Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ:જિલ્લા-તાલુકા પંચાયતની કુલ 175 બેઠક પર જંગ સ્પષ્ટ

    4 days ago

    મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લા પંચાયતની 28 બેઠકો અને તાલુકા પંચાયતની 150 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ પૈકી તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જિલ્લા પંચાયતની 28 બેઠકો પર કુલ 83 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આમાં ભાજપ અને કોંગ્રેસના 28-28 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 19 ઉમેદવારો, અને અપક્ષ તથા અન્ય પક્ષોના 8 ઉમેદવારો મેદાનમાં છે. તાલુકા પંચાયતની કુલ 150 બેઠકોમાંથી ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. કોઠંબા તાલુકાની જેથરી બોર બેઠક પર સુશીલાબેન ગીરવતભાઈ ડામોર, વિરપુર તાલુકાની ખેરોલી બેઠક પર જૈમીનીબેન શૈલેષભાઈ પટેલિયા અને કોયલા બેઠક પર એસ.બી. ખાંટ બિનહરીફ ચૂંટાયા છે. હવે બાકીની 147 તાલુકા પંચાયત બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં કુલ 439 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના 147-147 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 95 ઉમેદવારો, અને અન્ય તથા અપક્ષના 50 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ત્રિકોણીય નહીં પરંતુ ચોરસ જંગ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    મહિલા અનામત સુધારા બિલ આજે સંસદમાં રજૂ થશે:વિપક્ષ સીમાંકન બિલના વિરોધમાં, તમિલનાડુના સીએમ સ્ટાલિને બિલની કોપી સળગાવી
    Next Article
    CSK Left Fuming Over 'Dosa Idli' Song During RCB Clash, Take Major Action

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment