Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાન્ય પરિવારના માથે મહિને રૂ.3 હજારનું ભારણ વઘશે:ઇંધણમાં ભાવ વધારાથી ખેતીમાં વીઘે રૂ.100, ઘરમાં મહિને 2000નો ખર્ચ વધશે‎

    6 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ઘટેલા ઇંઘણના ભાવે ફરી તેજી પકડી છે. પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ.3 અને ડિઝલમાં સીધો રૂ.3 નો વધારો ઝીંકાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દર મહિને સરેરાશ 55થી 65 લાખ લિટર ડિઝલ અને 1.20 કરોડથી 1.50 કરોડ જેટલું પેટ્રોલ વપરાતાં પરિવહન અને ખેતી ક્ષેત્રમાં સૌથી વધુ આર્થિક અસર વર્તાશે. શાકભાજી, કરિયાણું અને અન્ય માલસામાનના પરિવહન ખર્ચમાં 15% થી 20% નો વધારો થવાની પૂરી શક્યતા છે. ખેતી ક્ષેત્રમાં ખેડાણ, વાવણી અને પિયત માટે ડીઝલનો વપરાશ અનિવાર્ય છે. આથી ખર્ચમાં એકર દીઠ 1,000થી 2,000નો બોજ વધશે.આ ઉપરાંત, સ્કૂલ બસ અને વાન સંચાલકોએ પણ આગામી બે મહિનામાં ભાડા વધારવાના સંકેત આપ્યા છે. જે વાલીઓની ચિંતામાં વધારો કરશે. અર્થશાસ્ત્રના નિષ્ણાતો મુજબ, આ ભાવવધારાથી મોંઘવારીનું ચક્ર ગતિ પકડશે. જેને કારણે સામાન્ય પરિવારના માસિક બજેટમાં સીધો 2,000 થી 3,000 નો ફટકો પડશે. લોકો હવે બચત કરવા માટે અન્ય ખર્ચાઓમાં કાપ મૂકવા મજબૂર બનવુ પડશે. જો કે, એસટી બસના ભાડામાં વધારો કરવાની હાલ કોઇ સૂચના અપાઇ નથી. તેમ સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર ડી.વી.ચૌધરીએ જણાવ્યું હતું. ખેતીથી લઇ રસોડા સુધી ભાવ વધારો... શાકભાજી, કરિયાણું અને પરિવહન ખર્ચમાં 15%થી 20%નો વધારો થશે. , ખેતીના ખર્ચમાં એકર દીઠ 1,000 થી 2,000નો બોજ વધશે., સ્કૂલ બસ અને વાન સંચાલકોએ ભાડા વધારવાના સંકેત આપ્યા., ગૃહિણીઓનું બજેટ રૂ.3 હજાર વધશે (અન્ય ખર્ચમાં કાપ મૂકવો પડશે), કાચા માલના ઉત્પાદનમાં 5થી 8 ટકા વધારો થશે., છૂટક ચીજવસ્તુઓમાં 10થી 20 ટકાનો વધારો થશે. ખર્ચ વધશે બચત ક્ષમતા ઘટશે. આથી લોકોને પોતાની અન્ય આવશ્યક જરૂરિયાતોમાં કામ મૂકવા મજબુર બનશે. વેતન વૃદ્ધિની માંગ થશે જે મોંઘવારીને વધુ વિકરાળ બનાવશે. હકારાત્મક અસરમાં પેટ્રોલીયમ પેદાશની માંગ ઘટશેને લોકો અન્ય વૈકલ્પિક સ્ત્રોત તરફ વળશે. ઇલેકટ્રીક વાહનો ઉપયોગ, સાયકલ સહિતના ઉપાયો અજમાવશે. જે પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થશે. > ડો.દિલિપભાઇ વાજાણી, કોમર્સ કોલેજ પ્રિન્સિપાલ નફાનું માર્જિન ઘટશે લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઉછાળો આવશે. આ વધારો અંતે ગ્રાહકો સુધી પહોંચશે અને બજારમાં માંગ પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે. જીઆઇડીસીના એકમો ડિઝલ જનરેટર સેટનો ઉપયોગ કરે છે. ભાવવધારાથી ઉત્પાદન ખર્ચમાં સીધો 5-8% નો વધારો થશે. કાચો માલ ફેક્ટરી સુધી લાવવા માટેના ટ્રક ભાડામાં વધારો થતા તૈયાર પ્રોડક્ટની પડતર કિંમત ઊંચી જશે. ખર્ચ વધતા નફાનું માર્જિન ઘટશે. > સુમીતભાઇ પટેલ, પ્રમુખ GIDC એસો. સામાન્ય ખેડાણ અને વાવણી માટે પ્રતિ એકર આશરે 5 થી 7 લિટર ડીઝલનો વપરાશ થાય છે. ઘણી વખત જમીન સખત હોય તો વપરાશ 10 લિટર સુધી પહોંચી શકે છે. તો એક કલાક પંપ ચલાવવા માટે સરેરાશ 1.5થી 2.5 લિટર ડિઝલ જોઈએ છે. જો દિવસમાં 8 કલાક પિયત આપવાનું હોય, 20 લિટર ડીઝલની જરૂર પડે છે. આ ભાવ વધારો અંદાજે 2 લાખ ખેડૂતોનું કરોડોનું ભારણ વધારશે. વીઘા દીઠ રૂ.50થી 100 વધી શકે છે. > વજુભા રાઠોડ, ખેડૂત આગેવાન તૈયાર ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઇ શકે છે કરિયાણા અને જીવનજરૂરી ચીજવસ્તુઓના હોલસેલ વેપારીઓ પાસેથી છૂટક વેપારીઓ સુધી માલ પહોંચાડવાના ભાડામાં વધારો થશે. પરિણામે, છૂટક કિંમતો માં ટૂંક સમયમાં ફેરફાર જોવા મળી શકે છે. વેપારીઓએ માલના પરિવહન માટે રોકડ ભંડોળ વધુ ફાળવવું પડશે. તૈયાર ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ 10% થી 20% નો વધારો થવાની આશંકા. > બાબુભાઇ પ્રજાપતિ, મહેતા માર્કેટ એસો.ના વેપારી
    Click here to Read More
    Previous Article
    Kiren Rijiju: Rahul Gandhi not following protocol for foreign visits
    Next Article
    Only Electric Autos In Delhi Soon? Pollution Control Panel's Big Decision

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment