Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભાજપની રાજ્યવ્યાપી વર્ચ્યુઅલ બેઠક:2,894 પદાધિકારીઓ જોડાયા, સેવાકીય-પર્યાવરણીય કાર્યક્રમોની જાહેરાત

    6 दिन पहले

    પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી ડિજિટલ માધ્યમથી રાજ્યવ્યાપી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાંથી 2,894 પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા. રાષ્ટ્રનિર્માણ અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે યોજાયેલી આ બેઠકમાં સંગઠનને આગામી લોકાભિમુખ કાર્યો માટે માર્ગદર્શન અપાયું હતું. આ ડિજિટલ બેઠકમાં રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશના ત્રણેય મહામંત્રીઓ તેમજ વરિષ્ઠ નેતાઓ રમેશ મેરજા અને ભરત પંડ્યાએ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનકાળ અને તેમના ઐતિહાસિક કાર્યોની સમીક્ષા કરાઈ હતી. નેતાઓએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વથી ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું છે અને વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. આ વિકાસયાત્રાની વિગતો જન-જન સુધી પહોંચાડવા કાર્યકરોને આહવાન કરાયું હતું. બેઠક દરમિયાન આગામી 8 થી 14 તારીખ સુધી રાજ્યવ્યાપી સેવાકીય અને પર્યાવરણીય કાર્યક્રમો યોજવાની જાહેરાત કરાઈ હતી. આ અભિયાન અંતર્ગત પ્રકૃતિના જતન માટે દરેક જિલ્લામાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરીને 'ગ્રીન કવર' વધારવા 'ગ્રીન ગુજરાત' કાર્યક્રમ હાથ ધરાશે. આ ઉપરાંત, ગામડાઓથી શહેરો સુધી 'સ્વચ્છતા અને પ્રગતિ પથ' અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ ચલાવાશે. સમાજ ઘડતરમાં યોગદાન આપનાર પ્રતિષ્ઠિત નાગરિકોની રૂબરૂ મુલાકાત લેવાશે. ધરતીને કેમિકલમુક્ત કરવા અને નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા વિશેષ તાલીમ શિબિરોનું આયોજન કરાશે. આ બેઠકમાં પર્યાવરણ સુરક્ષા અને દેશના અર્થતંત્રને મજબૂત કરવાના હેતુથી 'પેટ્રોલ બચાવો ઝુંબેશ' અંગે પણ ચર્ચા થઈ હતી. ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અભિયાનને જનઆંદોલન બનાવવાની હાકલ કરાઈ, જેથી ભવિષ્યની પેઢીને પ્રદૂષણમુક્ત વાતાવરણ મળી શકે. પાટણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક સ્તરે જિલ્લા પ્રભારી સત્યમ ફુલાબકર, જિલ્લા મહામંત્રી સંજય, વરિષ્ઠ અગ્રણી લાલજી દેસાઈ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠક દરમિયાન સંગઠન શક્તિ અને સામાજિક સુધારણાના કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજેશ પટેલે ચાર્જ સંભાળ્યો:કોંગ્રેસ તરફથી કોઈએ ઉમેદવારી નોંધાવી નહીં, પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થતાં ભાજપમાં ઉત્સાહ
    Next Article
    મનપાની 5 લાઇબ્રેરીમાં ગરમીમાં બફાતા વિદ્યાર્થીઓ:પ્રભાદેવી લાઈબ્રેરીનો સમય વધારવા, AC - ઇન્વર્ટર નાખવા NSUIની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment