Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદના વિકાસમાં સાંસદ જશવંતસિંહ ભાભોરનું યોગદાન, 293 કાર્યોને મળી મંજૂરી:20,000 કરોડના ખર્ચે લોકોમોટિવ પ્લાન્ટ સહિતના અનેક પ્રોજેક્ટ્સ દ્વારા વિકાસની નવી દિશા

    5 days ago

    દાહોદ લોકસભા વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોરના વિકાસલક્ષી અભિગમ અને સતત જનસેવાના કારણે સમગ્ર વિસ્તારમાં વિકાસ પુરુષ તરીકેની છબી ઉપસી આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સમતોલ વિકાસ સાધવાના ઉદ્દેશ્ય સાથે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) હેઠળ મળતી ગ્રાન્ટનો અત્યંત અસરકારક અને પારદર્શક ઉપયોગ કરવામાં આવ્યો છે. સાંસદે પોતાના કાર્યકાળ દરમિયાન વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપી છે. રસ્તા, સમુદાય ભવનો, શૈક્ષણિક સુવિધાઓ, પીવાના પાણી અને આરોગ્ય માળખાને મજબૂત બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. તેમના નેતૃત્વમાં ફિલેન્ડગંજ ખાતે આશરે 20,000 કરોડના ખર્ચે 9,000 હોર્સપાવરના અધતન ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન) નિર્માણ કારખાનાની સ્થાપના કરવામાં આવી છે, જેણે દાહોદને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવી છે અને રોજગારીની તકો ઊભી કરી છે. વધુમાં, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આદિવાસી મ્યુઝિયમ, સ્પોર્ટ્સ સંકુલ અને સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ જેવા મહત્વના વિકાસ કાર્યોમાં વિશેષ રસ લઈને સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે. MPLADS હેઠળની આંકડાકીય માહિતી મુજબ, છેલ્લા 2 વર્ષમાં કુલ 293 વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે, જે માટે સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 61 કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે 267 કાર્યો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. તાજેતરમાં કેટલાક વર્ગો દ્વારા ગ્રાન્ટના ઉપયોગ અંગે વ્યક્ત કરાયેલી શંકાઓને ફગાવી દેતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પ્રગતિ હેઠળના કાર્યોની વિગતો પોર્ટલ પર અપડેટ ન થવાને કારણે આ ગેરસમજ સર્જાઈ હતી. વાસ્તવમાં, કેન્દ્ર સરકાર તરફથી મળેલી દરેક રૂપિયાની ગ્રાન્ટનો જનહિતમાં સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષ 2026-27 માટેના નવા વિકાસ કાર્યોનું આયોજન પ્રક્રિયા હેઠળ છે અને જુલાઈ માસ બાદ નવી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. આમ, જશવંતસિંહ ભાભોરના નેતૃત્વમાં દાહોદ લોકસભા વિસ્તાર વિકાસના નવા સોપાનો સર કરી રહ્યો છે અને તેઓએ લોકવિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત અધિકારી સાથે 15 લાખથી વધુની છેતરપિંડી:પુત્રની સારવાર કરાવી આપવાના બહાને પૈસા પડાવ્યા, મિત્રએ વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધાવી
    Next Article
    વરસાદ ખેંચાતા ખેડૂતોને 8ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય:આગોતરા વાવેતરને બચાવી શકાશે, અલનીનોની સંભવિત અસરને પહોંચી વળવા સરકારની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment