Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી 3 કિલો સોના-ચાંદીની લૂંટ:કારમાં આવેલા 3 થી 4 લૂંટારુ ફરાર, ખાખીનો ખૌફ ઓસર્યો; 48 કલાકમાં બીજી હત્યા

    9 hours ago

    રાજકોટ શહેરમાં નવરાત્રિના પર્વ દરમિયાન જ જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી અંદાજિત 3 કિલો સોના-ચાંદીની લૂંટ થતા સનસનાટી મચી છે. આજી વસાહત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તનવી ગોલ્ડના કર્મચારીને ત્રણથી ચાર લૂંટારુઓએ આંતરી ફાયરીંગ કરી લૂંટ ચલાવી. કર્મચારીને છાતીના ભાગે ગોળી મારતા ટૂંકી સારવારના અંતે મોત નિપજ્યું. મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં તહેવારો સમયે જ જાણે ખાખીનો ખૌફ ઓસર્યો હોય તે રીતે 48 કલાકમાં જ બીજી હત્યાનો બનાવ બન્યો છે. કર્મચારીએ પ્રતિકાર કરતા લૂંટારુએ ફાયરીંગ કર્યું શહેરના આજી વસાહત વિસ્તારમાં આવેલી તનવી ગોલ્ડના કર્મચારી લાલભાઈ સરધારા અંદાજિત 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ સમયે કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ તેની પાસે રહેલો દાગીના ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, લાલભાઈએ પ્રતિકાર કરતા લૂંટારુએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરીંગ કરી લૂંટ ચલાવી. લાલભાઈને છાતીના ભાગે ગોળી લાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટમલાં ખસેડાયા. જ્યાં ટૂંકી સારવાર દરમિાયન તેમનું મોત નિપજ્યું. ફરાર થઈ ગયેલા લૂંટારુઓની શોધખોળ શરૂ રાજકોટ ઝોન-1 ડીસીપી હેતલ પટેલે જણાવ્યું કે, તનવી ગોલ્ડના કર્મચારી લાલજીભાઈ સરધારા અંદાજિત 1 કિલો ગોલ્ડ અને 2 કિલો ચાંદી લઈને જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ તેની પાસે રહેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, લાલજીભાઈએ પ્રતિકાર કરતા તેમના પર ફાયરીંગ કરી થેલાની લૂંટ ચલાવવામાં આવી. તનવી ગોલ્ડના કિશોર હાપલીયાએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારી ફેક્ટરીની બાજુમાં જ રિફાઈનરી આવેલી છે. ત્યાંથી લાલાભાઈ અંદાજિત 1 કિલો ગોલ્ડ અને 2 કિલો ચાંદી લઈને નીકળ્યા હતા. લૂંટારુોએ તેમના પાસે આવી થેલો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ, લાલાભાઈએ પ્રતિકાર કરતા 3 રાઉન્ડ ફાયરીંગ કરાયું. જેમાં એક ગોળી લાલાભાઈની છાતીના ભાગે વાગી હતી. આ સમાચાર પણ વાંચોઃ બીજા નોરતાની રાતે રાજકોટમાં ખૂની ખેલ 12 ઓક્ટોબરે બીજા નોરતાની રાતે રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો હતો. 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર સર્કલ પાસે 4 શખસે છરી મારીને યુવકને પતાવી દીધો. જેના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક શખસ યુવકને પકડી રાખે છે જ્યારે બીજો શખસ છરીના ઘા મારે છે. જે છરીના ઘાથી યુવક ત્યાં જ ઢળી પડે છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    248 રનને ચેઝ કર રહેલી ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ:પાંચમી વિકેટ ગુમાવી, અભિષેક શર્મા-નમન ધીર એક જ ઓવરમાં પેવેલિયન ભેગા થયા; ટીમ ઈન્ડિયાનો સ્કોર 145/5
    Next Article
    મોરબીમાં એક વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી પકડાયો:LCB એ નટરાજ રેલવે ફાટક પાસેથી ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment