Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકાના આકારણી અધિકારીને 3 વર્ષની જેલ:5 હજારની લાંચ લેતા ઝડપાયાના 13 વર્ષ બાદ કોર્ટે ફટકાર્યો દંડ, 15 હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ

    4 days ago

    સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આકારણી અધિકારી અશ્વિન પટેલને 13 વર્ષ જૂના લાંચના કેસમાં કોર્ટે કડક સજા ફટકારી છે. વર્ષ 2013માં પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયેલા આ અધિકારીને સુરતની સ્પેશિયલ કોર્ટે ત્રણ વર્ષની સખત કેદ અને 15 હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. સરકારી વકીલ નીતિન ચોડવડિયાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ભ્રષ્ટાચારને સમાજ માટે કાળચક્ર સમાન ગણાવ્યું હતું. દુકાનની આકારણી માટે 15 હજારની માગણી આ કેસની વિગત મુજબ, રાંદેર રોડ પર રહેતા અને ઉધના સાઈબાબા કમ્પાઉન્ડમાં ત્રણ દુકાનો ધરાવતા ફરિયાદીએ વર્ષ 2013માં પોતાની મિલકતની આકારણી કરાવવા માટે ઉધના ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો. ત્યાં તેમની મુલાકાત તત્કાલીન આકારણી અધિકારી અશ્વિન પટેલ સાથે થઈ હતી. આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે દુકાનની કુલ આકારણી 30 થી 35 હજાર જેટલી થશે, પરંતુ કામ પતાવવા માટે ઉપરથી 15 હજાર રૂપિયા આપવા પડશે. 5 હજાર પર સેટલમેન્ટ અને ટ્રેપ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, આરોપી અધિકારી અને ફરિયાદી વચ્ચે રકઝક બાદ અંતે 5 હજાર રૂપિયામાં સેટલમેન્ટ થયું હતું. એસીબીએ છટકું ગોઠવ્યું અને જેવી ફરિયાદીની પોતાની દુકાને આરોપી અશ્વિન પટેલે પાંચ હજારની લાંચ સ્વીકારી, કે તરત જ ટીમ ત્રાટકી હતી અને તેને રંગેહાથે ઝડપી પાડી જેલભેગો કર્યો હતો. ભ્રષ્ટાચાર એ નાગરિકોના અધિકારોનું હનન આ કેસના ચુકાદામાં નામદાર કોર્ટે અત્યંત આકરી અને સૂચક ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ દેશના સામાન્ય નાગરિકોના મૌલિક અધિકારોનો વિનાશ કરતું અને માનવ અધિકારોનું હનન કરતું કાળચક્ર છે. આવા કૃત્યોથી માત્ર તંત્રની છબી ખરડાય છે એવું નથી, પરંતુ સામાન્ય જનતાનો લોકશાહી અને કાયદા પરથી વિશ્વાસ પણ ડગમગી જાય છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર એ લોકશાહીના મૂલ્યોને જડમૂળમાંથી વજ્રઘાત કરતું પરિબળ છે. જ્યારે કોઈ સરકારી અધિકારી પોતાના પદનો દુરુપયોગ કરી લાંચ માંગે છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર જનતાની નજરમાં શંકાસ્પદ બની જાય છે. ફરિયાદ પક્ષે રજૂ કરેલા પુરાવાઓ પરથી સાબિત થયું હતું કે આરોપીએ જાણીબૂઝીને આર્થિક લાભ મેળવવા માટે પદનો ગેરલાભ ઉઠાવ્યો હતો. દયા બતાવવી એ સમાજ માટે જોખમી સજાના પ્રમાણ અંગે કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ભ્રષ્ટાચાર સાબિત થયો હોય તેવા કેસમાં જરૂર કરતાં વધુ દયા બતાવવામાં આવે, તો તેનાથી સમાજનું હિત જોખમાય છે. સમાજમાં કાયદાનું શાસન પ્રવર્તમાન રહે અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે હેતુસર આરોપીને દાખલારૂપ સજા કરવી એ અદાલતની નૈતિક અને કાયદાકીય ફરજ છે. આ ચુકાદાથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ‘Sudden’ payment mode shift creates shortage at few fuel stations, triggers panic buying bout in Gujarat
    Next Article
    ‘Extreme harassment, mental agony,’ SDM accuses Moga DC, seeks transfer post-Baghapurana poll row; he denies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment