Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોકી વર્લ્ડકપ: ભારતે પાકિસ્તાન સામે 3 ગોલ કર્યા:હરમનપ્રીતના 2 ગોલ, અભિષેકે એક ગોલ કર્યો; પહેલા ક્વાર્ટર પછી સ્કોર 2-0 થયો

    2 days ago

    મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે 2-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજા ક્વાર્ટરની રમત ચાલુ છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે 5મી મિનિટે મળેલા પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો. ત્યારબાદ અભિષેકે 11મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને ભારતની સરસાઈ બમણી કરી દીધી. મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓએ હેન્ડશેક ન કર્યો, પરંતુ ખેલદિલી બતાવતા એકબીજાને હાઈ-ફાઈવ કર્યું. ટીમ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સામે અજેય છે. બંને ટીમો વચ્ચે 19 મેચ રમાઈ છે. જેમાં ભારતે 17 મેચ જીતી, જ્યારે 2 ડ્રો રહી. પાકિસ્તાને છેલ્લીવાર સાઉથ એશિયન ગેમ્સ 2016ની ફાઇનલમાં ભારતને 1-0થી હરાવ્યું હતું. ભારતને પહેલી મોટી તક મળી, દિલપ્રીતનો શોટ પાકિસ્તાનની સ્ટીક સાથે અથડાયો ત્રીજી મિનિટે ભારતે એટેક કર્યો. ફ્રી હિટ પર પાકિસ્તાને બોલ ગુમાવ્યો, ત્યારબાદ અભિષેક સર્કલમાં પહોંચ્યો. તેણે બોલ વચ્ચે પહોંચાડ્યો અને દિલપ્રીતે સેન્ટરથી શોટ માર્યો. બોલ પાકિસ્તાનની સ્ટીકને અડીને બહાર ગયો અને ભારતને લોંગ કોર્નર મળ્યો. બન્ને ટીમની સ્ક્વોડ ભારત: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જરમનપ્રીત સિંહ, અભિષેક, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, દિલપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત, નીલકંતા શર્મા, લાલગે આદિત્ય અર્જુન, શશિકુમાર મોહિત હોન્નેનહલ્લી, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, વિવેક સાગર પ્રસાદ, સુખજીત સિંહ, યશદીપ સિવાચ, સંજય, સૂરજ કરકેરા (ગોલકીપર), રાજિન્દર સિંહ, શિલાનંદ લાકડા. પાકિસ્તાન: મહમૂદ અબુ (કેપ્ટન), વકાર (ગોલકીપર), મુહમ્મદ અબ્દુલ્લા, સુફિયાન ખાન, મોઈન શકીલ, વહીદ અશરફ રાણા, હન્નાન શાહિદ, ઝિક્રિયા હયાત, અરશદ લિયાકત, અદીલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, અમ્માદ બટ, મુહમ્મદ હમ્માદુદ્દીન, અબ્દુલ રહેમાન, અફરાજ, ઉમર મુસ્તફા, અબુ મહમૂદ, અલી રઝા (ગોલકીપર), અબ્દુલ મનાન, મુહમ્મદ અમ્માદ.
    Click here to Read More
    Previous Article
    "Literacy Ambassadors": Madhya Pradesh Classes 9-12 Students To Teach Non-Literate Adults
    Next Article
    ગોધરા રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયો:નંદેસરી પોલીસે ક્રેટા કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જૂના કારનામાઓની તપાસની માંગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment