Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 મે એ રાજકોટના 4176,દેશના 22.79 લાખ વિદ્યાર્થીઓની NEET એક્ઝામ:ધો.9 - 10 માં શિક્ષક બનવા માટે 33,303 ઉમેદવારો TAT સેકન્ડરી પ્રિલીમ્સ પરીક્ષા આપશે

    2 days ago

    ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આગામી તારીખ 3 મે,2026 ના રોજ લેવાનાર છે. જેમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં રાજકોટ શહેરમાં 12 કેન્દ્રો પર 4,176 વિદ્યાર્થીઓ છે. જેમાં 1 સવાલ ખોટો પડે તો સાચામાંથી એક માર્ક કપાશે. જેમાં પરીક્ષા શરૂ થયાના દોઢ કલાક પહેલાથી એડમિટ કાર્ડના આધારે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. જ્યારે આ જ દિવસે એટલે કે રવિવારે ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ પરીક્ષા પણ 3 મેના યોજાશે. જેમાં રાજકોટમાં 33,303 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ પ્રિલિમ્સ પરીક્ષામાં 0.25 માઈનસ સિસ્ટમ રાખવામાં આવી છે. રાજકોટની પ્રીમિયર સ્કૂલના સાયન્સ એક્સપર્ટ નેહા દેસાઈએ જણાવ્યુ હતુ કે, મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET ની પરીક્ષા 3 મે ના બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.1.30 વાગ્યે એક્ઝામ સેન્ટરનો ગેટ બંધ કરી દેવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે 11.30 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 720 માર્કની પરીક્ષા હશે. જેમાં 4- 4 માર્કના 90 પ્રશ્નો બાયોલોજીના, 45- 45 પ્રશ્નો કેમેસ્ટ્રી અને ફિઝિક્સના હશે. જેમાં એક સવાલ ખોટો પડતા સાચા પ્રશ્નોમાંથી એક માર્ક કપાશે. આ પરીક્ષા પેન અને પેપર મોડ પર હશે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક વોશરૂમ જવા દેવામાં નહીં આવે અને જો જાય તો ફરીથી તેની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે અને તેથી વિદ્યાર્થીઓને સમય બગડશે. જેથી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ શક્ય હોય તો પરીક્ષા કેન્દ્રની બહાર ન નીકળવું. હવે પરીક્ષાને બે દિવસ જ બાકી છે ત્યારે વિદ્યાર્થીઓએ માત્ર રિવિઝન કરવું જોઈએ. જેમાં પણ એવરેજ વિદ્યાર્થીઓએ માત્ર બાયોલોજી અને કેમેસ્ટ્રીનું રિવિઝન જ કરવું જોઈએ. જ્યારે ગુજરાતમાં તા.3 મે ના માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10 માં શિક્ષક બનવા માટેની TAT - 1 ની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં રાજકોટમાં 165 કેન્દ્રો પરથી 33,303 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પરીક્ષાનો સમય બપોરે 3 થી 6 વાગ્યા સુધીનો છે. જે માટે પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા તમામ ઉમેદવારોએ એન્ટ્રી મેળવી લેવાની રહેશે. એક્સપર્ટ દિનેશ કણેતે જણાવ્યું હતુ કે, તા.3 મે ના TAT - 1 ની પરીક્ષા લેવામાં આવશે. અગાઉ વર્ષ 2023 માં પરીક્ષા લેવામાં આવી હતી અને હવે વર્ષ 2026 માં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ રહેશે. જેમાં 200 માર્કનું પેપર હશે અને તેમાં 100 માર્કનું જનરલ સ્ટડીઝ અને 100 માર્ક્સનું જે - તે વિષયનું પેપર હશે. પ્રિલિમ્સ પરીક્ષા માટે પાસ થશે તે મેન્સ માટે ક્વોલિફાય થશે. ગત વખતે 100 માંથી 70 માર્કથી વધુ આવ્યા તેઓને મેન્સ માટે ક્વોલિફાય ગણવામાં આવ્યા હતા. આ પ્રિલિમ્સ પરીક્ષા એમસીક્યુ પ્રકારની રહેશે. જે બાદ મેન્સ પરીક્ષાનું પેપર વર્ણનાત્મક પ્રકારનું રહેશે. 0.25 માઇનસ સિસ્ટમ સાથે આ પરીક્ષા લેવાશે એટલે કે 4 MCQ ખોટા પડે એટલે સાચા માંથી એક માર્ક કપાશે. રાજકોટમાં NEET પરીક્ષામાં કયા સેન્ટર પરથી કેટલા વિદ્યાર્થીઓ? ક્રમ - પરીક્ષા કેન્દ્ર - વિદ્યાર્થીઓની સંખ્યા 1 - એ.વી.પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટયુટ - 384 2 - એચ.એલ.ગાંધી વિદ્યાવિહાર, આત્મીય યુનિવર્સિટી કેમ્પસ -288 3- જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ, શાસ્ત્રી મેદાનની સામે - 672 4- કલ્યાણ હાઈસ્કૂલ, રૈયા રોડ -480 5- એમ. જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ, રાષ્ટ્રીય શાળા કેમ્પસ -552 6- પી. ડી. માલવિયા કોમર્સ કોલેજ -360 7- પી. એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય -480 8- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કન્વેન્શન બિલ્ડીંગ -720 9- ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ -552 10- એમ. જી. એન્ડ એસ. જી. બારદાનવાલા કન્યા વિદ્યાલય, અમીન માર્ગ- 360 11- સરદાર પટેલ વિદ્યામંદિર, બાલાજી હોલ સામે, 150 ફૂટ રીંગ રોડ -480 12- સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ, PDM કોલેજ પાછળ- 240 કુલ - 4,176
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: Exit polls predict BJP push in Bengal, UDF surge in Kerala, status quo in Assam, Tamil Nadu
    Next Article
    ‘Help me find decent work’: Rahul Roy hits back at trolls, opens up about financial struggles

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment