Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 29નાં મોત:28 બાળકો અને મહિલા ટીચરનો જીવ ગયો, 40થી વધુ ઘાયલ

    10 hours ago

    પાકિસ્તાનના પેશાવરમાં ગુરુવારે એક પ્રાઈવેટ સ્કૂલની છત ધરાશાયી થતાં 29 લોકોનાં મોત થયા છે. તેમાં 28 વિદ્યાર્થીઓ અને એક મહિલા ટીચર સામેલ છે. તમામ બાળકોની ઉંમર 13 વર્ષ અથવા તેનાથી ઓછી છે. આ અકસ્માત દીર કોલોની વિસ્તારમાં થયો હતો. તેમાં 40થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. તેમની સારવાર માટે હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. દુર્ઘટના બાદના 3 ફોટા વડાપ્રધાન શહબાઝ શરીફે દુઃખ વ્યક્ત કર્યું પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દુર્ઘટનામાં લોકોનાં મોત પર ભારે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આ મુશ્કેલ સમયમાં તેમને હિંમત મળે તે માટે પ્રાર્થના કરી. વડાપ્રધાને ઘાયલો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી. તેમણે અધિકારીઓને ઘાયલો માટે શક્ય તેટલી સારી સારવારની વ્યવસ્થા કરવા અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો છે. ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નરે તપાસના આદેશ આપ્યા ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ગવર્નરે કહ્યું કે નિર્દોષ બાળકોનાં જીવ જવું અત્યંત દુઃખદ દુર્ઘટના છે. તેમણે ઘાયલ બાળકો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી અને સંબંધિત અધિકારીઓને તેમને સારી મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યા. તેમણે અધિકારીઓ પાસેથી સ્કૂલની છત ધરાશાયી થવાની ઘટના અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. સાથે જ દુર્ઘટનાનું કારણ જણાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. છેલ્લા 6 મહિનામાં સ્કૂલો ધરાશાયી થવાની 4 મોટી દુર્ઘટનાઓ પાકિસ્તાનમાં છત અને ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ ઘણીવાર બને છે. તેનું સૌથી મોટું કારણ સુરક્ષા ધોરણોની અવગણના કરવી અને બાંધકામમાં હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવો છે. ઉમરકોટ- જુલાઈમાં એક સરકારી સ્કૂલની બહારની દીવાલ ધરાશાયી થતાં 3 બાળકીઓનાં મોત થયા હતા. લાહોર- જુલાઈમાં જ બાગબાનપુરા વિસ્તારમાં નિર્માણાધીન ખાનગી સ્કૂલોની છત ધરાશાયી થતાં એક બાળકનું મોત થયું હતું. લાહોર- જૂનમાં કહના વિસ્તારમાં એક ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતાં 14 બાળકોનાં મોત થયા હતા. ડેરા ગાઝી ખાન- મે મહિનામાં સ્કૂલની છત ધરાશાયી થઈ હતી. તેમાં ચાર બાળકોનાં મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    Workers' protest intensifies in Surat | સુરતમાં શ્રમિકોનું આંદોલન વધુ તેજ | Protest | Gujarati News
    Next Article
    PM મોદી લદ્દાખમાં ₹3,350 કરોડના પ્રોજેક્ટ્સ શરૂ કરશે:નવું એરપોર્ટ ટર્મિનલ, 298km રોડ અને દેશના પ્રથમ પેટ્રોગ્લિફ સંરક્ષણ પાર્કનું ઉદ્ઘાટન કરશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment