Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 28.60 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ:અત્યાધુનિક રૂરલ પોલીસ સ્ટેશન અને આવાસો કાર્યરત થયા

    8 hours ago

    ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતથી વલસાડ જિલ્લાના 28.60 કરોડના ખર્ચે નિર્મિત પોલીસ વિભાગના નવા પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કર્યું છે. આ પ્રકલ્પોમાં નવું વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન અને વિવિધ પોલીસ આવાસોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ રૂરલ પોલીસ મથક અગાઉ શહેરના ગીચ વિસ્તારમાં નાની જગ્યામાં કાર્યરત હતું, જેના કારણે પોલીસ કર્મચારીઓ અને અરજદારોને મુશ્કેલી પડતી હતી. હવે આ પોલીસ સ્ટેશન લીલાપોર ખાતે હાઈવે નજીક વિશાળ અને સુવિધાસજ્જ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યું છે. આ જિલ્લાનું સૌથી મોટું અને અત્યાધુનિક પોલીસ સ્ટેશન બન્યું છે. આ લોકાર્પણ સમારોહમાં પોલીસ જવાનોના પરિવાર માટે નવા આવાસોનો પણ સમાવેશ થાય છે. વલસાડ રૂરલ પોલીસ લાઈનમાં B-ટાઈપના 40 અને C-ટાઈપના 2 મકાનો, જ્યારે ડુંગરા પોલીસ સ્ટેશન (વાપી) ખાતે B-ટાઈપના 48 અને C-ટાઈપના 12 મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વલસાડમાં E-ટાઈપનું એક નવું મકાન પણ બનાવવામાં આવ્યું છે. વલસાડના જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "નવું બિલ્ડિંગ હાઈવેથી નજીક હોવાથી ગ્રામ્ય વિસ્તારની જનતાને સરળતા રહેશે. આધુનિક સુવિધાઓથી પોલીસની કામગીરીમાં પણ ઝડપ આવશે." વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે ઉમેર્યું હતું કે, “વર્ષ 2022માં લીલાપોર ખાતે 3 એકર જમીન ફાળવવામાં આવી હતી, જેનું આજે લોકાર્પણ થયું છે. હવે પોલીસ જવાનો ગીચ વિસ્તારમાંથી મુક્ત થઈ શાંત વાતાવરણમાં વધુ સારી રીતે સેવા આપી શકશે.” વલસાડ જિલ્લાના પોલીસ બેડામાં આ નવા અને આધુનિક સંકુલથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Ludhiana: 2 migrant workers die in separate accidents
    Next Article
    Dhurandhar 2 Total Collection Till March 22: Ranveer Singh Film Crosses Rs 500 Crore Mark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment