Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વરસાદે સુરતને બાનમાં લીધું, 3 દિવસમાં 26 મોત, મુંબઇમાં મેઘતાંડવથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, અમેરિકાએ ઇરાનમાં તબાહી મચાવી

    22 hours ago

    નમસ્તે, તુર્કિયેમાં આયોજિત નાટો (NATO) સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથે સીઝફાયર ખતમ થઈ ગયું છે. બીજી તરફ, રામ મંદિરના ચઢાવાની ચોરીના આરોપીઓ પાસેથી પોલીસને દાનની નકલી રસીદો મળી આવી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે લખનૌમાં નિવૃત્ત આરટીઓ (RTO) અધિકારી પાસેથી 13 કિલો સોનું અને ₹1.62 કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા પ્રવાસના પ્રથમ દિવસે પીએમ એન્થની અલ્બનીઝ સાથે બેઠક કરશે. 2. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઈને મશહદની ઈમામ રઝા દરગાહમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ સમાપ્ત, ટ્રમ્પ બોલ્યા- આજે રાત્રે મોટો હુમલો કરીશું:હોર્મુઝમાં જહાજો પર ઈરાની હુમલા બાદ કાર્યવાહી; અત્યાર સુધી 80 ટાર્ગેટ પર હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે. હવે અમે કોઈ ડીલ કરવા માગતા નથી. અત્યાર સુધી ઈરાનના 80 ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો. ઈરાન મિડલ ઈસ્ટમાં દબાણ કરતું રહ્યું છે, પરંતુ હવે આવું નહીં રહે. ટ્રમ્પ તુર્કીમાં આયોજિત નાટો સમિટમાં સામેલ થયા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, આ કાર્યવાહી હોર્મુઝમાં જહાજો પર થયેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવી હતી. ઈરાને 2 દિવસ પહેલા હોર્મુઝમાં ત્રણ જહાજોને નિશાન બનાવ્યા હતા. તેનો દાવો હતો કે હોર્મુઝમાંથી કોમર્શિયલ જહાજો નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈ રહ્યા ન હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. રામ મંદિરમાં ચોરી- પોલીસને દાનની ખોટી રસીદ બુક મળી:આરોપીઓએ પૈસા પડાવ્યાની કબૂલાત કરી; એક ઝવેરીને ત્યાં પોલીસની તપાસ અયોધ્યા રામ મંદિરમાંથી દાન ચોરીના મામલે પોલીસે ત્રણ આરોપીઓ-લવ-કુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કરુણેશ પાંડેને 40 કલાકના રિમાન્ડ પર કસ્ટડીમાં લીધા છે. પૂછપરછ દરમિયાન, પોલીસે આરોપીઓ પાસેથી 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ની એક ખોટી અને જૂની રસીદ બુક જપ્ત કરી છે. આ રસીદ અસલ રસીદ જેવી જ દેખાય છે અને તેના પર 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'નો લોગો પણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ખોટી રસીદો આપીને દાતાઓ પાસેથી પૈસા પડાવતા હતા. શરૂઆતમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિરમાં દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતી, ત્યારે તિન્નુ યાદવ, લવકુશ, કરુણેશ અને અનુલ્પ સહિતના આરોપીઓ કોઈને શંકા ન જાય તે માટે આવી નકલી રસીદો આપતા હતા. જોકે, ઓનલાઈન રસીદ જારી કરવાની નવી પદ્ધતિ અમલમાં આવતાં તેમણે આવી નકલી રસીદોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 3. પુણેમાં ઈમારત પર કચરાનો પહાડ ધસી પડ્યો, 16 લોકો દટાયા:મુંબઈમાં વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, જબલપુરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદને કારણે બુધવારે કચરાનો એક મોટો પહાડ ત્રણ માળની ઇમારત પર ધસી પડ્યો, જેનાથી તે ઇમારત ધરાશાયી થઈ ગઈ. આશંકા છે કે કાટમાળ નીચે 16 લોકો દબાયેલા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) એ અહેવાલ આપ્યો છે કે પુણેના પિંપરી-ચિંચવડ વિસ્તારમાં કચરાનો પહાડ નજીકની વેસ્ટ મેનેજમેન્ટની ઇમારત પર પડ્યો હતો. સુરતમાં 36 કલાકમાં 11 થી 19 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ જુલાઈ 1941માં નોંધાયેલા 18 ઇંચ વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યોછે. સૌથી વધુ 19 ઇંચ વરસાદ સરથાણામાં નોંધાયો હતો, ત્યારબાદ વરાછામાં 18.16 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી; એક શોપિંગ મોલનો એક માળ પાણીમાં ડૂબી ગયો હતો અને રસ્તાઓ પર કારો તણાતી જોવા મળી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 2100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. યુપીનો 'ધનકુબેર' અધિકારી:13 કિલો સોનું, 9 કિલો ચાંદી; દિવાલોમાં છુપાવ્યા 1.62 કરોડ રોકડા, 15 જગ્યાએ મકાન-જમીન; 35 કરોડની સંપત્તિ જપ્ત યુપીમાં નિવૃત્ત સહાયક સંભાગીય પરિવહન અધિકારી (ARTO) લલિત કુમારના લખનઉ સ્થિત ઘરે વિજિલન્સે દરોડો પાડ્યો. લગભગ 26 કલાક ચાલેલી દરોડાની કાર્યવાહીમાં લલિત કુમારના લખનઉના નિવાસસ્થાનેથી 13 કિલો સોનું, 9 કિલો ચાંદી અને હીરાના આભૂષણો મળી આવ્યા છે. જેની કિંમત 20 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તપાસ દરમિયાન ટીમને લગભગ 1.62 કરોડ રૂપિયા રોકડા પણ મળ્યા, જે તેણે પેકેટોમાં દીવાલ અને અલગ-અલગ રૂમમાં છુપાવીને રાખ્યા હતા. 15 જગ્યાઓ પર મકાન, ફ્લેટ અને ખેતીની જમીનોના દસ્તાવેજો પણ મળ્યા છે. વિજિલન્સે જપ્ત કરાયેલી સંપત્તિની કુલ કિંમત લગભગ 35 કરોડ રૂપિયા જણાવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. મમતાએ ઘરની બહાર 3 લોકોને થપ્પડ મારી:ભાજપના કાર્યકરોએ TMCની રેલીમાં ઇંડા ફેંકતા નારાજ થયા, કાર્યકરો બાખડતા પોલીસે લાઠીચાર્જ કર્યો પશ્ચિમ બંગાળના બારુઈપુરમાં 11 વર્ષની બાળકી સાથે થયેલા રેપ-મર્ડરના વિરોધમાં બુધવારે ટીએમસી કોલકાતામાં રેલી કાઢી રહી હતી. TMC રેલી બાલિગંજ ફાડીથી શરૂ થઈને હાજરા ક્રોસિંગ સુધી પહોંચી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ રેલીનો વિરોધ કરતા ચોર-ચોરના નારા લગાવ્યા અને પ્રદર્શન કર્યું. TMCનો આરોપ છે કે ભાજપના કાર્યકરોએ તેમના પર ઇંડા ફેંક્યા. રેલી જ્યારે મમતા બેનર્જીના ઘરની બહાર પહોંચી ત્યારે હોબાળો વધી ગયો. ગુસ્સે થયેલા મમતા બેનર્જી પોતાના ઘરેથી બહાર આવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અંબિકા નદી ગાંડીતૂર:વલસાડના મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા, નવસારી-વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડી શકે ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધામાં 59 તાલુકામાં સામાન્ય વરસાદ ખાબક્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના નાનાપોઢા અને કપરાડામાં અંદાજે 2 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. બાકીના તમામ તાલુકામાં 1 ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેલ માર્ક લો પ્રેશર, 2 ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની અગાહી કરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરતમાં પૂરથી એક દિવસમાં 15ના મોત, મનપાએ મોતનો કૂવો બનાવ્યો:13ના ડૂબવાથી, એકનું પડવાથી અને એકનું કરંટથી મોત; ત્રણ દિવસમાં 26ના જીવ ગયા, શરમથી કોણ ડૂબી મરશે? સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદે તબાહી મચાવી દીધી છે. મઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આજે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કૂલ 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આકાશી આફતમાં 13 લોકોના પૂરના પાણીમાં ડૂબી જવાથી જ્યારે એકનું પડી જવાથી અને 20 વર્ષીય યુવકનું કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું છે. કમાઉ દીકરાઓ અને માસૂમ બાળકોના અકાળે મોતથી શહેરમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કૂલ 26 લોકોના મોત નિપજ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ 2027માં NEET પરીક્ષા 6 દિવસ ચાલશે, કમ્પ્યુટર આધારિત હશે:1000થી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે, પેપર લીક વિવાદ બાદ ફેરફારની તૈયારી (સંપૂર્ણ સ્ટોરી વાંચો) 2. વિદેશઃ પાકિસ્તાનનું કાર્ગો પ્લેન કરાચી નજીક ગુમ થયું:નેવિગેશન સિસ્ટમમાં ખામી સર્જાઈ, 5 ક્રૂ મેમ્બર સવાર હતા, અરબી સમુદ્રમાં સર્ચ ઓપરેશન ચાલુ (સંપૂર્ણ સ્ટોરી વાંચો) 3. સ્પોર્ટ્સઃ સૌરવ ગાંગુલી ICC હોલ ઓફ ફેમમાં સામેલ થશે:ભારતના 12મા ક્રિકેટર બનશે; 11 જુલાઈએ થશે જાહેરાત (સંપૂર્ણ સ્ટોરી વાંચો) 4. નેશનલઃ સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ પર અમેરિકામાં હત્યાનો કેસ:ચાર્જશીટ દાખલ, ગોલ્ડી બ્રાર પર 50 હજાર ડોલરનું ઇનામ; પહેલીવાર દાવો- તેણે કેનેડામાં નિજ્જરની હત્યા કરાવી (સંપૂર્ણ સ્ટોરી વાંચો) 5. બિઝનેસઃ એક વર્ષમાં ડાર્ક સ્ટોર્સ દોઢ ગણા વધ્યા:પીણાં, આઈસ્ક્રીમ અને ફેસ કેરનું વેચાણ સૌથી વધુ; 1 લાખ કરોડનું બજાર (સંપૂર્ણ સ્ટોરી વાંચો) 6. ધર્મઃ સંતની દુઃખી વ્યક્તિને શીખ:વાર્તા- બધી સમસ્યાઓ એકસાથે ક્યારેય સમાપ્ત થતી નથી, સ્વીકારો અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરો (સંપૂર્ણ સ્ટોરી વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ટ્રેનના કોચને બનાવ્યો હનીમૂનનો રૂમ ભારતીય રેલવેના ફર્સ્ટ એસી કેબિનને ફુગ્ગાઓ, ફૂલો અને હજારો ગુલાબની પાંખડીઓથી સજાવીને 'હનીમૂન સુઇટ' બનાવી દેવામાં આવ્યો. દીવાલ પર ‘આઈ લવ યુ’ પણ લખ્યું. આનો વીડિયો વાયરલ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ભારતની ચાલમાં ચીન ફસાયું:મોદીએ દુખતી નસ દબાવી, ડ્રેગનનાં પાટિયાં પાડી શકે મલાક્કા સ્ટ્રેટ, દરિયાઇ દાદાગીરી સામે ખતરનાક સ્ટ્રેટેજી 2. 'આ આફત માટે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓને સ્ટીલના કીડા પડે':સુરતમાં પૂરના પાણી ઓસરતા જ લોકો-વેપારીના આંસુ છલકાયા, મત માગવા આવતા નેતાઓ ન ફરકતા રોષ 3. મિનેશે કોમલને ઊંચકીને સાબરમતીમાં ફેંકી દીધી:નજરે જોનારા મિત્રને કહ્યું- તને પણ મારી નાખીશ, સવારે પોલીસ સ્ટેશન જઇ રડવા લાગ્યો 4. મોદી કેબિનેટમાં ફેરબદલનું કાઉન્ટડાઉન શરૂ:પાંચ મંત્રી બદલાય એવી શક્યતા, યુવા મંત્રીમંડળ બનાવવાની તૈયારી 5. 'અમે પાણીમાં ડૂબ્યા હવે તમેય ડૂબો':લોકો વીફર્યા, નેતાઓને પાણીમાં ડૂબાડ્યા!, સાંસદ બુલડોઝરની ઉપર ચઢી ગયા, બાઇકમાં આડા બેસીને મેદાનમાં ઉતર્યા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મેષ-ધન રાશિ માટે દિવસ ભાગ્યશાળી, તુલા રાશિને મહેનતનું ઉત્તમ પરિણામ મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    I tried Nothing’s Phone 4B in Leh: Here’s my early experience
    Next Article
    Argentina's Win Over Egypt Turns Heads But They Aren't New To Controversies

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment