Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ શહેર પોલીસ બેડામાં મોટા ફેરફાર:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા 49 કર્મીઓ પોલીસ હેડક્વર્ટરમાં મુકાયા, બાકી રહેલા 150થી વધુની પણ ટૂંક સમયમાં થશે બદલી

    1 day ago

    રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર બાદ શહેર પોલીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક સાથે 49 પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં આજે પ્રથમ યાદી જાહેર થયા બાદ આવતા દિવસોમાં બાકી રહેલ 150 જેટલા પોલીસ કર્મીઓની બદલી પણ નજીકના દિવસોમાં કરવામાં આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા તાજેતરમાં એક યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓની યાદી બનાવવામાં આવી હતી. આ પછી તૈયાર કરવામાં આવેલ યાદી મુજબ આજ રોજ પ્રથમ યાદીમાં એક સાથે 49 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે જેમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમા તેમજ ટ્રાફિક શાખા કે એટેચમે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવી છે. આજે પ્રથમ યાદીમાં કુલ 49 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી તેમાંથી મોટાભાગે એટલે કે 31 મહિલા કર્મચારીઓની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. આ સાથે બદલી પામેલ કર્મચારીઓને કોઇપણ જાતના બેક રેફરન્સ વગર આજે જ છુટા કરી બદલી પામેલ સ્થળ પર મોકલી આપવા નોંધ કરવામાં આવી છે. અને તમામ કર્મચારીઓને છુટા કર્યા બાદ અને હાજર થયા અંગેની જાણ ઇ-મેઇલ મારફતે જાણ કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 3-4 વર્ષ કે તેથી વધુ સમય સુધી એક જ પોલીસ સ્ટેશન કે બ્રાન્ચમાં ફરજ બજાવતા હોય તેવા કર્મીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી જે બાદ ઉચ્ચ અધિકારીઓની કમિટી દ્વારા સાથે બેસી નિર્ણય કરી જાહેર હીત તેમજ માંગણી મુજબ યોગ્ય જણાય તો જે તે સ્થળ પર બદલી કરવા અંગે ચર્ચા વિચારણા બાદ નિર્મય કરવામાં આવ્યો છે. આજે પ્રથમ યાદીમાં 49 કર્મીઓની હેડ ક્વાર્ટરમાં બદલી બાદ આવતા દિવસો બાકી રહેલ 150થી વધુ કર્મીઓની બદલીનો લીથો પણ જાહેર કરવામાં આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    Students not terrorists, we fully support their demands: Rahul Gandhi on students protesting against paper leaks
    Next Article
    મોરબી-બોટાદના મત્સ્યઉદ્યોગ અધિકારી રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયા:ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા તથા રિજેક્ટ થયેલ ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આપવા માટે પૈસા માગતા ACBએ દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment