Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 ઓક્ટોબરે યોજાશે ‘રંગરાસ 2026’:જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે અનોખી પહેલ

    6 hours ago

    શહેરમાં આ વર્ષે નવરાત્રિની ઉજવણી સાથે સેવાભાવનો અનોખો સંદેશ જોવા મળશે. મંગલમ્ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લિમિટેડની કન્ઝ્યુમર વેલનેસ અને પર્સનલ કેર બ્રાન્ડ NEAT એવરીડેએ ‘રંગરાસ 2026’ની જાહેરાત કરી છે. આ આયોજનમાં નવરાત્રિની ઉજવણી સાથે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અને વિકાસને સહયોગ આપવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. ‘રંગરાસ 2026’નું આયોજન અમદાવાદના અમરવન ગ્રીન્સ ખાતે 3 ઓક્ટોબર, 2026ના રોજ કરવામાં આવશે. આયોજનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ગરબાના દરેક પગલાં સાથે એક અર્થસભર હેતુ પણ જોડાય. કાર્યક્રમની ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે અને ખરીદવામાં આવેલી દરેક ટિકિટમાંથી જરૂરિયાતમંદ બાળકોના ઉત્થાન માટે યોગદાન આપવામાં આવશે. કાર્યક્રમમાં ધ્રુવિશ શાહ પરફોર્મ કરશે આ કાર્યક્રમની ખાસિયત એ પણ રહેશે કે, સહાય સાથે જોડાયેલા 100 બાળકોનું સ્વાગત કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ પહેલ દ્વારા નવરાત્રિની ઉજવણીને માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રાખીને બાળકોના શિક્ષણ અને વિકાસ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રંગરાસ 2026માં અમદાવાદના જાણીતા ગાયક કલાકાર ધ્રુવિશ શાહ દ્વારા લાઇવ ગરબા પર્ફોર્મન્સ પણ રજૂ કરવામાં આવશે. સંગીત, ગરબા, પરંપરા અને એકતાના માધ્યમથી ગુજરાતની જીવંત સંસ્કૃતિની ઉજવણી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મંગલમ્ ગ્લોબલ એન્ટરપ્રાઇઝના ચેરમેન વિપિન પ્રકાશ મંગલે જણાવ્યું હતું કે ગુજરાત તેમના માટે હૃદય સમાન છે અને નવરાત્રિ ઉજવણી, એકજૂથતા અને શક્તિના ભાવને દર્શાવતો તહેવાર છે. લોકો સંગીત-ગરબા સાથે જરુરિયાતમંદોની મદદ કરી શકશે ‘રંગરાસ-2026’ દ્વારા લોકોને એક એવી ઉજવણી માટે એકત્રિત કરવાનો પ્રયાસ છે, જે ગુજરાતની જીવંતતાની સાથે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અને વિકાસમાં પણ યોગદાન આપે. NEAT એવરીડેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દર્શક મહેતાએ જણાવ્યું હતું કે ‘રંગરાસ’ નવરાત્રિની ઉજાસ અને સમુદાયને એક મંચ પર લાવવાની ખુશીને એકસાથે જોડે છે. લોકો સંગીત અને ગરબાની મજા માણવાની સાથે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, વિકાસ અને તેમના સપનાઓને પૂર્ણ કરવામાં મદદ કરવાની તક મેળવી શકે છે. ‘રંગરાસ 2026’ની ટિકિટો Wowsly, BookMyShow અને District પર ઉપલબ્ધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકાનો મોટો નિર્ણય:પર્યુષણ-ગણેશોત્સવમાં કતલખાના અને માંસ-મચ્છીની દુકાનો સાથે જીવતા પશુ-પક્ષીઓના વેચાણ પર પણ પ્રતિબંધ
    Next Article
    રાજકોટમાં એક સાથે 17 PSIની આંતરિક બદલી:પી.જી. આલની પ્રોસિક્યુશનમાં ટ્રાન્સફર, જાણો કોની ક્યાં બદલી; આગામી દિવસોમાં વધુ કર્મીઓની બદલીનો લીથો જાહેર કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment