Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક ચોકી પર જઈ મેમો ભરવાનો પ્રયોગ બંધ થશે!:3 દિવસમાં 780એ જ દંડ ભર્યો

    एक दिन पहले

    શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકોની સુવિધા માટે થોડા દિવસ પહેલાં એક નવતર પ્રયોગ અપનાવ્યો હતો, જેમાં ટ્રાફિકના ઈ-મેમોની વસૂલાત ઝડપી બનાવવા અને નાગરિકોને દંડ ભરવાની સરળતા માટે પહેલાં ગોતા બીટ ટ્રાફિક ચોકી પર દંડ સ્વીકારવાની પહેલ કરાયા બાદ શહેરના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આવતી ચોકી પર આ પ્રયોગ શરૂ કરાયો હતો. શરૂઆતના એક-બે દિવસ વાહનચાલકોએ ચોકી પર જઈ મેમો ભર્યા હતા. પછી કોઈ આવતું જ નથી. અત્યાર સુધીમાં માત્ર 780 વાહનચાલકોએ જ દંડ ભર્યો છે. હવે ચોકી પર કોઈ દંડ ભરવા જતું ન હોવાથી આ પ્રયોગ નિષ્ફળ ગયો છે. આગામી દિવસોમાં જો આ જ સ્થિતિ રહેશે તો ચોકી પર દંડ ભરવાનું પણ બંધ કરવામાં આવી શકે છે. અગાઉ રીલ્સ, માઇક, ઓનલાઇન પેમેન્ટના પણ પ્રયોગો કર્યા હતા લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે તથા નિયમ ભંગનો દંડ ભરે તે માટે પોલીસે ઓફલાઇન-ઓનલાઇન પેમેન્ટ કેમ્પેઇન કર્યું હતું. રસ્તા પર બેનર તથા માઇક લઈ લોકોમાં અવેરનેસ કાર્યક્રમ યોજ્યા હતા. સોશિયલ મીડિયામાં વ્યંગાત્મક રીલ્સ, પોસ્ટર્સ અને વીડિયો દ્વારા જાગૃતિ સંદેશ ફેલાવતા હતા. આ પ્રયોગનો ઉદ્દેશ દંડ વસૂલાતની સાથે ટ્રાફિક નિયમના પાલનની સાથે માર્ગ સલામતી વધારવાનો હતો. છેલ્લાં 3 વર્ષમાં ટ્રાફિક નિયમના ભંગનો રૂ.355.19 કરોડનો દંડ ભરાયો નથી છેલ્લાં ત્રણ વર્ષમાં શહેર ટ્રાફિક પોલીસે નિયમ ભંગ બદલ વાહનચાલકોને 63.47 લાખ ઇ-મેમો ફટકાર્યા છે, જેના દંડની રકમ 428.56 કરોડ થાય છે. વાહનચાલકોએ માત્ર રૂ.73.37 કરોડનો જ દંડ ભર્યો છે. જ્યારે 355.19 કરોડનો દંડ ભરાયો નથી. 2023માં 2.14 લાખ વાહનચાલકોને રૂ.14.92 કરોડનો દંડ કર્યો હતો, જેમાંથી માત્ર 5.11 કરોડ વસૂલાયા હતા. 2024માં 21.15 લાખ વાહનચાલકોને 150.99 કરોડનો દંડ થયો હતો, જેમાંથી 114.67 કરોડ ભરાયા નથી. વર્ષ 2025માં 40.18 લાખ વાહનચાલકોને 262.65 કરોડનો દંડ ફટકારાયો હતો, જેમાંથી 31.94 કરોડ ભરાયા છે, જ્યારે 230 કરોડ રૂપિયા બાકી છે.
    Click here to Read More
    Previous Article
    વાઇકિંગ્સ: સમુદ્રના સાહસિક યોદ્ધાઓ અને તેમની અજાણી દુનિયા:બર્ફીલા સ્કેન્ડિનેવિયાથી નીકળી યુરોપની નદીઓ પાર કરીને રશિયા સુધી પહોંચ્યા
    Next Article
    NCERT Forms New Political Science Textbook Team; 4 Members Linked To RSS

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment