Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું રોલર ફરી વળ્યું:3 મનપા, 7 નગરપાલિકા, 5 જિલ્લા અને 33 તાલુકા પંચાયતમાં ભાજપની એકતરફી જીત, કોંગ્રેસ-આપના સુપડા સાફ

    21 hours ago

    વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પૂર્ણ ગઈ છે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાની 132 બેઠક પર ભાજપ બિન હરીફ જાહેર થઈ છે, ત્યારે 26 એપ્રિલ 2026ના રોજ સુરત મનપામાં 59.21%, નવસારી મનપામાં 65.28% અને વાપી મનપામાં 72.29% ટકા મતદાન થયું હતું. આજે 28 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર મતગણતરી શરૂ થઈ હતી. આ ચૂંટણીના પરિણામે ભાજપને સ્પષ્ટ જીત અપાવી છે. ત્રણ મનવા સુરત, નવસારી અને વાપીમાં ભાજપે એકતરફી જીત મેળવી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લા પંચાયતમાં પણ જીત મેળવી હતી. દક્ષિણ ગુજરાતની તાલુકા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં કુલ 668 બેઠકોમાંથી 663 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 508 બેઠકો પર કબજો જમાવી લગભગ 76 ટકા જેટલી બેઠકો અંકે કરી છે. બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ 133 બેઠકો સાથે માત્ર આદિવાસી વિસ્તારો પૂરતી સીમિત રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) માત્ર 4 બેઠકો સાથે નબળા દેખાવને કારણે હાંસિયામાં ધકેલાઈ છે. અન્ય અને અપક્ષ ઉમેદવારોના ફાળે 18 બેઠકો ગઈ છે. તો આવો જાણીએ દક્ષિણ ગુજરાતની 3 મહાનગરપાલિકા, 7 નગરપાલિકા, 5 જિલ્લા પંચાયત અને 34 તાલુકા પંચાયતનું રિઝલ્ટ… દક્ષિણ ગુજરાત 1.સુરત 2.તાપી 3.વલસાડ 4.નવસારી 5.ડાંગ
    Click here to Read More
    Previous Article
    IPLમાં PBKS vs RR:કૂપર કોનોલી અને પ્રભસિમરન સિંહની જોરદાર બેટિંગ, પંજાબને મજબૂત સ્થિતિમાં મૂક્યું
    Next Article
    Editor's View: ચેતવણી આપતાં ચૂંટણી પરિણામો:ગુજરાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસને તક, AAPએ આંચકા આપ્યા, ભાજપનું 'હૃદય' ખાડિયા છીનવાયું, જાણો 6 સૂચિતાર્થ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment