Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે ગ્રાહક નક્કી કરશે બિલ પ્રીપેડ ભરવું કે પોસ્ટપેડ:સ્માર્ટ મીટર ફરજિયાત બનશે, રિઅલ ટાઇમ વપરાશ જાણવા મળશે; પ્રીપેડમાં 3% વધારાનું ડિસ્કાઉન્ટ, યુનિટ દીઠ 60 પૈસાની રાહત

    2 days ago

    દેશમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા સ્માર્ટ મીટરના અમલીકરણ માટે નવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ, હવે દેશના તમામ વીજ ગ્રાહકોના ઘરે તબક્કાવાર પરંપરાગત મીટર હટાવીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ ફેરફાર માત્ર ટેકનિકલ નથી, પરંતુ ગ્રાહકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટેનો એક મોટો પ્રયાસ છે. ખાસ વાત એ છે કે, સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકે પૈસા પહેલા ભરવા (Prepaid) કે વપરાશ કર્યા પછી (Postpaid), તેનો નિર્ણય લેવાની સત્તા ગ્રાહકને સોંપવામાં આવી છે. જૂના મીટરોનું સ્થાન લેશે સ્માર્ટ ટેક્નોલોજી CEAના રિપોર્ટ અનુસાર, હાલના પરંપરાગત મીટરોને આધુનિક કોમ્યુનિકેશન સુવિધાવાળા સ્માર્ટ મીટર સાથે રિપ્લેસ કરવામાં આવશે. આ મીટરો માત્ર રીડિંગ જ નહીં લે, પરંતુ વીજ કંપની અને ગ્રાહક વચ્ચે ટુ-વે કોમ્યુનિકેશન સ્થાપિત કરશે. તેનાથી વીજ વપરાશ પર સચોટ નજર રાખી શકાશે અને બિલિંગમાં થતી ભૂલો કે, માનવીય હસ્તક્ષેપને કારણે થતી ફરિયાદોનો અંત આવશે. ગ્રાહકોને મોબાઈલ એપ દ્વારા રિયલ-ટાઈમ ડેટા મળશે, જેનાથી તેઓ જાણી શકશે કે કયા સમયે કેટલો વીજ વપરાશ થઈ રહ્યો છે. 46 લાખથી વધુ સ્માર્ટ મીટર કાર્યરત સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર રહ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 46 લાખથી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિજ કંપની (DGVCL) ના કાર્યક્ષેત્રમાં આવતા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 12 લાખ જેટલા મીટર લાગી ચૂક્યા છે. જો ઔદ્યોગિક હબ સુરતની વાત કરીએ તો, સુરત શહેર અને જિલ્લામાં જ 6 લાખથી વધુ સ્માર્ટ મીટર ગ્રાહકોના ઘરે ધબકી રહ્યા છે. આ આંકડો સૂચવે છે કે ગુજરાત ઝડપથી ડિજિટલ પાવર ગ્રીડ તરફ વધી રહ્યું છે. ગ્રાહકોની પસંદગી સર્વોપરી, મનોહર લાલ ખટ્ટરની સ્પષ્ટતા સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં રહેલી મુંઝવણ દૂર કરતા કેન્દ્રિય ઊર્જા પ્રધાન મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી ગ્રાહકોની સુવિધા માટે છે, દબાણ માટે નહીં. નવી ગાઈડલાઈન મુજબ, સ્માર્ટ મીટર લાગ્યા પછી બિલિંગ પ્રક્રિયા કેવી રાખવી તે ગ્રાહક પોતે પસંદ કરશે. જો કોઈને પ્રીપેડ સિસ્ટમ પસંદ ન હોય, તો તે પોસ્ટપેડ સુવિધા ચાલુ રાખી શકશે. આ નિર્ણયથી વીજ કંપનીઓની મનસ્વીતા પર રોક લાગશે અને ગ્રાહકોને લોકશાહી ઢબે સેવાનો લાભ મળશે. બપોરના સમયે વીજ વપરાશ પર 60 પૈસાની મોટી રાહત ગુજરાતના વીજ ગ્રાહકો માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા એક આકર્ષક પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું છે. નવી વ્યવસ્થા હેઠળ, સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે વીજ વપરાશ થશે, તેના પર પ્રતિ યુનિટ 60 પૈસાની સીધી છૂટ આપવામાં આવશે. આ 'ટાઈમ ઓફ ડે' ટેરિફનો હેતુ દિવસ દરમિયાન સોલર પાવરના મહત્તમ વપરાશને પ્રોત્સાહન આપવાનો અને ગ્રાહકોના બિલમાં ઘટાડો કરવાનો છે. પ્રીપેડ વિકલ્પ પસંદ કરનારને 3% વધારાનું વળતર મળશે જો કોઈ ગ્રાહક સ્માર્ટ મીટરમાં પ્રીપેડ મોડ એટલે કે 'પહેલા રિચાર્જ અને પછી વપરાશ'નો વિકલ્પ પસંદ કરે છે, તો તેને આર્થિક ફાયદો થશે. સરકારની યોજના મુજબ, પ્રીપેડ ગ્રાહકોને તેમના એનર્જી ચાર્જ પર 3% સુધીની વધારાની છૂટ આપવામાં આવશે. આ વ્યવસ્થાથી જે લોકો નિયમિત વીજ વપરાશનું બજેટ બનાવીને ચાલે છે, તેમને વાર્ષિક ધોરણે મોટી બચત થઈ શકે છે. વીજ કંપનીઓ હાલમાં આ ડિસ્કાઉન્ટ સિસ્ટમને સોફ્ટવેરમાં અપડેટ કરવાની કામગીરી કરી રહી છે. વીજ વિતરણ વ્યવસ્થામાં સ્માર્ટ મીટર કેમ અનિવાર્ય? નિષ્ણાતોના મતે, સ્માર્ટ મીટર એ ભવિષ્યની જરૂરિયાત છે. તેનાથી વીજ ચોરી અટકાવવામાં મદદ મળશે અને ગ્રીડ પર આવતા લોડનું મેનેજમેન્ટ સરળ બનશે. ઘણીવાર ગ્રાહકોને એવી ફરિયાદ હોય છે કે બિલમાં ભૂલ છે, પરંતુ સ્માર્ટ મીટરના ડેટા રિઅલ-ટાઇમ હોવાથી વિવાદની શક્યતા નહિવત રહેશે. વીજ કંપનીઓને મીટર રીડિંગ લેવા માટે ઘરે-ઘરે જવાની જરૂર નહીં પડે, જેનાથી ઓપરેશનલ ખર્ચ ઘટશે અને લાંબે ગાળે આ ફાયદો સસ્તા વીજ દર તરીકે ગ્રાહકોને જ મળશે.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈએ કોલકાતાને 193 રનનો ટાર્ગેટ આપ્યો:પાવરપ્લેમાં નાઈટ રાઈડર્સે બે વિકેટ ગુમાવી, ફિન એલન પછી સુનીલ નારાયણ પણ આઉટ થયો
    Next Article
    कहाँ से आई SIR में लॉजिकल डिसक्रिपेंसी?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment