Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકનું મર્ડર:3 વીઘા કુટુંબી જમીન વેચવા સહી કરવાની ના પાડતા લાકડી-સાબેલાના ઘા ઝીંકી હત્યા, 3ની ધરપકડ

    10 hours ago

    પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે કુટુંબી 3 વીઘા જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરારનો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મીકિ નામના યુવક પર લાકડી અને સાબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. ચર્ચા દરમિયાન બોલાચાલી ઉગ્ર બની મળતી વિગતો મુજબ, 27 ઓગસ્ટ 2026ના રોજ બપોરે આશરે 2 વાગ્યાના અરસામાં નિકુલ પેથાભાઈ વાલ્મીકિ પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી 3 વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન નિકુલે જમીન વેચાણના દસ્તાવેજો પર સહી કરવાની સ્પષ્ટ ના પાડતા પરિવારજનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. લાકડી અને સાબેલા વડે હુમલો બોલાચાલી ઉગ્ર બનતા તમામ લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ દરમિયાન નિકુલના મોટા બાપુ ઘેમરભાઈ પૂંજાભાઈ વાલ્મીકિ, કાકા મનુભાઈ પૂંજાભાઈ વાલ્મીકિ અને કુટુંબી ભાઈ અશોકભાઈ સોમાભાઈ વાલ્મીકિએ એકસંપ થઈ નિકુલ પર લાકડી અને સાબેલા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં નિકુલને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બચાવવા વચ્ચે પડેલા માતા-બહેનને પણ માર હુમલા દરમિયાન નિકુલને બચાવવા માટે તેની માતા અને બહેન વચ્ચે પડ્યા હતા. જોકે, આરોપીઓએ તેમને પણ ગડદા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા ઘટનાની જાણ થતાં સમી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કુણાલસિંહ પરમારના જણાવ્યા મુજબ, પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી સમી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતથી શરૂ થયેલો પારિવારિક વિવાદ હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બિહારી યુવકનો આપઘાત:પત્‍નિ, સંતાનોને ફરવા લઇ ગયા બાદ ઘરે આવી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    Next Article
    Security, Parking But Less Community? Man Compares Gated Societies With Open Neighbourhoods

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment