Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં શાળા પ્રવેશોત્સવ: 29 હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે:ધોરણ-1 અને બાલવાટિકામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે, જિલ્લાના 61 રૂટ અને 958 શાળાઓમાં ભવ્ય આયોજન

    1 day ago

    રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026નો પાટણ જિલ્લામાં પ્રારંભ થયો છે. શિક્ષણના વ્યાપને મજબૂત કરવા અને દરેક બાળક સુધી શિક્ષણનો અધિકાર પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાન ચાલી રહ્યું છે. પાટણ જિલ્લામાં કુલ 61 રૂટ પર 958 શાળાઓમાં પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને શાળામાં પ્રવેશ આપવા ઉપરાંત શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ-1માં કુલ 15,758 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, જેમાં 8,009 કુમાર અને 7,749 કન્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી 756 બાળકો નવા પ્રવેશ પાત્ર છે, જેમાં 390 કુમાર અને 366 કન્યાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2026-27 દરમિયાન બાલવાટિકામાં કુલ 13,403 બાળકોને પ્રવેશ મળશે, જેમાં 6,888 કુમાર અને 6,515 કન્યાઓનો સમાવેશ થાય છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળપણથી જ ગુણવત્તાયુક્ત શિક્ષણનો પાયો મજબૂત બને તે માટે બાલવાટિકા પ્રવેશને વિશેષ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ધોરણ-9માં 15,573 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, જેમાં 9,027 કુમાર અને 6,546 કન્યાઓનો સમાવેશ થાય છે. ધોરણ-11માં 11,590 વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર છે, જેમાં 7,659 કુમાર અને 3,931 કન્યાઓનો સમાવેશ થાય છે. આમ, ધોરણ-9 અને ધોરણ-11 મળીને કુલ 27,163 વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવશે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા સ્તરના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ વિવિધ રૂટ પર જઈ બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે અને શિક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવશે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ખાતેના શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે. તેઓ બાળકોને પ્રવેશ અપાવશે અને વાલીઓ તેમજ ગ્રામજનોને શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપશે. સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, રાજ્ય કક્ષાના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ વિવિધ સ્થળોએ યોજાનારા કાર્યક્રમોમાં સહભાગી બનશે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માત્ર પ્રવેશનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવતું, કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપતું અને શિક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપતું અભિયાન છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી શાળા છોડવાના દરમાં ઘટાડો, ગુણવત્તાયુક્ત શિક્ષણનો વ્યાપ અને બાળકીના શિક્ષણ પ્રત્યે સમાજમાં સકારાત્મક અભિગમ વધુ મજબૂત બનશે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:એક આરોપી ઝડપાયો; ચાંદીના ગ્લાસ, વાટકી, ટ્રે અને બોટલ સહિત ₹37,569નો મુદ્દામાલ કબજે
    Next Article
    Hailey Bieber Calls Justin The "Best Daddy" In Adorable Father’s Day Posts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment