Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-વલસાડમાં ધોધમાર વરસાદ શરૂ:આજે 3 જિલ્લામાં રેડ તો 8માં ઓરેન્જ એલર્ટ; ઉના-અમરેલીના 55 ગામોમાં વીજળી ગુલ

    1 day ago

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ વરસાદે અમરેલી જિલ્લાને ઘમરોળી નાખ્યો છે. ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. બીજી તરફ, ઉના-અમરેલી પંથકમાં ભારે વરસાદના કારણે PGVCL વર્તુળ ડિવિઝનને મોટું નુકસાન પહોંચ્યું છે. તોફાની પવન અને વરસાદને લીધે અમરેલીમાં 222 વીજપોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે ઉના, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના તાલુકાના 55 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો છે. અંધારપટ છવાઈ જતાં PGVCL વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની 6 જુલાઈની આગાહી મુજબ, ત્રણ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મેઘરાજાએ આંશિક વિરામ લીધો હોય તેમ સવારના 6થી 8 વાગ્યા સુધીમાં માત્ર 5 તાલુકામાં 1થી 2 મિમી વરસાદ નોંધાયો છે. સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ, કલેક્ટર- મનપાનું ડિઝાસ્ટર તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર રેડ એલર્ટને વચ્ચે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ 24 કલાક સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત થઈ ગયો છે. પૂર કે જળબંબાકાર જેવી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં ત્વરિત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ અને સાધનો સજ્જ કરી લેવામાં આવ્યા છે. (5 જુલાઈના વરસાદની રાજ્યભરની પળેપળની અપડેટ) આ પણ વાંચો… અમરેલીમાં ભારે વરસાદી કહેર, ફાયર જવાનો દેવદૂત બન્યા
    Click here to Read More
    Previous Article
    JoSAA Counselling 2026: Round 3 seat allotment list to be out today at josaa.nic.in
    Next Article
    અમરેલીમાં ભારે વરસાદી કહેર, ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો:પાણીનો પ્રવાહ વધ્યો, નીચાણવાળા ગામડાઓને એલર્ટ રહેવા સૂચના; ચલાલામાંથી 100 લોકોનું સ્થળાંતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment