Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વહેલી સવારથી મતદાન શરૂ:પ્રથમ વખત મતદાન કરતા મતદારોથી લઈ વૃદ્ધો સુધીમાં ઉત્સાહ, બપોરે 3 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 41.54% મતદાન

    20 hours ago

    બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જ મતદારો મતદાન મથકો પર પહોંચી રહ્યા છે, જેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 41.54% મતદાન નોંધાયું છે. આ ચૂંટણી બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોટાદ તથા બરવાળા એમ બે નગરપાલિકાઓ માટે યોજાઈ રહી છે. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે દુલ્હને મતદાન કર્યું હતું. મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લા પંચાયત માટે કુલ 448 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં 3,77,963 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે બોટાદ અને બરવાળા નગરપાલિકાઓ માટે 109 મતદાન મથકો પર કુલ 1,09,320 મતદારો મતદાન કરશે.
    Click here to Read More
    Previous Article
    મતદાન કર્યા બાદ તબિયત લથડતા વૃદ્ધાનું મોત:બપોરના 3 વાગ્યા સુધીમાં સરેરાશ 49.47 ટકા મતદાન; નગરપાલિકામાં 38.14 અને તાલુકા પંચાયતમાં 41.55% મતદાન નોંધાયુ
    Next Article
    ડાંગ જિલ્લામાં વહેલી સવારથી મતદાન:કોટમદર ગામે વિકાસના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય, બપોરે 3 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 69.59% મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment