપાવવાના નામે અન્ય અરજદારોને પણ નિશાન બનાવાયા હોવાનો આક્ષેપ છે. અમી રાજ મહેતા અને રાજ અશોક મહેતા પાસેથી 21.70 લાખ રૂપિયા મેળવ્યા બાદ વર્ક પરમિટ લેટરમાં દર્શાવ્યા મુજબની નોકરી અપાઈ ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. જ્યારે મકરપુરા રોડની દિવ્યજ્યોત સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ ચુકલાના પુત્ર પાર્થને કેનેડામાં નોકરી અપાવવાની ખાતરી આપી ₹ 39.89 લાખ લેવામાં આવ્યા હોવા છતાં વચન પૂરું કરવામાં આવ્યું ન હતું. આમ, વિદેશમાં વર્ક પરમિટ અને નોકરી અપાવવાના નામે ત્રણ અરજદારો પાસેથી 84.19 લાખ રૂપિયા મેળવવામાં આવ્યા હતા. નાણાં પરત માગતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપને પગલે મામલો વધુ ગંભીર બન્યો છે. આ ફરિયાદના આધારે ગોરવા પોલીસે સંજય કૃષ્ણા રાવ, પાર્થ પટેલ અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ નેતા નરહરિ અમીનને 65 કરોડનો પ્લોટ અડધામાં પધરાવવાનો કારસો:SG હાઇવે ટચ લગડી 2608 ચો.મી. પ્લોટમાં ગરીબના આવાસ બની શકત, યુસુફ પઠાણ જેવો જ 'ખેલ'
    Next Article
    1 House, 2 Brothers, 3 Buried Drums: UP Cops Unearth Cash Worth Crores

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment