Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાયલોટિંગ સાથે દારૂની હેરાફેરી ઝડપાઈ:કપડાંના પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો, 3 શખસો સહિત રૂ.2.91 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 week ago

    રાજયમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર LCBએ મહારાષ્ટ્રથી કપડાના પાર્સલમાં છુપાવીને ઇકો કાર દ્વારા ભાવનગર લાવવામાં આવી રહેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પોલીસે બાતમીના આધારે જૂના બંદર રોડ પરથી ઝડપી લીધો છે. પોલીસ ટીમે પાયલોટિંગ કરી રહેલા સ્કૂટર, દારૂ અને કાર સહિત કુલ રૂ.2,91,764 નો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે કુંભારવાડાના મુખ્ય બુટલેગર જીગર ઉર્ફે જીગાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. મહારાષ્ટથી દારૂ બૂટલેગર જીગાને ત્યાં પહોંચે તે પહેલા જ પકડાયો ​ભાવનગર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતો ભગવાન ઉર્ફે ભરત ઝાલા ત્યાંથી પાર્સલમાં વિદેશી દારૂ પેક કરીને કુંભારવાડાના જીગર ઉર્ફે જીગા ઝીંઝરીયાને પહોંચાડવા આવી રહ્યો છે. આ જથ્થો દિનેશ સોલંકીની સફેદ કલરની મારૂતિ ઇકો કાર નંબર GJ-04-EJ 2687માં કેબલ સ્ટેડ બ્રિજ થઈને ભાવનગર તરફ લવાઈ રહ્યો હતો, આ કારને પોલીસથી બચાવવા માટે જીગરનો બનેવી હિતેશ રાઠોડ બ્લ્યુ કલરના સુઝુકી એક્સેસ સ્કૂટર નંબર GJ-04-ED 9279 પર પાયલોટિંગ કરી રહ્યો હતો. કાપડના ટુકડાઓની વચ્ચે વિદેશી દારૂ અને બિયરની બોટલો છુપાવી હતી ​આ બાતમીના આધારે LCBએ જુના બંદર રોડ પર કાળ ભૈરવદાદાના આશ્રમ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર અને સ્કૂટર ત્યાં પહોંચતા જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. કારની તલાશી લેતા પ્લાસ્ટિક વીંટાળેલા 9 પાર્સલ મળી આવ્યા હતા, જેમાં કાપડના ટુકડાઓની વચ્ચે વિદેશી દારૂ અને બિયરની બોટલો છુપાવવામાં આવી હતી, જેના પર 'ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી' લખેલું હતું, ​પોલીસે આ મામલે ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 3 શખસોની ધરપકડ, મુખ્ય બૂટલેગર ફરાર ​પોલીસે શખ્સોઓમાં ​દિનેશ મુળજીભાઇ સોલંકી ઉ.વ.45, રહે.ખેડુતવાસ, ​ભગવાન ઉર્ફે ભરત વિશ્રામભાઇ ઝાલા ઉ.વ.53, રહે.ભાયંદર ઈસ્ટ, મહારાષ્ટ્ર, મૂળ રહે. હેબતપુર, તા. ધોલેરા તથા​હિતેશ રાજેશભાઇ રાઠોડ ઉ.વ.30, રહે. કરચલીયા પરા, ભાવનગર વાળા ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મુખ્ય બુટલેગર ​જીગર ઉર્ફે જીગો પ્રવિણભાઇ ઝીંઝરીયા રેહ. કુંભારવાડા રહેતાંને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. દારૂના જથ્થા સહિત રૂ.2.91 લાખનો મુદ્દામાલ જપ્ત ઝડપાયેલા શખ્સો પાસેથી વ્હીસ્કી 2 લીટરની 10 બોટલ કિં.16,000, બિયર 72 ટીન કિં.9071, સુપર પ્રિમીયમ બિયર 43 ટીન કિં.6192 મળી કુલ 125 નંગ કિં.31,264 તથા ઇકો કાર કિ.રૂ.2,00,000 અને એક્સેસ સ્કૂટર કિં.રૂ.50,000, 3 મોબાઇલ ફોન કિં.રૂ.10,500 મળી ​કુલ રૂ.2,91,764 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ​પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહી ચૂક્યા છે. જેમાં ​ભગવાન ઉર્ફે ભરત ઝાલાઆ આરોપી અગાઉ વર્ષ 2025માં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના એક મોટા ગુનામાં નાસતો-ફરતો આરોપી હતો, તથા ​દિનેશભાઇ સોલંકી આ આરોપી વિરૂદ્ધ વર્ષ 2018 માં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં લૂંટ (IPC 394), તોડફોડ, ધાક-ધમકી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. આ સફળ કામગીરીથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસે ફરાર જીગર ઉર્ફે જીગાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના વિદેશમંત્રીએ કોલકાતામાં મધર ટેરેસાને શ્રદ્ધાંજલિ આપી:દિલ્હીમાં પીએમ મોદી અને જયશંકરને મળશે, ક્વાડ સમિટમાં પણ ભાગ લેશે
    Next Article
    Gujarat Rain Weather Forecast LIVE | માવઠાનો નવો રાઉન્ડ, 48 કલાકની આગાહી | PreMonsoon Activity |N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment