Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોની બજારમાં સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો ફરિયાદીએ કાવતરું રચ્યું'તું:દિવાળી પૂર્વે લિફ્ટ લેવાના બહાને છરી બતાવી લૂંટ ચલાવવાનું તરકટ રચનાર 3 શખ્સો પાસેથી રૂ.3.90 લાખનો સોનાનો તાર કબજે કરાયો

    8 hours ago

    રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે સોની બજાર વિસ્તારમાં એક્ટિવા પર જતા કારીગરને લિફ્ટ લેવાના બહાને રોકી છરીની અણીએ રૂ.4 લાખના સોનાના તારની લૂંટ ચલાવવાના ચકચારી બનાવનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં ફરિયાદી કારીગરે જ તેના ત્રણ મિત્રો સાથે મળી લૂંટનું કાવતરું રચ્યું હોવાનું સામે આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી પાડી રૂ.3.90 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​રાજકોટ શહેરના સોની બજાર માંડવી ચોક પાસે જૂઠા દોશીની શેરીમાં બાલાજી તારવાળાની દુકાનમાં કામ કરતા અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર તાલુકાના હીંગોલા ગામના વતની 19 વર્ષીય સચીન મુલારામ મીણાએ ગત તા.04.11.2026ના રોજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી તેના શેઠની દુકાનેથી રૂ.4 લાખની કિંમતનો સોનાના તારનો જથ્થો લઈ એક્ટિવા પર કોઠારીયા ચોકી પાસે દુકાન ધરાવતા નિર્મલ પરમારને આપવા જતો હતો દરમિયાન રસ્તામાં એક અજાણ્યા હિન્દીભાષી શખ્સે પગમાં ઈજા હોવાનું બહાનું બતાવી લિફ્ટ માંગી હતી અને થોડે આગળ જતા ચાલકને છરી બતાવી સોનાનો તાર લૂંટી ફરાર થઈ ગયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરું હતી. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી રૂ.3.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો લૂંટની તપાસ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટમાં સામેલ શખ્સો રાજસ્થાન તરફના છે અને શંકાસ્પદ સોનાના તાર સાથે ફરી રહ્યા છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા મૂળ રાજસ્થાનના અને મજૂરી કામ કરતા શીવલાલ છોગારામ મેઘવાર, મૂળ રાજસ્થાનના અને હાલ મુંબઈમાં રહી ઈમિટેશન જ્વેલરીનો વેપાર કરતા શ્રવણ ચેલારામ ચૌધરી અને પાલી મારવાડના માનપુરા ખાતે રહી ખેતીકામ કરતા રાજુરામ ભંવરલાલ કીર હોવાનું સામે આવ્યું છે જેની પાસેથી પોલીસે લૂંટમાં ગયેલો 16 કેરેટનો 43.030 ગ્રામ વજનનો રૂ.3.90 લાખની કિંમતનો સોનાનો તાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. છરી બતાવી લૂંટનો દેખાવ ઊભો કરી ત્રણેય સાગરીતો નાસી છૂટ્યા હતા ​પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી સચીન મુલારામ મીણા પોતે જ આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પકડાયેલા ત્રણેય આરોપીઓ અને ફરિયાદી સચીન એકબીજાના મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે. દિવાળીનો તહેવાર હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થતા સચીન અને શીવલાલે ભેગા મળીને લૂંટનું નાટક રચવાનો પ્લાન ઘડ્યો હતો. આયોજન મુજબ શ્રવણ અને રાજુરામ ખાનગી વાહનમાં રાજકોટ આવ્યા હતા અહીં શીવલાલે સોની બજારમાં રેકી કરી હતી અને સચીન દુકાનમાંથી સોનું લઈને નીકળતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ લિફ્ટ લઈ છરી બતાવી લૂંટનો દેખાવ ઊભો કરી ત્રણેય સાગરીતો નાસી છૂટ્યા હતા. ફરિયાદી સચીન મીણાની સંડોવણી અંગે ઊંડાણ પૂર્વક પુછરપછ શરૂ ​શરૂઆતમાં પોલીસને માત્ર એક જ અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી હોવાની માહિતી આપવામાં આવી હતી પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ફરિયાદીની ભૂમિકા શંકાસ્પદ જણાતા સમગ્ર ગુનાહિત કાવતરાનો પર્દાફાશ થયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ફરિયાદી સચીન મીણાની સંડોવણી અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Bangladesh Flips Nuclear Switch, Gets Power From Russia-Made Atomic Plant
    Next Article
    બિઝનેસ મંત્ર:એવું ધારી લેવાનું બંધ કરો કે માર્કેટમાં જે ઉપલબ્ધ છે તે દરેકને પરવડી શકે છે, 3 ભારતીય ઉદ્યોગસાહસિકો પાસેથી શીખવા જેવી વાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment