Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો'તો ત્યાં ફરી સિંહ દેખાયા:નવી સીડી પર 3 સાવજ નીકળ્યા; 3 પૈકી 2 સિંહોએ બાળકનો શિકાર કર્યાની રિપોર્ટમાં પુષ્ટિ

    17 hours ago

    ​જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે(30 જુલાઈ) વહેલી સવારે અંદાજિત ત્રણ વાગ્યાના સુમારે ગિરનારની નવી સીડી પર પચાસમા પગથિયાં નજીક એકસાથે ત્રણ નર સિંહોની હાજરી જોવા મળી હતી. ત્રણ સિંહો એકસાથે સીડી પર લટાર મારી રહ્યા હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તુરંત હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ હતી. ​અગાઉ આ જ જગ્યા પર સિંહે એક 12 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તે માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયું હતું. આ ભૂતકાળની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ વખતે ભારે સતર્કતા દાખવી હતી. ​ગિરનારની સીડી પર સિંહ દ્વારા બાળકના મૃત્યુ અંગેની ઘટનામાં પકડાયેલા ત્રણ સિંહોના રિપોર્ટ સામે આવ્યા છે. તપાસ રિપોર્ટ અનુસાર, બે સિંહોએ બાળકનું માંસ ખાધું હોવાની પુષ્ટિ થઈ છે, જેથી તેમને આજીવન સક્કરબાગ ઝૂમાં કેદ રાખવામાં આવશે. ​જ્યારે એક સિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગિરનારમાં પ્રવાસીઓની ભારે અવરજવર હોવાથી આ સિંહના આક્રમક વર્તન પર હજી દેખરેખ રખાશે અને નિરીક્ષણ બાદ જ તેને મુક્ત કરવા અંગે આખરી નિર્ણય લેવાશે. વનકર્મીઓ-સાસણથી આવેલી ખાસ ટ્રેકર ટીમે મોરચો સંભાળ્યો સિંહો સીડી પર દેખાતાં જ ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ તથા સાસણથી આવેલી ખાસ ટ્રેકર ટીમે મોરચો સંભાળી લીધો હતો. આ ટીમે સિંહોની પાછળ રહીને તેમની દરેક હિલચાલ પર સતત અને ઝીણવટભરી નજર રાખી હતી. સમગ્ર કામગીરી દરમિયાન સિંહોને કોઈપણ પ્રકારની તકલીફ કે હેરાનગતિ ન થાય અને સાથે સાથે સીડી પરથી પસાર થતા યાત્રાળુઓની પ્રાણરક્ષા અને સલામતી પૂર્ણપણે જળવાઈ રહે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય નર સિંહ જંગલ તરફ રવાના ​જૂનાગઢ વન વિભાગની આ ત્વરિત સતર્કતા અને સતત દેખરેખના પરિણામે ત્રણેય નર સિંહોને કોઈપણ જાતની અડચણ વગર સુરક્ષિત રીતે ગિરનારની સીડીનો વિસ્તાર પાર કરાવીને જંગલ તરફ આગળ રવાના કરવામાં આવ્યા હતા. વન કર્મચારીઓની સમયસૂચકતાને કારણે આ સમગ્ર કામગીરી દરમિયાન સીડી પર કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના કે હોનારત બનવા પામી નહોતી, જેથી વન તંત્ર અને યાત્રાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ‘​યાત્રાના રસ્તામાં કોઈ વન્યપ્રાણી દેખાય તો ગભરાવું નહીં’ આ ઘટના બાદ જૂનાગઢ વન વિભાગ દ્વારા ગિરનારની યાત્રાએ આવતા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ખાસ સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વન વિભાગે અપીલ કરી છે કે યાત્રા દરમિયાન જો રસ્તામાં કોઈ વન્યપ્રાણી દેખાય તો બિલકુલ ગભરાવું નહીં અને તેમને જોઈને કોઈપણ પ્રકારનો શોરબકોર કરવો નહીં કે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો નહીં. જો સિંહ અથવા અન્ય કોઈ હિંસક વન્યપ્રાણી નજરે પડે તો તાત્કાલિક નજીકમાં ફરજ બજાવતા વનકર્મી કે ટ્રેકર ટીમને જાણ કરવી અને તેઓ જે સૂચના આપે તેનું ચુસ્તપણે પાલન કરવું. ગ્રુપમાં યાત્રા કરવાની અપીલ ​આ ઉપરાંત વન વિભાગે યાત્રાળુઓને સલાહ આપી છે કે વહેલી સવારે તથા મોડી રાત્રે એકલા જવાને બદલે શક્ય હોય ત્યાં સુધી હંમેશાં ગ્રુપમાં જ યાત્રા કરવાનો આગ્રહ રાખવો. સીડીઓ પર કે આસપાસના વિસ્તારમાં ખોરાક, ખાદ્યપદાર્થો કે પ્રસાદ ખુલ્લામાં ન ફેંકવા જોઈએ, કારણ કે એનાથી શાકાહારી પ્રાણીઓ આકર્ષાઈને સીડી પર આવે છે અને તેમનો શિકાર કરવા માટે માંસાહારી વન્યપ્રાણીઓ પણ ત્યાં ખેંચાઈ આવે છે. આમ, વન વિભાગની તમામ સૂચનાઓનું પાલન કરીને યાત્રાળુઓએ વન્યજીવોના સંરક્ષણ અને પોતાની સુરક્ષામાં સહભાગી બનવું જરૂરી છે. 3 સિંહો પૈકી 2 સિંહોએ બાળકનો શિકાર કર્યો હોવાની રિપોર્ટમાં પુષ્ટિ DCF અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ​11 જુલાઈના રોજ ગિરનાર પર સિંહે બાળક પર હુમલો કર્યો હતો, તે ઘટના બાદ વન વિભાગ દ્વારા ઘટનાસ્થળ નજીકથી ત્રણ સિંહોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને પકડાયેલા સિંહોના સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પકડાયેલા ત્રણ સિંહો પૈકી 2 સિંહોએ બાળકનો શિકાર કર્યો હોવાની/ખાધું હોવાની પુષ્ટિ રિપોર્ટમાં થઈ છે. ‘ત્રીજા સિંહના વર્તનનું મોનિટરિંગ કરાશે’ તેમજ અન્ય એક સિંહ વિશે જણાવતા તેમણે કહ્યું કે, તે સિંહના વર્તનની હાલ તપાસ કરવામાં આવશે કે તે આક્રમક છે કે નહીં. તેના વર્તનના અવલોકન બાદ જ તેના વિશે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ‘શિકાર કરનાર બે સિંહોને કેદ રખાશે’ જે બે સિંહોએ શિકાર કર્યાની પુષ્ટિ થઈ છે, તેમને હાલ મુક્ત કરવામાં નહીં આવે અને કેદ જ રાખવામાં આવશે. ત્યારબાદ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તરફથી માર્ગદર્શન મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ‘ત્રીજા સિંહને ક્યા મુક્ત કરવો તે અંગે નિર્ણય લેવાશે’ જે સિંહે શિકાર નથી કર્યો તેને ગિરનારમાં જ્યાંથી તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે ત્યાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની અવરજવર ખૂબ જ વધુ રહે છે. જેથી તેના વર્તન અને વ્યવહારને સંપૂર્ણપણે ચકાસ્યા અને જોયા બાદ જ તેને ફરીથી તે વિસ્તારમાં મુક્ત કરવો કે નહીં તે અંગેનો નિર્ણય લેવાશે. નિર્ણય લેવાયા બાદ મીડિયાને આ બાબતે માહિતગાર કરવામાં આવશે. કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર 11 જુલાઈ, 2026એ એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતો હતો તે દરમિયાન સિંહ ખેંચી ગયો હતો. પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિંહના માણસ પર હુમલાની 46 દિવસમાં આ નવમી ઘટના હતી. જેમાં 8ના મોત અને એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં પોલીસની બે મોટી કાર્યવાહી:MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો, પશુ ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ
    Next Article
    England Name Serial IPL-Winner Stephen Fleming As Head Coach For Test Team

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment