Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવીજેતપુરમાં વૃદ્ધ દંપતી પર હુમલો કરી લૂંટ, પત્નીનું મોત:વૃદ્ધને લોહિલુહાણ કર્યો, વૃદ્ધાના કાન કાપ્યાં, રૂ. 2.97 લાખનાા દાગીના લઈ લૂંટારૂઓ ફરાર

    4 days ago

    પાવી જેતપુર તાલુકાના વાવડી ગામમાં ખેતરના ઝૂંપડામાં રહેતા વૃદ્ધ દંપતી પર બે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી લૂંટ ચલાવી હતી. હુમલાખોરોએ દંપતીને ઢોર માર માર્યો હતો. તેમજ વૃદ્ધાના કાન કાપીને દાગીનાની લૂંટ ચલાવી હતી. જ્યારે તેમના પતિને લોહીલુહાણ હાલતમાં છોડી રૂ. 2.97 લાખના સોના-ચાંદીના આભૂષણો લૂંટીને ફરાર થઈ ગયા છે. લૂંટારુઓએ ઘરમાં ઘૂસી દંપતી પર જીવલેણ હુમલો કર્યો ખેતરમાં રાઠવા કાગડા સોમા પોતાની પત્ની મંચીબેન સાથે છેલ્લા ઘણા વર્ષોથી ખેતર સાચવવા રહેતા હતા. ગત રાત્રિના સુમારે જ્યારે દંપતી ઊંઘમાં હતું ત્યારે લૂંટારુઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને દંપતી પર જીવલેણ હુમલો કરી દીધો હતો. તેમજ સોના-ચાંદીના કિંમતી ઘરેણાંની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવી હુમલાખોરો ફરાર હુમલાખોરોએ મંચીબેને પહેરેલા ઘરેણાંમાંથી રૂ. 1,10,000ની કિંમતની 500 ગ્રામ ચાંદીની હાંસળી, રૂ. 35,000ની કિંમતની સોનાની બુટ્ટીઓ, રૂ. 12,000ની કિંમતના પગના ચાંદીના છડા, રૂ. 10,000ની કિંમતના કાનના વિરલા (નંગ 6) તેમજ રૂ. 80,000ની કિંમતના 400 ગ્રામ બંને હાથના કળાની લૂંટ કરી હતી. આ ઉપરાંત કાગડાભાઈએ કાનમાં પહેરેલી રૂ. 50,000ની કિંમતની સોનાની કકડી (નંગ 2) મળી કુલ રૂ.2,97,000ના મુદ્દામાલની લૂંટ ચલાવી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. મંચીબેનનું સ્થળ પર જ મોત નીપજ્યું હુમલા દરમિયાન તીક્ષ્ણ હથિયારો દ્વારા ગંભીર ઈજાઓ પહોંચતા મંચીબેનનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે લોહીલુહાણ હાલતમાં મળી આવેલા કાગડા રાઠવાને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ કરાલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી અજાણ્યા લૂંટારુઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. આ અંગે પરિવારજન વિજય રાઠવાએ જણાવ્યું કે, અજાણ્યા શખ્સોએ મારા દાદા-દાદીને ઢોર માર માર્યો હતો. તેમજ ધારદાર શસ્ત્રો વડે ઘા ઝીંકીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. જેમાં મારા દાદીનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે દાદાને માથાના ભાગે અને મોઢા પર ઘા મારવામાં આવ્યા છે. દાદા બેભાન થઈ ગયા હતા. જોકે, હુમલાખોરોને લાગ્યું કે તેઓનું પણ મોત થયું છે તેમ સમજી તેઓ ત્યાથી ફરાર થઈ ગયા હતા. પોલીસ આ મામલે યોગ્ય અને સખત કાર્યવાહી કરે તેમજ અમને પૂરેપૂરો ન્યાય મળે તેવી અમારી માંગ છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે આ શખ્સો સામે કડક પગલાં લેવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના દયાલકાકરા ગામે ઝેરી સાપે ડંખ મારતાં યુવાનનું મોત:યુવક ઘરમાં જમીન પર સૂતો હતો; સારવાર દરમિયાન દમ તોડ્યો
    Next Article
    મોરબીમાં લોખંડનો હથોડો મારીને પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો:ભાણવડના ચોખડા ગામેથી ધરપકડ, દંપતી વચ્ચે ઝઘડા બાદ બની ઘટના; સારવાર દરમિયાન પત્નીનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment