Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંગ્રેજોની ક્રૂરતા, લોકોની લાચારી અને 'રણબાલી'નું રૌદ્ર સ્વરૂપ!:વિજય-રશ્મિકાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ; 3 મિનિટ 56 સેકન્ડના ટ્રેલરમાં રૂંવાડા ઊભાં કરતા દ્રશ્યો

    3 days ago

    સાઉથ સુપરસ્ટાર્સ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'રણબાલી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને કોલોનિયલ શાસન સમયના બેકગ્રાઉન્ડ પર આધારિત એક બહાદુર યોદ્ધાની વાર્તા છે. 3 મિનિટ 56 સેકન્ડ લાંબા આ ટ્રેલરમાં અંગ્રેજોની ક્રૂરતા, અત્યાચાર, દુષ્કાળ સમયે ગ્રામજનોની લાચારી અને વિજય દેવરકોંડાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું. 3 ટાઇમના ભોજન માટે ગ્રામજનો કાળી મજૂરી કરવા તૈયાર ટ્રેલરની શરૂઆત એક મહિલાથી થાય છે, જે પ્રસવ પીડામાં હોવા છતાં પર્વત પર આવેલી ગુફા પાસે મદદ માંગવા જાય છે. ત્યાં જન્મ થાય છે રણબાલી (વિજય દેવરકોંડા)નો. આખા પ્રદેશમાં લોકો પહેલાંથી જ ગરીબીથી પીડિત છે, તેવામાં દુષ્કાળ પડે છે. આ સમયે અંગ્રેજો 3 ટાઇમ ભોજન આપવાની લાલચમાં ગ્રામજનો પાસે કાળી મજૂરી કરાવે છે. હાડપિંજર સમાન લોકો અંગ્રેજોની ક્રુરતા સામે હારી જાય છે, ત્યારે તેમનો યોદ્ધા રણબાલી તેમને બચાવવા આવે છે. તે તમામ મુશ્કેલીઓનો સામનો કરીને પણ અંગ્રેજોને માત આપવા મક્કમ છે. રશ્મિકા-વિજય વચ્ચેનો પ્રેમ હળવાશ ઉમેરશે ટ્રેલરમાં રશ્મિકા મંદાનાના પાત્રની પણ ઝલક જોવા મળી. ફિલ્મમાં રશ્મિકા રણબાલીનાં પત્ની જાયમ્માની ભૂમિકામાં છે. જાયમ્મા પર રણબાલીનો વારસદાર આપવાનું દબાણ છે. જોકે, ટ્રેલરમાં રશ્મિકા અને વિજય વચ્ચેની ખાટી-મીઠી નોકઝોક હળવાશ ઉમેરે છે. જોકે, ટ્રેલરના કેટલાક દ્રશ્યો વિચલિત કરી જાય તેવા છે. અંગ્રેજો દ્વારા ક્રૂરતાથી કરવામાં આવતી હત્યાઓ, હિંસાનો ઉપયોગ વિચલિત કરે છે. રાહુલ સાંકૃતિયનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'રણબાલી' 16 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને માઇથ્રી મૂવી મેકર્સના કે વાઈ. રવિ શંકર અને નવીન યેરનેનીએ ટી-સિરીઝ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં હોલીવુડ એક્ટર અર્નોલ્ડ વોસ્લુ સહિતના ઘણા ઉત્તમ કલાકારો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 7 વર્ષ બાદ VIROSHની કેમિસ્ટ્રી મોટા પડદે દેખાશે વિજય અને રશ્મિકાએ 'ગીતા ગોવિંદમ' ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કર્યું હતું. બાદમાં બંને 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડિયર કોમરેડ'માં સાથે જોવા મળ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ:શેરબજાર હાલના તબક્કે એક અત્યંત રોમાંચક પરંતુ સાવચેતી માગી લે તેવા વળાંક પર
    Next Article
    કમલ હાસન બોલ્યા- મિસ્ટર મસ્ક, ભારત કોઈનું ગુલામ નથી:કોઈ અબજોપતિ દેશની નીતિઓ નક્કી કરી શકતો નથી, ભારતનું ભવિષ્ય જનતા નક્કી કરશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment