Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 3 વાજબી ભાવની દુકાનો સીલ:પુરવઠા વિભાગની તપાસમાં 4 સંચાલકોને નોટિસ, 13ને તાકીદ

    12 hours ago

    પાટણ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા વાજબી ભાવની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા ત્રણ દુકાનોને તાત્કાલિક સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ચાર દુકાન સંચાલકોને પુરવઠો રદ કરવા અંગે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 13 દુકાનોને ટેકનિકલ ક્ષતિઓ બદલ તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ તપાસણી કરવામાં આવી હતી. જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે અને લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા નિયમિત સેવા મળી રહે તે હેતુથી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. મામલતદાર દ્વારા કુલ 20 દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન અનાજના જથ્થા, વિતરણની નોંધો, સ્ટોક રજિસ્ટર અને વેચાણ રજિસ્ટર સહિતના રેકોર્ડની સઘન તપાસ કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આવી આકસ્મિક તપાસની કામગીરી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે. ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી લાભાર્થીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત અનાજનો લાભ મળી રહે.
    Click here to Read More
    Previous Article
    એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ ગુજરાતમાં FDCAનો રાજ્યવ્યાપી સપાટો:134 એકમોમાં તપાસ, 1053 કિલો જથ્થો નાશ કરાયો, 29 સેમ્પલમાંથી અનેક બિન-સ્ટાન્ડર્ડ મળતા કડક કાર્યવાહી
    Next Article
    'I'm Your Boss, That Makes It Simpler': What Tarun Tejpal Told Woman He Raped

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment