Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચાયત સેવા વર્ગ-3ની 2632 જગ્યાઓ પર ભરતી:20 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશો, લેબોરેટરી ટેક્નિશનથી લઈ જુનિયર ફાર્માસિસ્ટ સહિત વિવિધ કેડરમાં તક

    1 day ago

    ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ વિવિધ કેડરમાં સીધી ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. મંડળ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ ઓનલાઈન અરજી પ્રક્રિયા તા. 29 એપ્રિલ 2026થી શરૂ થઈ રહી છે અને તા. 20 મે 2026 સુધી ઉમેદવારો અરજી કરી શકશે. જુનિયર ફાર્માસિસ્ટ સહિત વિવિધ કેડરમાં તક આ ભરતી પ્રક્રિયામાં લેબોરેટરી ટેક્નિશનની 100 જગ્યા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની 420 જગ્યા, જુનિયર ફાર્માસિસ્ટ ની 164 જગ્યા, female હેલ્થ વર્કર ની 1948 એમ કુલ 2632 જગ્યાનો સમાવેશ થાય છે. જેમાં વિવિધ કેટેગરી મુજબ અનામતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અરજી ફીની ચૂકવણી ઓનલાઇન કરવાની રહેશે ઉમેદવારોને અરજી કરવા માટે OJAS વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફીની ચૂકવણી પણ ઓનલાઇન e-Pay સિસ્ટમ દ્વારા કરવાનું રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સંપૂર્ણ સૂચનાઓ ધ્યાનથી વાંચીને અરજી કરે. લાયકાત, વયમર્યાદા અને અન્ય શરતોનું પાલન કરવું મંડળે સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે અને કોઈપણ પ્રકારની ભલામણ અથવા દબાણ માન્ય ગણાશે નહીં. ઉમેદવારોને પોતાની લાયકાત, વયમર્યાદા અને અન્ય શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. સરકારી નોકરી મેળવવાની મોટી તક આ ભરતી રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને આરોગ્ય અને પ્રશાસનિક ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સારો મોકો સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: UAEના માસ્ટરસ્ટ્રોકથી રશિયા સુધી ભૂકંપ:પાકિસ્તાન-સાઉદીને તગડો ઝટકો, ભારતને લોટરી લાગી શકે, સમજો તેલિયા રાજાઓમાં ફાટ પડવાની અસલી કહાની
    Next Article
    TVK Shock, NDA Sweep In Assam, LDF Upset In Kerala: NDTV Axis My India Exit Poll

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment