Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું નગ્ન ધડ મળ્યું:માથું 3 કિમી દૂર રેલવે પટરી પરથી મળ્યું, આરોપીએ માથું બ્રિજ પરથી ફેક્યાની કબૂલાત આપી

    3 days ago

    દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે સુરતમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. કતારગામ ગોટાલા વાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ઓળખ છુપાવવા માટે માથું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાની આશંકા વચ્ચે કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ધડને પોસ્ટમોપર્ટ અર્થે ખસેડ્યું હતું. પોલીસની તપાસમાં માથું અલકાપુરી રેલવે પટરી પરથી મળી આવ્યું છે. ધડ અને માથા વચ્ચે 3 કિમીનું અંતર છે. હત્યારાએ બ્રિજ પરથી માથું રેલવે પટરી પર ફેંકી દીધુ હોઈ શકે છે. મૃતક 30થી 35 વર્ષનો યુવક હોવાની શક્યતા છે. સાથે જ પૈસા મામલે હત્યા થઈ હોવાની પોલીસને માહિતી મળી છે. આરોપી ઝડપાયો, માથું ફેકી દીધાની કબૂલાત કરી યુવકનું માથું ધડથી અલગ કરીને ક્રૂરતાપૂર્વક હત્યામાં સંડોવાયેલા આરોપી સચિત્રકુમાર નરેન્દ્ર બાલ (રહે. કતારગામ, મૂળ ઓડિશા)ને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા, તેણે અજાણ્યા પુરુષનું માથું કતારગામ અલ્કાપુરી બ્રિજ નીચે રેલવે પટરી નજીક ફેંકી દીધું હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે આરોપીને સાથે રાખીને પંચનામા વિગતે મૃતકનું કપાયેલું માથું કબજે લીધું હતું અને આગળની કાનૂની તેમજ ડી.એન.એ. કાર્યવાહી માટે તેને સ્મિમેર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું છે. પોલીસને કંટ્રોલ મેસેજ મળતા સ્થળે પહોંચી 3 નવેમ્બરની રાત્રે કતારગામ પોલીસને માહિતી મળી હતી કે, ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતાં જ કતારગામ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં જઈને જોતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે કબ્રસ્તાનમાં પડેલા મૃતદેહ પરથી માથું ગાયબ હતું અને શરીર પર એક પણ કપડું નહોતું. હત્યા કરી માથું અલગ કરી નાખ્યું હોવાની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ મામલો ક્રૂર હત્યાનો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અજાણ્યા શખ્સોએ યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા અથવા ઓળખ છુપાવવાના ઈરાદે માથું કાપીને ક્યાંક ફેંકી દીધું હોવાની શક્યતા છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બે દિવસ પહેલાં હત્યા કરાઈ હોવાની શક્યતા, સ્મીમેરમાં પીએમ પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા આશરે બે દિવસ પહેલાં કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે પંચનામું કરી મોડીરાત્રે માથા વગરના ધડને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ અને સમય સ્પષ્ટ થઈ શકશે. મૃતકની ઓળખ મેળવવા અને માથું શોધવા પોલીસની કવાયત હાલ કતારગામ પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે. આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા બે-ત્રણ દિવસમાં ગુમ થયેલા લોકોની યાદી મંગાવી તપાસ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ કબ્રસ્તાન અને નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપીઓ કોણ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલાં જ અમુલે ઘીના ભાવ વધાર્યા:1 કિલો ઘી ₹50 વધીને ₹680નું થયું, 100 ગ્રામ બટરનો ભાવ પણ વધીને ₹66 થયો; નકલી ઘી સામે કાર્યવાહી બાદ વધી માગ
    Next Article
    ધાબા પરથી ₹1.42 લાખની 114 બેટરીની ચોરી:સાબરમતી સેન્ટ્રલ જેલના બ્લોકની લિફ્ટની બેટરીઓ ગાયબ, જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment