Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 3 અલગ-અલગ આપઘાતના બનાવ:ખેતમજૂરી કરતી આદિવાસી પરિણીતાનું ઝેરી દવા પીતાં મોત, બેકારીથી કંટાળી 25 વર્ષીય યુવાને પીધું ફિનાઇલ

    2 days ago

    રાજકોટ નજીક આવેલા ગૌરીદડ ગામના વાડી વિસ્તારમાં રહેતી ભાવનાબેન રાજેશભાઈ નાયકા નામની 29 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર વાડીએ જીવજંતુ મારવાની ઝેરી દવા પી લીધી હતી. ગંભીર ઝેરી અસર થતાં પરિણીતાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક પરિણીતા મૂળ છોટાઉદેપુરની વતની હતી અને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી ધરાવે છે. પરિવાર છેલ્લા ત્રણેક મહિનાથી અહીં વાડીમાં રહીને ખેતમજૂરી કરતો હતો. પરિણીતાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પતિ અજાણ હોવાથી કુવાડવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કામધંધો ન મળતાં હતાશ 25 વર્ષીય યુવકે ફિનાઇલ પી લીધું રાજકોટ શહેરમાં આપઘાતના પ્રયાસનો બીજો બનાવ કાલાવડ રોડ પર બન્યો હતો. સયાજી હોટેલ પાસે આવેલા ચાર માળિયા ક્વાર્ટરમાં રહેતા આશીષ ભીખુભાઈ રાઠોડ નામના 25 વર્ષીય યુવાને લાંબા સમયથી કામધંધો ન મળતાં માનસિક હતાશામાં આવી મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ફિનાઇલ પી લીધું હતું. ફિનાઇલ ગટગટાવી લેતાં યુવકને ગંભીર ઝેરી અસર થઈ હતી, જેથી તેને તાબડતોબ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મોબાઈલ રમવા બાબતે પિતાએ ઠપકો આપતાં 14 વર્ષના સગીરે ઝેર પીધું આપઘાતના પ્રયાસની ત્રીજી ઘટનામાં લોધિકા તાલુકાના તરવડા હરીપર ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના 14 વર્ષીય સગીરે વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. ઝેરી અસર થતાં સગીરને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પરિવાર પણ મૂળ છોટાઉદેપુરનો વતની છે. સગીર સતત મોબાઈલમાં ગેમ રમવામાં મશગૂલ રહેતો હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાનું માઠું લાગી આવતાં આવેશમાં આવી સગીરે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવતાં પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ આગળ ધપાવી છે.
    Click here to Read More
    Previous Article
    ટીચરે માર માર્યો, બાળકે ખોળામાં પડીને દમ તોડ્યો, શોકિંગ VIDEO:પરિવારનો દાવો- ડરના લીધે હાર્ટ એટેક આવ્યો, વિશાખાપટ્ટનમનો કિસ્સો
    Next Article
    સુરતમાં વરસાદની સાચી સ્થિતિ જાણવા મનપા સજ્જ:વેસુ અને ભેસ્તાનમાં 2 નવા રેઈન ગેજ મુકાયા, હવે કુલ 10 સેન્ટર પરથી મળશે વરસાદના આંકડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment