Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપરમાં ખેડૂતોનું આંદોલન પાર્ટ-3:અમદાવાદ, ગાંધીનગર સહિત 12 જિલ્લાના ખેડૂત આગેવાનો એકત્ર થયા, યોગ્ય વળતર નહીં તો વીજ થાંભલા ઉખેડવાની ચીમકી

    11 hours ago

    મોરબી જિલ્લાના જેતપર ગામેથી વીજપોલના વળતરના મુદ્દે ખેડૂતોના આંદોલનનો ત્રીજો તબક્કો શરૂ કરવાની તૈયારીઓ તેજ બની છે. આંદોલન પાર્ટ-3ની રણનીતિ ઘડવા માટે આજે જેતપરમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા સહિત 12 જિલ્લાના ખેડૂત આગેવાનો અને સરપંચોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વીજ કંપનીઓ પાસેથી ખેડૂતોને વધુમાં વધુ અને યોગ્ય વળતર કેવી રીતે અપાવી શકાય તેમજ આગામી આંદોલન કઈ રીતે આગળ વધારવું તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 12 જિલ્લાના ખેડૂત આગેવાનો એક મંચ પર આવ્યા જેતપરમાં યોજાયેલી બેઠકમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના ખેડૂત આગેવાનો અને સરપંચોએ હાજરી આપી હતી. બેઠકમાં રાજ્યવ્યાપી સ્તરે ખેડૂતોને એકજૂથ કરીને વળતરના મુદ્દે મજબૂત લડત લડવા માટે સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પૂરતું વળતર નહીં મળે તો વીજ થાંભલા ઉખેડવાની ચીમકી બેઠક દરમિયાન ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો ખેડૂતોના ખેતરોમાં ઉભા કરવામાં આવતા વીજ થાંભલાઓ બદલ પૂરતું અને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો વિરોધ વધુ ઉગ્ર બનશે. જરૂર પડશે તો ખેડૂતો વીજ થાંભલાઓ ઉખેડી નાખવા જેવા આક્રમક પગલાં પણ ભરી શકે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જિલ્લાથી ગ્રામપંચાયત સુધી સમિતિઓ બનશે આંદોલન સમિતિના સભ્યોના જણાવ્યા મુજબ, જેતપર બેઠક બાદ આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે ખેડૂતોની સમિતિઓની રચના કરવામાં આવશે. આ સમિતિઓના માધ્યમથી સમગ્ર રાજ્યમાં સુનિયોજિત રીતે આંદોલન પાર્ટ-3 શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર અપાવવા માટે આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરત નાસીરનગર ડિમોલિશન કાંડમાં મોટો વળાંક:સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હાઈકોર્ટના શરણે, વોટ્સએપ ચેટ રજૂ કરી મ્યુ. કમિશનરના આદેશથી ગયાનો દાવો કર્યો
    Next Article
    Better roads, foot massage, cleaner toilets: Pilgrims welcome improved facilities on the Wari route

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment