Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાવળા પાસે વહેલી સવારે ભૂકંપનો આંચકો:અમદાવાદથી 29 કિમી દૂર અને જમીનમાં 20 કિમીની ઉંડાઈએ કેન્દ્રબિંદુ; રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ

    2 days ago

    અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, આજે 30 જુલાઈના રોજ સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી અંદાજે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં બાવળા પાસે હતું. ISRના જણાવ્યા મુજબ ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી આશરે 20 કિલોમીટર નોંધાઈ હતી. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળી નહોતી. જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન નથી પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. જોકે, વહેલી સવારનો સમય અને આસપાસનું વાતાવરણ શાંત હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની ગતિવિધિઓ પર ISRનું સતત મોનિટરિંગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 2.6ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે હળવી શ્રેણીમાં આવે છે, જેના કારણે મોટા ભાગે કોઈ ગંભીર નુકસાન થતું નથી. તેમ છતાં, ભૂકંપ જેવી કુદરતી ઘટનાને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભૂકંપની ગતિવિધિઓ પર ISR સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને હાલની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાનું જણાવાયું છે. મહારાષ્ટ્રના નાસિકમાં પણ 3.8ની તીવ્રતાનો ભૂકંપ ગુરુવારે વહેલી સવારે મહારાષ્ટ્રના નાસિકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. આ આંચકો સવારે 2:37:41 વાગ્યે (IST) અનુભવાયો હતો. NCSએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ 20.448 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 73.708 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું અને તેની ઊંડાઈ સપાટીથી 5 કિલોમીટર નીચે હતી. NCSએ 'X' પરની એક પોસ્ટમાં આ વિગતોની પુષ્ટિ કરી હતી. જાપાનમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ, શોપિંગ મોલ ધરાશાયી જાપાનના દક્ષિણી કુમામોટો પ્રાંતમાં મંગળવારે(28 જુલાઈ) 6.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તીવ્ર આંચકા બાદ કાશિમા શહેરમાં સ્થિત એક શોપિંગ મોલનો બીજો માળ ધરાશાયી થઈ ગયો હતો. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA)ના જણાવ્યા અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે 4:27 વાગ્યે આવ્યો હતો. એનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, પરંતુ લગભગ એક કલાક પછી તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    'મારણ' ગુજરાતી સિનેમાનો નવો બેન્ચમાર્ક, રિલીઝ પહેલાં નેશનલ એવોર્ડ જીતી!:'ચોકલેટી બોય' યશનો સૌથી ડાર્ક રોલ, માનવ તસકરી પર વણાયેલી સત્ય ઘટના
    Next Article
    'ભાજપે આચાર સંહિતાનો ભંગ કર્યો, આ ચૂંટણી પંચની મજાક':કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીનો આક્ષેપ, માંજલપુરની પેટાચૂંટણીનું 260 મથક પર મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment