Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો ઝેરી દવા પી આપઘાત:માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોત, 2018માં મોટા દીકરાના અવસાન બાદ ત્રણેયના મોતથી ખખ્ખર પરિવારનો અંત

    1 day ago

    રાજકોટમાં એક જ પરિવારના સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતા ખખ્ખર પરિવારના દંપતીએ પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો છે. જોકે, ટૂંકી સારવાર દરમિયાન માતાનું મોત થયું હતું, ત્યારબાદ પિતા-પુત્રનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. યુનિવર્સિટી પોલીસે નિવેદન નોંધવા સહિત કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારનો સેલફોસના ટીકડા ખાઈ આપઘાત રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ખખ્ખર (ઉ.વ.73) તેમના પત્ની સ્મિતાબેન ખખ્ખર (ઉ.વ. 65) અને પુત્ર નિશિત ખખ્ખર (ઉ.વ. 32)એ એકસાથે સાંજના 5 વાગ્યે સેલફોસના ટીકડા ખાતા ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સ્મિતાબેનનું મોત થયું હતું, જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર હોવાથી ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેના પણ મોત થયા હતા. આર્થિક સંકડામણમાં પગલું ભર્યું હોવાનો પ્રાથમિક અહેવાલ બનાવ અંગેની જાણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરિવારે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં મોટા દીકરાનું વર્ષ 2018માં મોત થયું હતું દિલીપભાઈ ખખ્ખર PWDમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં બે દીકરા હતા, જેમાંથી મોટા દીકરાનું વર્ષ 2018માં અવસાન થયું હતું, જ્યારે નાનો પુત્ર નિશિત અપરણિત હોવાનું સામે આવ્યું છે. આપઘાતના પ્રયાસના અન્ય સમાચાર વાંચો 21 જુલાઈ: પાંચમા માળેથી આપઘાતનો પ્રયાસ કરતી મહિલાનો લાઇવ VIDEO વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા એક બહુમાળી એપાર્ટમેન્ટમાંથી મહિલા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. એપાર્ટમેન્ટના પાંચમા માળેથી આપઘાત કરવા જઈ રહેલી મહિલાનો આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો. સદનસીબે, સ્થળ પર હાજર સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના અટકી ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 25 જૂન: યુવકે બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યાનો VIDEO વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી બ્રિજ પર એક યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોમાં યુવક બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જ્યારે આસપાસ હાજર લોકો તેને રોકવા અને સમજાવવાના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    આજે ગુજરાતના 150 તાલુકામાં નોંધાયો વરસાદ:પંચમહાલના નાદરવા ગામની 65 વર્ષીય મહિલાનું વીજળી પડતાં મોત, રાજ્યમાં આજથી વરસાદનું થોડું જોર ઘટ્યું
    Next Article
    Pune mass transit route construction to be completed by 2028: CM Fadnavis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment