Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઈકમાં 3 સગીર સહિત 5ની સવારીમાં એકને સાઈડમાં લટકાવ્યો, VIDEO:સાબરમતી રિવરફ્રન્ટ પર સ્ટંટનો વીડિયો વાયરલ, પોલીસે ગુનો નોંધ્યો

    14 hours ago

    શહેરમાં દિવસે ને દિવસે નબીરાઓ સ્ટંટના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે રિવરફ્રન્ટ પર એક જ બાઈક પર ત્રણ સગીર અને બે શખસ જઈ રહ્યા હતા. જેમાં એકને તો બાઈકમાં જેમ થેલો પકડીને લઈ જવામાં આવતો હોય તેમ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે આ સ્ટંટથી બાઈક ચાલક પોતાનો અને અન્ય રાહદારીઓનો જીવ જોખમમાં મૂકતા હતા. આ વીડિયો વાયરલ થતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક બાઈકમાં ત્રણ સગીર સહિત પાંચની સવારી સોશિયલ મીડિયામાં સાબરમતી રિવરફ્રન્ટનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક બાઈક પર પાંચ શખસ જઈ રહ્યા હતા. બાઈક પર બે વ્યક્તિની કેપેસિટીમાં ચાર બેઠા હતા જ્યારે એક વ્યક્તિને બાજુમાં લટકાવીને પકડી રાખવામાં આવ્યો હતો. સાથે જ બાઈક ચાલક દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને પણ જીવનું જોખમ થાય તેમ હતું. 20 વર્ષીય યુવક બાઈક ચલાવતો હતો તપાસ દરમિયાન આ વીડિયો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી ઇન્કમટેક્સ બ્રિજ સુધીનો હોવાનું જાણવા મળ્યું હતું. બાઈકના પાછળના ભાગે નંબર પ્લેટની જગ્યાએ રામાધણી લખેલું હતું. પોલીસે બાઈકના આગળની નંબર પ્લેટના આધારે તપાસ કરતા શાહપુરમાં રહેતા ટીનાબેન પરમારનું બાઈક હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ બાઈક હાર્દિક વાઘેલા નામનો 20 વર્ષનો યુવક ચલાવતો હતો. આ યુવકે બાઈકમાં પાછળ ત્રણ સગીરને બેસાડ્યા હતા. જ્યારે બાજુમાં 18 વર્ષના જશવંત સોલંકી નામના યુવકને લટકાવવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે બાઈક ચાલક હાર્દિક વાઘેલા અને સાઈડમાં લટકનાર જસવંત સોલંકી વૃદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં રાદડિયા જૂથનો દબદબો:ભાજપના બે બળવાખોરની જીત; પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને માત્ર પોતાનો મત મળ્યો
    Next Article
    "Are You Going Home?": King Charles' Meeting With Pakistan Players Mocked By England Greats

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment