Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    29 જૂના કાયદા સમેટી 4 નવા લેબર કોડ:નાના ગુનાઓમાં ફોજદારી જોગવાઈઓ દૂર થશે; સેવાઓ ઓનલાઇન કરાશે, ઉદ્યોગ અને શ્રમિક એક સિક્કાની બે બાજુઃ મંત્રી કુંવરજી બાવળીયા

    2 days ago

    ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નવા શ્રમ કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ-રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા સહિત શ્રમ વિભાગના અધિકારીઓ અને વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નવા ચાર લેબર કોડની જોગવાઈઓ, શ્રમિકોની સલામતી, સામાજિક સુરક્ષા અને ઉદ્યોગો માટે સરળ બનેલી પ્રક્રિયાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 29 જૂના કાયદાઓનું સંકલન કરી 4 નવા લેબર કોડ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સચિવ લોચન સહેરાએ જણાવ્યું હતું કે અગાઉના આશરે 29 જેટલા શ્રમ કાયદાઓનું સંકલન કરીને ચાર નવા લેબર કોડ તૈયાર કરવામાં આવ્યા છે. નવા કાયદાઓમાં કમ્પ્લાયન્સ સરળ બનાવવા ઉપરાંત નાના ગુનાઓમાં ફોજદારી જોગવાઈઓ દૂર કરી સમાધાનકારી પ્રક્રિયા અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તમામ સેવાઓ ઓનલાઇન કરવાની તૈયારી શ્રમ વિભાગ અને ઉદ્યોગ જગત વચ્ચેનું સંકલન વધારવા માટે આગામી સમયમાં વિવિધ સેવાઓ અને પ્રક્રિયાઓને સંપૂર્ણપણે ઓનલાઇન પોર્ટલ પર લાવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું સચિવે જણાવ્યું હતું. ઓનલાઈન પ્રક્રિયાથી કામગીરીમાં પારદર્શિતા વધવાની સાથે ઉદ્યોગો માટે પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. શ્રમિકોની સલામતી માટે ઉદ્યોગોએ પ્રો-એક્ટિવ બનવું પડશે લોચન સહેરાએ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોની સલામતીને ગંભીર બાબત ગણાવી હતી. રાજ્યમાં જીવલેણ ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે ઉદ્યોગોએ પ્રો-એક્ટિવ બનીને સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. નવા લેબર કોડમાં વેતનથી સામાજિક સુરક્ષા સુધી ભાર મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે વર્ષો જૂના જટિલ કાયદાઓને સંકલિત કરીને તૈયાર કરાયેલા ચાર નવા શ્રમ કાયદા ઉદ્યોગપતિઓ અને શ્રમિકો બંને માટે હિતકારી બનશે. નવા કાયદાઓમાં શ્રમિકોની સલામતી, કાર્યસ્થળનું યોગ્ય વાતાવરણ, શુદ્ધ પીવાનું પાણી, વેતન અને સામાજિક સુરક્ષા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્યોગની સફળતા પાછળ શ્રમિકોનો પરિશ્રમ મહત્વનો છે. ઉદ્યોગપતિઓ શ્રમિકોને પોતાના પરિવારના સભ્ય સમજી તેમની સલામતી અને આરોગ્યની ચિંતા કરે તો શ્રમિકો પણ સંસ્થાને પોતાની ગણીને નિષ્ઠાપૂર્વક કામગીરી કરશે. ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ અને સહયોગ જ ઔદ્યોગિક વિકાસનો પાયો છે. ‘ઉદ્યોગ અને શ્રમિક એક સિક્કાની બે બાજુ’ રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ અને શ્રમિક એક સિક્કાની બે બાજુ છે. બંને વચ્ચે સંવાદ, સમજણ અને સહકાર જળવાય તે જરૂરી છે. ઉદ્યોગોની પ્રગતિ સાથે શ્રમિકોના હિતોનું પણ જતન થાય તેવો સંતુલિત અભિગમ અપનાવવાથી ઔદ્યોગિક શાંતિ જાળવી શકાશે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે. સ્કિલ ડેવલપમેન્ટ માટે સરકાર તાલીમનો ખર્ચ ઉઠાવશે સચિવ લોચન સહેરાએ જણાવ્યું હતું કે શ્રમિકોના કૌશલ્ય વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ તાલીમનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. કેન્દ્રની PM-SETU યોજના હેઠળ ITIને આધુનિક બનાવવા માટે પણ ઉદ્યોગો સાથે સહયોગ સાધવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક પી.એમ. શાહ, અધિક લેબર કમિશનર એમ.સી. કારિયા, શ્રમ આયુક્ત કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ તથા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા-અંબાજી હાઇવે પર ભક્તોનો અવિરત પ્રવાહ, ડ્રોન VIDEO:અંબાજી પદયાત્રામાં શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું, સેવા કેમ્પોમાં ભક્તોનો ધસારો; વાહનોની લાંબી કતારો
    Next Article
    ગંદકી ફેલાવવા બદલ ખંડેરાવ માર્કેટની બે દુકાન સીલ:સ્વચ્છતા જાળવવા કડક સૂચના બાદ પણ નિયમોની અવગણનાથી મનપાની કાર્યવાહી, વોર્ડ-13માં સફાઈની ઝૂંબેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment