Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ ભગવાની ફિરાકમાં હતા ને ઝપડાઈ ગયા:પોલીસે 3 ટીમોએ 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરીને જૈન દેરાસરમાંથી 540 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો, 3 આરોપીની ધરપકડ

    9 hours ago

    વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા જૈન મકાન દેરાસરમાંથી 540 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ, ચાંદીનો મુગટ, અમેરિકન ડાયમંડની માળા સહિતનો કિંમતી મુદ્દામાલ ચોરી કરનાર 3 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલો મુદ્દામાલ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના અકોટા રોડ પર આવેલી ચેતન સોસાયટીના જૈન મકાન દેરાસરમાંથી ગત 29 મેના રોજ રાત્રે અજાણ્યા ચોરોએ દેરાસરની બારી તોડી પ્રવેશ કરી પ્રાચીન પંચધાતુની સુમતિનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુની પ્રતિમાઓ તેમજ પંચધાતુનું ચક્ર, ચાંદીનો સોનાનું પ્લેટિંગ કરેલો મુગટ અને 16 કેરેટની અમેરિકન ડાયમંડની માળા સહિત અંદાજે રૂ.1.85 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 3 અલગ-અલગ ટીમોએ 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ત્રણ શખ્સો ગોલ્ડન ચોકડી નજીક હાલોલ રોડ પર ચોરી કરેલી પ્રાચીન પ્રતિમાઓ સાથે દાહોદ તરફ જવાની તૈયારીમાં છે. આ માહિતીના આધારે પોલીસે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી 3 શંકાસ્પદ વ્યક્તિઓને એક બજાજ પલ્સર બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી વિજય ભુરાભાઈ ભીખાભાઈ સંગાડા (ઉ.વ.25), ધર્મેશભાઈ નુરજીભાઈ કાળીયાભાઈ માવી (ઉ.વ.21) અને સુનીલ છતરભાઈ મલાભાઈ ડાંગી (ઉ.વ.20) મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી થયેલી તપાસ દરમિયાન બેગમાંથી પંચધાતુની બે પ્રાચીન પ્રતિમાઓ, પંચધાતુનું ચક્ર, ચાંદીનો મુગટ અને અમેરિકન ડાયમંડની માળા મળી આવી હતી. આરોપીઓની કડક પૂછપરછમાં તેમણે અકોટાના જૈન દેરાસરમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બજાજ પલ્સર બાઈક તેમજ 3 મોબાઇલ ફોન મળી કુલ રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની ધરપકડ બાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. વધુ તપાસ અકોટા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 200 વિદ્યાર્થીઓને ડ્રગ્સ, સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન:SOG અને ટ્રાફિક પોલીસ દ્વારા સોમૈયા ક્લાસિસ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
    Next Article
    પાટણ ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશને લાખો લિટર પાણીનો વેડફાટ:નગરપાલિકાની બેદરકારીથી ટાંકી ઉભરાતા રસ્તા પર પાણી વહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment