Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીની જાહેરાત- 3 દિવસ પછી પેપર લીકમાં સજા સાથે જોડાયેલું બિલ લાવશે; વાંગચુકે ઉપવાસ તોડ્યા, રાજ્યના 11 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

    11 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પેપર લીક સાથે જોડાયેલા રહ્યા. પીએમે કહ્યું કે દોષિતો સામે કડક સજાનો પ્રસ્તાવ તૈયાર છે. સંસદમાં બિલ જશે. બીજા સમાચાર ચોમાસાને લઈને છે ભારતથી કોરિયા સુધી વાદળો છવાયેલા છે. 7 રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે. નીટ પેપર લીક પર ફરીથી હંગામો થઈ શકે છે. 2. કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગ અને પેરા પાવરલિફ્ટિંગના મુકાબલા થશે. 📰 કાલના મોટા સમાચારો 1.મોદી બોલ્યા- પેપર લીક પર કેબિનેટ કડક નિર્ણય લેશે:સંસદમાં જલ્દી બિલ પાસ કરાવીશું; પીએમએ રાતે 12 વાગ્યે વીડિયો સંદેશ જારી કર્યો, પ્રધાનના રાજીનામાની માગ વચ્ચે શિક્ષણ સચિવ બદલાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓના નામે એક વીડિયો સંદેશ જારી કર્યો છે. મોદીએ કહ્યું- પેપર લીક કોઈ સામાન્ય બાબત નથી. ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને કડક સજાનો પ્રસ્તાવ શુક્રવારની કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ આવતા અઠવાડિયે સંસદમાં આ સંબંધિત બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મોદીએ કહ્યું- પેપર લીક લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે ખૂબ જ દુઃખદ છે. તેથી, પેપર લીકની ઘટના પછી છેલ્લા અઢી મહિનામાં ઘણા પગલાં લેવામાં આવ્યા છે. દોષિતોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ જેલમાં છે. તેમણે કહ્યું- અમારી સૌથી મોટી જવાબદારી એ સુનિશ્ચિત કરવાની હતી કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બરબાદ ન થાય. પરીક્ષાઓ તાત્કાલિક યોજવી જરૂરી હતી. સરકારે ઓછામાં ઓછા સમયમાં 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા કરાવી. 19 જુલાઈએ NEETનું પરિણામ પણ આવી ગયું. પરંતુ અમે આટલાથી સંતોષ માનનારા નથી. તેથી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આજે વિભાગોએ મોડી રાત્રે મને મુસદ્દો મોકલ્યો છે. તેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કઠોર સજાની જોગવાઈઓ છે. આના પર શુક્રવારે કેબિનેટમાં ચર્ચા થશે. પીએમની વાંગચુકને અપીલ- તબીબોએ જણાવેલી દિનચર્યાનું પાલન કરો પીએમ મોદીનો વીડિયો મેસેજ સામે આવ્યા પછી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને જેપી નડ્ડા મેદાન્તા હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તેમણે સરકાર તરફથી આપવામાં આવેલા આશ્વાસન સોનમ વાંગચુકને વાંચી સંભળાવ્યા. આ પછી જેપી નડ્ડાએ જ્યુસ પીવડાવીને વાંગચુકના ઉપવાસ તોડાવ્યા. આ પછી પીએમ મોદીએ એક પોસ્ટ કરી. જેમાં તેમણે લખ્યું- “હું સોનમજીને આગ્રહ કરું છું કે તેઓ તબીબોની સલાહ અનુસાર પોતાની દિનચર્યા રાખે અને વહેલામાં વહેલી તકે પોતાનું જૂનું વજન ફરીથી પ્રાપ્ત કરે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સોનમજી સ્વસ્થ રહે.” (વાંચો સંપૂર્ણ સમાચાર) 2. મોદીએ કહ્યું-પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે:દોષિતોને છોડીશું નહીં, રાહુલે કહ્યું- તમે એજ્યુકેશન સિસ્ટમ બરબાદ કરવાના જવાબદાર; CJPએ કહ્યું- PM રાજીનામું આપે જંતર-મંતર પર ચાલી રહેલા પેપર લીક કેસ પર પ્રદર્શન વચ્ચે પીએમ મોદીએ ગુરુવારે X પર પોસ્ટ કરીને લખ્યું કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને છોડવામાં આવશે નહીં. આ બાબતે રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે તમે જ અમારા યુવાનોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. તમે એજ્યુકેશન સિસ્ટમને બરબાદ થવા દીધી અને તેના માટે જવાબદાર વ્યક્તિઓને સંરક્ષણ આપ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો 3. સંસદની બહાર NDA-INDIA ગઠબંધન સામ-સામે:પ્રિયંકા સૂત્રોચ્ચાર કરતા NDAના સાંસદો પાસે પહોંચ્યા, સુરક્ષાકર્મીઓએ રોક્યાં; લોકસભા આવતીકાલ સુધી સ્થગિત સંસદના ચોમાસુ સત્રના ચોથા દિવસે ગુરુવારે સંસદ ભવનની બહાર NDA અને વિપક્ષ સામસામે આવી ગયા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ સહિત વિપક્ષી સાંસદોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષની સામે NDAના સાંસદો પણ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. NDA સાંસદો 21 જુલાઈએ પીએમ આવાસની બહાર રાહુલના ધરણાનો વિરોધ કરી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4.ઈરાનનો મિડલ-ઈસ્ટમાં અમેરિકી બેઝ પર હુમલો:દાવો- જોર્ડનમાં THAAD ડિફેન્સ સિસ્ટમ તબાહ, કુવૈતમાં ડ્રોન ઠેકાણાને નિશાન બનાવ્યા ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ મિડલ-ઈસ્ટમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર જવાબી હુમલા કર્યા છે. સેનાએ જોર્ડન અને કુવૈતમાં યુએસ બેઝ પર ડ્રોન અને મિસાઈલથી હુમલા કર્યા છે. IRGC એ દાવો કર્યો કે જોર્ડનમાં તૈનાત અમેરિકી THAAD (ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ) એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કુવૈતમાં અમેરિકી MQ-9 રીપર ડ્રોનના ઓપરેશન બેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો. ઈરાનનું કહેવું છે કે આ કાર્યવાહી તાજેતરના અમેરિકી હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ભારતથી દક્ષિણ કોરિયા સુધી 7000 કિલોમીટર લાંબી વાદળોની પટ્ટી:દેશમાં સામાન્ય કરતાં 170-180% વધુ વરસાદ; અમદાવાદ-મુંબઈ રૂટ પર 7 ટ્રેનો રદ નવી સેટેલાઇટ ઇમેજમાં ભારતના હિમાલયથી દક્ષિણ કોરિયા સુધી 7થી 10 હજાર કિલોમીટર લાંબી વાદળોની પટ્ટી દેખાઈ રહી છે. તેનાથી આખા દેશમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ જ કારણોસર દેશમાં છેલ્લા 2 દિવસમાં સામાન્ય કરતાં 170-180% વધુ વરસાદ થયો છે. આને મોનસૂન કન્વર્જન્સ ઝોન કહેવાય છે. આ ત્યારે બન્યો જ્યારે હિંદ મહાસાગરથી આવેલી ભેજવાળી હવાઓ એશિયા તરફ આવી. આ કારણે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, યુપી, પંજાબ, બિહાર, છત્તીસગઢ અને ગુજરાતમાં સતત 60 કલાકથી વરસાદ થઈ રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વરસાદે અમદાવાદને ધ્રુજાવ્યું, સ્થિતિ ભયંકર બની:પારસ નગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર દટાયા, સવાર સુધી કામ વિના ઘર બહાર ન નીકળતા, બોપલ-સરખેજમાં 16 ઇંચથી જળતાંડવ અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે તો પેલેડિયમ મોલ આગળ CM પણ થોડીવાર માટે ફસાયા હતા. સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા પોશ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાસણા બેરેજના દરવાજા પણ ખોલી નખાયા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. મેઘરાજાએ દ.ગુજરાતને ધમરોળ્યું, ચીખલી-ધોળકામાં 18-18 ઈંચ વરસાદ:11 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 24મીની ગૌણ સેવા પસંદગી મંડળની 6 પરીક્ષા મોકૂફ આજે ગુજરાતના 212 તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે, જેમાં સૌથી વધુ નવસારીના ચીખલી અને અમદાવાદના ધોળકા તાલુકામાં 18-18 ઈંચ વરસાદ ખાક્યો છે, જ્યારે ખેરગામમાં 17 ઈંચ, ઉમરપાડામાં 16 ઈંચ, ઉમરગામમાં 15 ઈંચ, વાસંદા, મહેમદાવાદ અને વઘઇમાં 14-14 ઈંચ, ગણદેવી અને માતરમાં 13-13 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 8 તાલુકામાં 10થી 12 ઈંચ અને 105 તાલુકામાં 1થી 9 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલ: ગુરુગ્રામ- મેદાંતામાં 600 જવાનોની સુરક્ષામાં સોનમ વાંગચુક:બોલ્યા- ભરોસો મળે તો આજે જ અનશન સમાપ્ત, નડ્ડાએ કહ્યું- તમારો પત્ર મળ્યો, ચર્ચા કરી રહ્યા છીએ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ કેનેડામાં પંજાબી યુવતીની ધરપકડ:એપાર્ટમેન્ટ ભાડે આપવાની ખોટી જાહેરાત કરતી, ઓનલાઈન બુકિંગ કરાવી એડવાન્સ રૂપિયા પડાવતી; શિફ્ટ કરવા પર છેતરપિંડીની ખબર પડતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ જંતર-મંતરના વાયરલ VIDEOs:કોઈએ ખાવાનું મોકલ્યું, તો કોઈએ મોકલ્યા સેનેટરી પેડ્સ; લાઠીચાર્જ માટે પોલીસને શાબાશી મળી, સુપ્રીમ કોર્ટમાં 'લોકશાહી બચાવો'ની ગુંજ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. બિઝનેસઃ આશિષ કુમાર દશ બનશે ઇન્ફોસિસના નવા CEO:પ્રથમ ક્વાર્ટરમાં નફો 12.2% વધીને ₹7,769 કરોડ થયો, રેવન્યુ 14% ઉછળીને ₹48,211 કરોડ પહોંચી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ધર્મ: સંતની શિષ્યને શીખ:જ્યારે કોઈ આપણી ખામીઓ જણાવે છે, ત્યારે સમજો કે તેની વાતમાં કોઈ શીખ છુપાયેલી છે કે તે ફક્ત નકારાત્મકતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બિલાડી દ્વારા જેલમાં ડ્રગ સ્મગલિંગ, ગેટ પર પકડાઈ રશિયામાં એક બિલાડીને ડ્રગ સ્મગલિંગ કરતા પકડવામાં આવી. બિલાડી જેલની અંદર જઈ રહી હતી. ત્યારે જ તેને ગેટ પર પકડી લેવામાં આવી. તેના ગળામાં કપડાના બે કોલર બાંધેલા હતા, જેમાં ડ્રગ્સ છુપાવીને રાખવામાં આવ્યું હતું. અધિકારીઓએ ડ્રગ્સ જપ્ત કરી લીધું અને બિલાડીને છોડી દેવામાં આવી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1.'પહેલા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પછી ચર્ચા' પર અડગ વિપક્ષ:પીએમ મોદીએ ફાસ્ટ-ટ્રેક કોર્ટનો દાવ ખેલ્યો, પ્રિયંકા NDA સાંસદો સામે અડગ રહ્યા 2.રાહુલ ગાંધીએ સરકારની મુશ્કેલીઓ કેવી રીતે વધારી:ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ હવે વધુ મુશ્કેલ; કોકરોચ પાર્ટીની નવી રણનીતિ શું? 3. 'દીપકે કચોરી ખાય તો બરાબર, મને બર્ગર ખાવા પર કાઢ્યો:CJPના પૂર્વ પ્રવક્તા વિજેતા દહિયા બોલ્યા- 2 રાત ઊંઘ્યો નથી, હાડકાં ઓગાળ્યા, છતાં હટાવી દીધો 4.કોકરોચ આંદોલનથી ટેન્શનમાં BJP, પરંતુ પ્રધાન નહીં હટે:પ્રોટેસ્ટ પર પહેલી વખત મીટિંગ, નેતાઓને આદેશ- 3 દિવસમાં બધું સાફ કરો 5. ગાડીનો હપ્તો વસૂલવા ધારાસભ્યની ગાડી રોકી:રોડ પર ઉઘરાણાથી તમાશો, ભાજપના નેતાઓએ પ્રમુખને ધક્કે ચઢાવ્યા, મેયર હસવાનું રોકી શક્યા નહીં 🌍 કરન્ટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ-કર્ક રાશિના જાતકોને મળશે મનપસંદ સફળતા, કન્યા રાશિના લોકો માટે સુંદર દિવસ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Parliament disrupted for fourth straight day over paper leak
    Next Article
    US Strikes Iran As Tensions Escalate Over Shipping Routes In Hormuz

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment